Aapnu Gujarat
બિઝનેસ

૨૦૨૦ સુધી ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વૃદ્ધિ આવશે : એસોચેમ

કાર્બન તટસ્થના સખત ધોરણો, બેટરીની કિંમતમાં કડાકો અને ગ્રાહકોની જાગૃતિના કારણે વર્ષ ૨૦૨૦ સુધી ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (ઈવી)ના વેચાણમાં ડબલ આંકડાની તેજી રહેવાની શક્યતા છે.ઔદ્યોગીક સંગઠન એસોચેમ-ઈવાઈના સંયુક્ત અધ્યયન ઈલેક્ટ્રિક મોબિલીટી ઇન ઈન્ડિયા મુજબ ભારતમાં ઈવીનું બજાર ઝડપથી આગળ વધી રહ્યું છે. જોકે, હજી સુધી તે મુખ્યપ્રવાહમાં આવ્યું નથી. પરંતુ સરકારના પ્રયત્નો અને અન્ય સંકેત તેની તરફ ઇશારો કરી રહ્યાં છે.
હજુ અહીંયા ઇલેક્ટ્રિક વાહનોનું બજાર પ્રારંભિક તબક્કામાં છે. અને વેચાણમાં કુલ વાહનના એક ટકાથી ઓછો હિસ્સો આ વાહનનો છે. આ વાહનોમાં હજુ ટુ-વ્હિલરનો દબદબો છે. જે કુલ ઈલેક્ટ્રિક વાહનોના વેચાણના ૯૫ ટકા છે. રિપોર્ટમાં ભારતમાં ટ્રાન્સ્પોર્ટેશન સંબંધિત ઈન્ફાસ્ટ્રક્ચર માટે ઇલેક્ટ્રિક વાહનોને ક્રાંતિકારી માનવામાં આવ્યું છે, પરંતુ સાથે જ ઝડપી ગતિથી ચાર્જિગ સુવિધા વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂકાયો છે. રિપોર્ટ મુજબ, ચાર્જિગ સંબંધિત ઈન્ફાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ ઇલેક્ટ્રિક બજારની દિશા નક્કી કરશે.

Related posts

રિટર્ન દાખલ ન કરનાર ૭૦૦ પીએફ ટ્રસ્ટની સામે કાર્યવાહી

aapnugujarat

અઝીમ પ્રેમજી દેશના સૌથી જંગી આવક મેળવનારા પ્રમોટર બન્યા

aapnugujarat

शेल कंपनियो के डायरेक्टर्स पर हो सकती है सख्त कार्रवाई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1