Aapnu Gujarat
બિઝનેસ

અઝીમ પ્રેમજી દેશના સૌથી જંગી આવક મેળવનારા પ્રમોટર બન્યા

દેશના જાણીતા ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજી જે વિપ્રોના કર્તાહર્તા છે તેમણે વધુ એક સિદ્ધિ મેળવી છે અને તેઓ દેશના સૌથી કેશરિચ એટલે કે સૌથી સમૃદ્ધ પ્રમોટર તરીકે જાહેર થયા છે અને અનિલ અગ્રવાલ બીજા નંબરે રહ્યા છે.
અઝીમ પ્રેમજી, શિવ નાદર અને ઈન્ફોસિસના ફાઉન્ડરો પણ આ દેશમાં સૌથી વધુ કેશરિચ પ્રમોટર તરીકે જાહેર થયા છે. ત્રણ ટેક્નોલોજી કંપનીના પ્રમોટરોએ ટોટલ રૂા.૨૦,૦૦૦ કરોડની ઈન્કમ ઈક્વિટી, ડિવિડન્ડ અને શેર બાયબેક દ્વારા કરી છે અને છેલ્લા ત્રણ વર્ષમાં આ સિિદ્ધિ હાંસલ કરી છે અને એમની પાસે જંગી રોકડ છે.
એમની કુલ કેશ અનિગમાં શેર બાયબેકનો હિસ્સો ૫૬.૫ ટકા રહ્યો છે. જ્યારે વ્યિક્ત પ્રમોટરોમાં અઝીમ પ્રેમજી સૌથી ટોપ પર રહ્યા છે અને તેમની કેશ આવક રૂા.૧૦,૧૧૫ કરોડ છે રહી છે અને આ તેમણે ઈક્વિટી, ડિવિડન્ડ અને શેર બાયબેક મારફત મેળવી છે અને છેલ્લા ત્રણ વર્ષમાં અઝીમ પ્રેમજીએ આ સિદ્ધિ હાંસલ કરી છે.
આમ તો પાછલા કેટલાક માસમાં શેરબજારમાં ઘણાનું ધોવાણ થયું છે પરંતુ ટેક્નોલોજી કંપનીઓના આ પ્રમોટરો ભાગ્યવાન રહ્યા છે અને એમણે જોરદાર અનિગ કર્યું છે. ગયા વર્ષે પણ મોટાભાગે ટેક્નોલોજી કંપનીઓ કેશરિચ પ્રમોટરના લિસ્ટમાં રહી હતી અને આ વખતે પણ એવું જ થયું છે અને અઝીમ પ્રેમજી દેશના સૌથી કેશરિચ પ્રમોટર જાહેર થયા છે.

Related posts

जेट एयरवेज को बचाने की जंग लड़ेगी निधि चापेकर

aapnugujarat

સુરતના રંગબેરંગી ચળકતા ડાયમંડની દુનિયાભરમાં ડિમાન્ડ વધી

editor

ऑफलाइन सेगमेंट में कदम रख सकता हैं फ्लिपकार्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1