Aapnu Gujarat
બિઝનેસ

રિટર્ન દાખલ ન કરનાર ૭૦૦ પીએફ ટ્રસ્ટની સામે કાર્યવાહી

એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશને (ઇપીએફઓ) પોતાની ક્ષેત્રિય ઓફિસોથી એવા ૭૦૦ ભવિષ્યનિધિ ટ્રસ્ટોની સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપી દીધી છે જે ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન રિટર્ન દાખલ કરવામાં આવ્યા નથી. ઇપીએફઓએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશનના લોકોએ આની ગંભીર નોંધ લીધી છે. અને એવું જાણવા મળ્યું છે કે, ૭૦૦થી વધારે ખાનગી એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા (પીએફ ટ્રસ્ટ) દ્વારા ઓનલાઈન રિટર્ન દાખલ કરવામાં આવ્યા નથી. કર્મચારીઓના હિતોને ધ્યાનમાં લઇને કેન્દ્રિય ભવિષ્યનિધિ કમિશનરે પોતાના દેશભરમાં ફેલાયેલી ઓફિસોને આ સંદર્ભમાં સૂચના આપી દીધી છે. આ પ્રકારની તમામ સંસ્થાઓ દ્વારા ઓનલાઈન રિટર્ન દાખલ કરવાની ખાતરી કરવાના તમામ પ્રયાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. આનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. ઇપીએફઓએ આ ટ્રસ્ટોને એમ પણ કહ્યું છે કે, તેઓ પોતાના ૮૪ લાખ સભ્યોને એસએમએસ, ઇમેઇલ અને મોબાઇલ ઇ-પાસબુક મારફતે પીએફ યોગદાન અંગેની માહિતી આપવા કહેવામાં આવ્યું છે. બે દિવસની અંદર જ આની માહિતી આપવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ઇપીએફઓ વર્ષ ૨૦૧૪માં ખાનગી એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ટ્રસ્ટો માટે ઓનલાઈન રિટર્ન દાખલ કરવાની બાબતને ફરજિયાત કરી દીધી હતી. આ ખાનગી ટ્રસ્ટ કર્મચારીઓની ભવિષ્યનિધિ રકમની જવાબદારી પોતે અદા કરે છે. જો કે, આ મામલામાં તમામ શર્ત અને લાભને હાસલ કરવાની બાબત ઉપયોગી હોય છે.

Related posts

ગ્રાહકોના જોરે પ્રીમિયમ કારની માંગ વધી

aapnugujarat

૧૦ કંપનીઓ પૈકીની ૭ની મૂડી ૨૬,૯૭૧ કરોડ ઘટી

aapnugujarat

કેરી ઉત્પાદનના મામલામાં ભારત દુનિયાનો સરતાજ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1