Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જીએસટીના સ્લેબમાં ઘટાડો કરવામાં આવી શકે : જેટલી

નાણામંત્રી અરુણ જેટલીએ આજે સંકેત આપ્યો હતો કે, જીએસટી સ્લેબમાં ઘટાડો કરવા માટે અવકાશ છે. આમા ઘટાડો કરવામાં આવી શકે છે પરંતુ રેવેન્યુની બાબત મુખ્યરીતે આધાર રાખે છે. એક કાર્યક્રમમાં બોલતા જેટલીએ કહ્યું હતું કે, અમે દરેક પગલા પાછળ સુધારાની જગ્યા રાખી રહ્યા છે. પરિસ્થિતિ મુજબ આમા સુધારા કરવામાં આવશે. નાના કરદાતાઓની જ્યાં સુધી વાત છે તેમના ઉપર બોજને ઘટાડવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે. જેટલીએ અન્ય મુદ્દાઓ ઉપર પણ વિસ્તારપૂર્વક વાત કરી હતી. જેટલીના કહેવા મુજબ એક વખતે રેવેન્યુમાં નોંધપાત્ર સુધારો થયા બાદ સ્લેબમાં ઘટાડો કરવા જેવા વધુ મોટા સુધારા અંગે વિચારણા કરવામાં આવશે પરંતુ હાલમાં આવી કોઇ યોજના નથી. હાલમાં જીએસટી ચાર સ્લેબ ધરાવે છે જેમાં ઝીરોથી લઇને ૨૮ ટકા સુધીની રેંજમાં રેટના ચાર સ્લેબ સામેલ છે. અરુણ જેટલીએ કહ્યું છે કે, જે લોકો દેશના વિકાસની વાત કરી રહ્યા છે તેમને જરૂર પડવાની સ્થિતિમાં આની કિંમત પણ ચુકવવી પડશે. વિકાસ માટે પૈસાની જરૂર પડે છે. જો કે, આ નાણા ખુબ જ ઇમાનદારીપૂર્વક ખર્ચ કરવામાં આવશે. નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ એક્સાઇઝ એન્ડ નાર્કોટિક્સના સ્થાપના દિવસના પ્રસંગે જેટલીએ કહ્યું હતું કે, રેવેન્યુ ગવર્નન્સની લાઇફલાઈન સમાન છે. આના મારફતે જ દેશને વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્રમાં ફેરવી શકાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આવા સમાજમાં કરદાતાઓ ન હોવાની ચિંતા કરવામાં આવતી નથી. અહીં હવે લોકો સમયની સાથે ટેક્સ માટે આગળ આવી રહ્યા છે. આજ કારણસર કરવેરાઓને એક કરી દેવામાં આવ્યા છે. એક વખતે ફેરફાર અમલી બની ગયા પછી અમારી પાસે સુધારાઓ માટે અવકાશ રહેશે. જેટલીએ ઉમેર્યું હતું કે, ટેક્સની જાળવામાં લોકોને લાવવા માટે ટેક્સ વિભાગના અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી ચુકી છે પરંતુ એવા લોકો ઉપર બિનજરૂરી દબાણ લાવવામાં આવશે નહીં. જે લોકો આની હદમાં આવતા નથી તેમને જાળમાં લાવવાના પ્રયાસ થશે નહીં. ભારતમાં પરોક્ષ કરવેરામાં વધારો થઇ રહ્યો છે. અર્થતંત્ર પણ ગ્રોથમાં છે. પ્રત્યક્ષ કર પ્રભાવશાળી વર્ગના લોકો તરફથી આપવામાં આવે છે જ્યારે પરોક્ષ કરવેરાનો બોજ તમામ ઉપર પડે છે જેથી નાણાંકીય નીતિઓમાં જરૂરી ચીજો ઉપર સૌથી ઓછા ટેક્સ લાગૂ કરવામાં આવ્યા છે. જેટલીનું કહેવું છે કે, એક એવો સમય હતો જ્યારે સિવિલ સર્વિસ એલિટ સર્વિસ તરીકે ગણવામાં આવતી હતી. હવે સામાજિક અને ભૌગોલિક સરહદો ખતમ થઇ રહી છેજે ભારતીય સમાજમાં આવેલા મોટા ફેરફારના સંકેત તરીકે છે. આના પરિણામ સ્વરુપે સેવાઓના સામાજિક અને આર્થિક વિકાસ થયા છે.

Related posts

देश में कोरोना का कहर जारी : 24 घंटे में मिले 47,905 नए संक्रमित

editor

युपी में कठुआ कांड : ८ साल की बच्ची का रेप कर के हत्या

aapnugujarat

આજે ખેડૂતોનું ભારત બંધનું એલાન

editor

Leave a Comment

UA-96247877-1