Aapnu Gujarat
બિઝનેસ

કેરી ઉત્પાદનના મામલામાં ભારત દુનિયાનો સરતાજ

કેરીને ફળોનો રાજા કહેવાય છે. એટલે જ તો દુનિયા તેની દિવાની છે, પરંતુ ભાગ્યે જ કોઈ જાણતુ હશે કે, દુનિયામાં સૌથી વધારે કેરીનું ઉત્પાદન ક્યાં થાય છે. એટલે જ આજે અમે તમને જણાવી શું એ ૯ મોટા દેશો વિશે, જ્યાં સૌથી વધારે કેરીનું ઉત્પાદન થાય છે. તો જોઈએ કે કેરીની પેદાશના મામલામાં નંબર વન પર કયો દેશ છે.બાંગ્લાદેશને કેરી ઉત્પાદન કરતા દેશોમાં નવમા નંબર પર ગણવામાં આવે છે. બાંગ્લાદેશ દર વર્ષે ૧૧.૫ લાખ ટનથી વધારે કેરી પેદા કરે છે.મિસ્ર-આફ્રિકી મહાદ્વીપમાં મિસ્ર કેરી ઉત્પાદન કરતો મહત્વનો દેશ છે. અહીં દર વર્ષે ૧૨.૫ લાખ ટન કેરી પેદા થાય છેબ્રાઝિલમાં દર વર્ષે ૧૪.૫ લાખ ટન કેરી પેદા થાય છે. અમેરિકા અને યૂરોપના કેટલાએ દેશોમાં બ્રાઝિલમાંથી કેરી મંગાવવામાં આવે છે.
પાકિસ્તાન – કેરીની પેદાવારના મામલામાં દુનિયાભરમાં પાકિસ્તાનનો છઠ્ઠો નંબર છે. અહીં દર વર્ષે ૧૫ લાખ ટન કેરી થાય છે, જેમાં કેટલીએ પ્રકારની કેરી છે. દુનિયામાં સૌથી વધારે મુસ્લિમ આબાદીવાળઓ દેશ ઈન્ડોનેશિયા પણ અગ્રણી કેરી ઉત્પાદન દેશોમાં સામેલ છે. અહીં દર વર્ષે ૨૧ લાખ ટન કેરી થાય છે.મધ્ય અમેરિકન દેશ મેક્સિકોમાં દર વર્ષે લગભગ ૨૨ લાખ ટન કેરી પેદા થાય છે. કેટલાએ દેશોમાં તે કેરી નિકાસ કરે છે.કેરીના મોટા ઉત્પાદકોમાં દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશ થાઈલેન્ડનો ત્રીજો નંબર છે અને તે વર્ષે ૩૪ લાખ ટન કેરી પેદા કરે છે.ચીન દુનિયામાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે, જે કેરીના ઉત્પાદનમાં બીજા નંબર પર છે. ચીન દર વર્ષે ૪૭ લાખ ટન કેરી પેદા કરે છે.કેરીના ઉત્પાદનના મામલામાં ભારત દુનિયાનો સરતાજ છે. ભારત દર વર્ષે ૧.૮૭ કરોડ લાખ ટન કેરી પેદા કરે છે. ભારત દુનિયાના ૪૧ ટકા કેરીનું ઉત્પાદન કરે છે. એટલું જ નહીં, ૫૦ દેશોને ૫૨૭૬.૧ કરોડ ટન કેરી એક્સપોર્ટ કરે છે.

Related posts

૧૦ પૈકીની પાંચની માર્કેટ મૂડી ૨૬૬૪૧ કરોડ ઘટી

aapnugujarat

HDFC ने गृह फाइनेंस में 4.22 प्रतिशत हिस्सेदारी 899 करोड़ रुपए में बेची

aapnugujarat

Sensex jumps high by 792.96 points and Nifty closes at 11057.85

aapnugujarat

Leave a Comment

UA-96247877-1