Aapnu Gujarat
બિઝનેસ

૧૦ પૈકીની પાંચની માર્કેટ મૂડી ૨૬૬૪૧ કરોડ ઘટી

છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોપની ૧૦ કંપનીઓ પૈકીની પાંચ કંપનીઓની માર્કેટ મુડીમાં સંયુક્ત રીતે ૨૬૬૪૧.૪૮ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. દેશની સૌથી મોટી બેંકો પૈકીની એક એવી એસબીઆઇની માર્કેટ મુડીમાં સૌથી વધુ ઘટાડો આ ગાળા દરમિયાન થયો છે. અન્ય જે કંપનીઓની માર્કેટ મુડીમાં ઘટાડો થયો છે તેમાં ટીસીએસ, આઇટીસી, ઓએનજીસી અને એચડીએફસી બેંકનો સમાવેશ થાય છે. બીજી બાજુ આરઆઇએલ, મારૂતિ સુઝુકી, એચડીએફસી, ઇન્ફોસીસ અને એચયુએલની માર્કેટ મુડીમાં વધારો થયો છે. નવેસરના આંકડા દર્શાવે છે કે એસબીઆઇની માર્કેટ મુડીમાં ૧૧૬૯૬.૪૪ કરોડનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મુડી ઘટીને ૨૨૬૬૩૪.૫૭ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે ટીસીએસની માર્કેટ મુડી પણ ૭૬૧૮.૮૭ કરોડ ઘટીને હવે ૫૮૧૩૮૮.૨૮ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે આઇટીસીની માર્કેટ મુડી ૬૫૩૫.૬૯ કરોડ ઘટીને ૩૨૧૫૨૧.૬૨ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે ઓએનજીસીની માર્કેટ મુડી ઘટીને હવે ૨૪૩૨૫૩.૯૭ કરોડ થઇ ગઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મુડીમાં પણ ઉલ્લેખનીય ઘટાડો થયો છે. બીજી બાજુ છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન આરઆઇએલની માર્કેટ મુડી ૮૬૭૭.૭૬ કરોડ રૂપિયા વધીને હવે ૬૦૦૩૮૫.૫૦ કરોડ થઇ ગઇ છે. મારૂતિ સુઝુકીની માર્કેટ મુડી આ ગાળા દરમિયાન ૫૧૫૯.૫૩ કરોડ વધીને ૨૬૮૧૨૯.૨૮ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે એચડીએફસીની માર્કેટ મુડી પણ ૩૮૧૯.૫૬ કરોડ રૂપિયા વધીને હવે ૨૯૯૯૨૩.૧૬ કરોડ રૂપિયા થઇ ગઇ છે. ઇન્ફોસીસ અને એચયુએલની માર્કેટ મુડીમાં ક્રમશ ૧૦૦૪.૬૯ કરોડ અને ૫૭૩.૫૯ કરોડ સુધી વધી ગઇ છે. માર્કેટ મુડીની દ્રષ્ટિએ આરઆઇએલ હજુ પણ પ્રથમ સ્થાને છે. ટીસીએસ બીજા ક્રમાંક પર છે.
શુક્રવારના દિવસે ધુળેટીના કારણે રજા રહી હતી. જ્યારે ગુરૂવારના દિવસે એટલે કે પહેલી માર્ચના દિવસે શેરબજારમાં મંદી અકબંધ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૩૭ પોઇન્ટ ઘટીને ૩૪૦૪૭ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૩૪ પોઇન્ટ ઘટીને ૧૦૪૫૮ની નીચી સપાટીએ રહ્યો હતો.ગયા સપ્તાહમાં ફ્લેગશીપ સેંસેક્સમાં ૯૫ પોઇન્ટનો ઘટાડો થયો હતો. અથવા તો ૦.૨૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. હાલમાં જારી આર્થિક આંકડામાં ભારતનો ફિસ્કલ ડેફિસિટનો આંકડો એપ્રિલ-જાન્યુઆરી માટે ૬.૭૭ ટ્રિલિયન રૂપિયા અથવા તો ૧૦૩.૭૨ અબજ ડોલર રહ્યો હતો. માર્ચ મહિનામાં પૂર્ણ થતાં નાણાંકીય વર્ષ માટે નક્કી કરવામાં આવેલા મૂળભૂત ટાર્ગેટમાં ૧૧૩.૭ ટકાની આસપાસનો છે. હવે આવતીકાલથી શરૂ થતા સત્ર દરમિયાન કંપનીઓ વચ્ચે માર્કેટ કેપને લઇને સ્પર્ધા રહેશે.

Related posts

ડિજિટલ ફાઈનાન્સ કંપનીઓને આધાર KYC મંજુરી મળશે

aapnugujarat

મોબાઇલ વોઇસકોલ્સ સસ્તા થવાનાં એંધાણ

aapnugujarat

સેંસેક્સ ૧૭૪ અને નિફ્ટીમાં ૪૭ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1