Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ચૂંટણી પરિણામો ભાજપ તરફી રહેતાં આવતીકાલથી બજારમાં તેજીનાં એંધાણ

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સપ્તાહ દરમિયાન તેજી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ તેની સીધી અસર બજાર પર થશે. ભાજપના નેતૃત્વમાં એનડીએ દ્વારા જોરદાર દેખાવ ચૂંટણીમાં કરવામાં આવ્યા બાદ તેની અસર નવા કારોબારી સત્ર અને દલાલ સ્ટ્રીટ પર જોવા મળી શકે છે. ઉત્તરપૂર્વમાં કમળ ખિલ્યા બાદ તેની અસર બજારમાં હકારાત્મક રીતે રહેશે. અન્ય કેટલાક પરિબળોની અસર પણ થનાર છે. જેમાં વૈશ્વિક પરિબળો, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ઓર્ડર અને માઇક્રો ઇકોનોમિક પરિબળોની અસર થનાર છે. એફઆઇઆઇ વેચવાલી અને પીએનબી ફ્રોડની અસર પણ જોવા મળનાર છે. હાલમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપની જીતની અસર બજાર પર સારી અસર કરી શકે છે. આવતીકાલના દિવસે જ ફેબ્રુઆરી ૨૦૧૮માં ભારતના સર્વિસ સેક્ટરના દેખાવ પર માસિક સર્વેના પરિણામ પણ જાહેર કરવામાં આવનાર છે. બીજી બાજુ અનેક સેન્ટ્રલ બેંક રીઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા,બેંક ઓફ કેનેડા, ઇસીબી અને બેંક ઓફ જાપાન દ્વારા આગામી સપ્તાહમાં તેમના પોલીસી નિર્ણયની જાહેરાત કરવામાં આવનાર છે. ઇસીબી અને બેંક ઓફ જાપાન તેમના રેટ યથાવત રાખી શકે છે. ઇક્વિટી, ફોરેક્સ અને કોમોડિટી માર્કેટમાં શુક્રવારના દિવસે રજા રહી હતી. ગયા બુધવારના દિવસે જારી કરાયેલા આંકડામાં વર્ષ ૨૦૧૭-૧૮ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ૬.૫ ટકા રહ્યો હતો. આ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક અને અન્ય વૈશ્વિક કારણોસર દેશનો જીડીપી ગ્રોથ રેટ ઓછો રહેવાનો અંદાજ હતો. જીડીપી જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં ૬.૩ ટકા સુધી રહ્યો હતો. એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં તેમાં ઉછાળો નોંધાયો હતો. તે પહેલા ૭.૫ ટકાનો આંકડો રહ્યો હતો. સાતમી ફેબ્રુઆરીના દિવસે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. મોંઘવારી વધવાના છ કારણ પણ દર્શાવવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલા અને ફાળવણી સારા સંકેત હોવાની વાત આમા કરવામાં આવી હતી. તેની ડિસેમ્બર સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા હતો.

Related posts

સેમસંગની આવક વધી પણ ચાઈનીઝ હરીફોને લીધે નફો ૧૧% ઘટ્યો

aapnugujarat

पैराडाइज पेपर्स : ७१४ भारतीयों के नाम खुले

aapnugujarat

રેપોરેટ યથાવત રહેતા EMI નહીં ઘટે તેવા સંકેતો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1