Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૧૭૪ અને નિફ્ટીમાં ૪૭ પોઈન્ટનો ઘટાડો

ડોલર સામે રૂપિયો ૪૯ પૈસા ઘટ્યો
શેરબજારમાં આજે ફરી એકવાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. ઓગસ્ટ એફ એન્ડ ઓની પૂર્ણાહૂતિ આવતીકાલે થઇ રહી છે ત્યારે અમેરિકી ડોલર સામે રૂપિયો ૭૦.૫૧ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો. બીએસઈ સેંસેક્સ ૧૭૪ પોઇન્ટ ઘટીને ૩૮૭૨૩ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૪૭ પોઇન્ટ ઘટીને ૧૧૬૯૨ની નીચી સપાટીએ રહ્યો હતો.
સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ૦.૩૭ ટકા ઘટીને નીચી સપાટીએ રહ્યો હતો. ઇન્ફોસીસ અને અન્ય શેરમાં મોટો કડાકો બોલી ગયો હતો. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં પણ ૦.૧૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં પણ ઘટાડો રહ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ડોલરનું વેચાણ કરે તેવી શક્યતા છે. મૂડીરોકાણકારોએ હવે જીડીપીના આંકડાને લઇને રાહ જોઈ રહ્યા છે. જૂન ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા ૩૧મી ઓગસ્ટના દિવસે જારી કરવામાં આવનાર છે.
એશિયન શેરબજારમાં આજે અફડાતફડી જોવા મળી હતી. જાપાની શેરમાં પણ પ્રવાહી સ્થિતિ જોવા મળી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રૂપિયાની મુવમેન્ટ ઉપર નજર રાખે છે. ઘર આંગણે ડોલરની સામે રૂપિયાની હાલત હાલ કફોડી બનેલી છે. ગુરુવારના દિવસે એફએન્ડઓ અવધિ પૂર્ણ થશે. માઇક્રો મોરચે પણ નવા આંકડા જારી કરવામાં આવનાર છે. જૂન ત્રિમાસિક ગાળા માટે જીડીપીના આંકડા શુક્રવારે જારી કરાશે. કેટલાક નિષ્ણાતો કહી રહ્યા છે કે, જીડીપીનો આંકડો ૭.૬ ટકા રહી શકે છે. ૩૧મી માર્ચ ૨૦૧૮ના દિવસે પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથનો આંકડો ૭.૭ ટકા રહ્યો હતો. જુલાઈ ફિસ્કલ ડેફિસિટના આંકડા શુક્રવારના દિવસે જારી કરાશે. તે દિવસે જુલાઈ મહિના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા પણ જારી કરવામાં આવનાર છે. આરબીઆઈના ફોરેક્સ રિઝર્વના ડેટા પણ શુક્રવારના દિવસે જારી કરાશે જેની રૂપિયા ઉપર સીધી અસર જોવા મળી શકે છે .ડીએચએફએલ દ્વારા તેના બિઝનેસને વધારવા માટે મૂડી ઉભી કરવામાં આવનાર છે. કંપની ખાનગી પ્લેસમેન્ટના આધાર પર બોન્ડ જારી કરીને ૨૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે. આવી જ રીતે પાવરગ્રીડનું કહેવું છે કે તે બોન્ડ અથવા તો ડિબેન્ચર મારફતે ૨૦૦૦૦ કરોડ ઉભા કરવા શેર હોલ્ડરોની મંજુરી મેળવશે. તેની વાર્ષિક જનરલ બેઠક ૧૮મી સપ્ટેમ્બરના દિવસે મળનાર છે. ગઇકાલે મંગળવારે સેંસેક્સ ૨૦૩ પોઇન્ટ ઉછળીને ૩૮૮૯૭ની સપાટીએ પહોંચ્યો હતો.નિફ્ટી ગઇકાલે ૪૭ પોઇન્ટ ઉછળીને ૧૧૭૩૯ની સપાટીએ રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડોલર સામે રૂપિયો આજે તીવ્ર દબાણ હેઠળ રહ્યો હતો. કારોબારના અંતે રૂપિયો ૪૯ પૈસા ઘટીને બંધ રહેતા ખળભળાટ મચી ગયો હતો. ડોલર સામે રૂપિયો ઘટીને ૭૦.૫૯ની રેકોર્ડ નીચી સપાટીએ બંધ રહ્યો હતો. અમેરિકી ડોલર માટેની જોરદાર માંગણી જોવા મળી હતી. ડોલર માટેની માંગણી બેંકો અને આયાતકારો તરફથી અવિરત રહી હતી. બેંકો અને આયાતકારો તરફથી ડોલર માટેની માંગણી અકબંધ રહી હતી. ઓઇલ રિફાઈનરી માટેની માંગ અકબંધ રહી હતી. ક્રૂડ ઓઇલની ઉંચી કિંમત જોવા મળી રહી છે. ડોલર સામે રૂપિયો અકબંધ રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આયાતકારો તરફથી મહિનાના અંતમાં ડોલર તરફથી અવિરત માંગ જોવા મળે છે.
ક્રૂડ ઓઇલની કિંમતમાં પણ છેલ્લા કેટલાક સેશનમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધારો થઇ રહ્યો છે. આના પરિણામ સ્વરુપે રૂપિયા ઉપર દબાણ આવી રહ્યું છે. ભારતના જીડીપીના આંકડા અને ફિસ્કલ ડેફિસિટના આંકડા શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. રૂપિયા માટેની નજીકની ટર્મ રેન્જ ૭૦.૨૦ સુધી રહી શકે છે. ડોલર આજે મજબૂત થયો હતો. અમેરિકા-મેક્સિકો વેપાર સમજૂતિના પરિણામ સ્વરુપે રાહત થઇ છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપારને લઇને ખેંચતાણનો હાલમાં અંત આવે તેવા કોઇ સંકેત દેખાઈ રહ્યા નથી. વેપાર ડેફિસિટમાં તીવ્ર વધારો થતાં રૂપિયા પર તેની અસર થઇ છે. સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં બે દિવસથી ચાલતી તેજી પર આજે બ્રેક મુકાઈ હતી. ઇન્ડેક્સ હેવીવેઇટમાં પ્રોફિટ બુકિંગની સ્થિતિ જોવા મળી હતી. રિલાયન્સ, એચડીએફસી અને ઇન્ફોસીસ સહિતના શેરોમાં ઉછાળો નોંધાયો હતો. સેંસેક્સમાં આજે ઘટાડો રહ્યો હતો. સેંસેક્સ આજે ૧૭૪ પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો.

Related posts

गुटनिरपेक्ष देशों के सम्मेलन में मोदी भाग नहीं लेंगे

aapnugujarat

અયોધ્યા-કાશી છોડો, પહેલા જામા મસ્જિદ તોડો : સાક્ષી મહારાજ

aapnugujarat

Sensex drops by 553.82 points and Nifty closes at 11843.75

aapnugujarat

Leave a Comment

UA-96247877-1