Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

આવતીકાલે આફ્રિકા-ભારત વચ્ચે ચોથી વનડે મેચને લઇ ઉત્સુકતા

જોહાનીસબર્ગના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે છ વનડે મેચોની શ્રેણીની ચોથી મેચ રમાનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શરૂઆતની ત્રણેય મેચો જીતીને શ્રેણીમાં ૩-૦ની લીડ ધરાવે છે. વિરાટ સેના વિજયરથને આગળ વધારવા સંપૂર્ણપણે તૈયાર છે. આ મેચ જીતી ભારતીય ટીમ શ્રેણી જીતી લેવા માટે સજ્જ છે. ભારતીય ખેલાડીઓના ફોર્મને જોતા આ મેચ પણ ભારત જીતી લેશે તેમ માનવામાં આવે છે. જો કે આફ્રિકાની છાવણીને રાહત થઇ છે. કારણ કે તેના સૌથી શક્તિશાળી ખેલાડી એબી ડિવિલિયર્સની વાપસી થઇ ગઇ છે. વિરાટ કોહલી ધરખમ ફોર્મમાં ચાલી રહ્યો છે છતાં પણ ભારતીય ટીમને સાવધાન રહેવાની જરૂર પડશે. કારણ કે, ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં આફ્રિકાએ ભારત ઉપર જીત મેળવી હતી. રહાણે, વિરાટ કોહલી, શિખર ધવન ફોર્મ મેળવી ચુક્યા છે પરંતુ રોહિત શર્મા પાસેથી અપેક્ષા મુજબની બેટિંગ હજુ જોવા મળી નથી. અત્રે નોંધનીય છે કે સાતમી ફેબ્રુઆરીના દિવસે કેપટાઉન ખાતે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે આફ્રિકા પર ૧૨૪ રને ભવ્ય જીત મેળવી હતી. આની સાથે જ વનડે શ્રેણીમાં ૩-૦ની નિર્ણાયક લીડ મેળવ લીધી હતી. વિરાટ કોહલીએ ફરી એકવાર વિરાટ બેટિંગ કરીને શાનદાર ૧૬૦ રન ફટકાર્યા હતા. ત્યારબાદ કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલે જોરદાર બોલિંગ કરીને પોતાની ટીમને જીત અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૫૦ ઓવરમાં છ વિકેટે ૩૦૩ રનનો જુમલો ખડક્યો હતો. ત્યારબાદ આફ્રિકાની ટીમ ૪૦ ઓવરમાં ૧૭૯ રન કરીને આઉટ થઇ ગઇ હતી. ચહેલે ૪૬ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. કુલદીપે ૨૩ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલીએ ૧૫૯ બોલમાં ૧૨ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૬૦ રનની ઇનિગ્સ રમી હતી. તે પહેલા ચોથી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયન ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને કચડી નાંખીને શાનદાર જીત મેળવી હતી. આફ્રિકાની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી ન હતી અને ૩૨.૨ ઓવરમાં જ માત્ર ૧૧૮ રનમાં પેવેલિયન ભેગી થઇ હતી. જવાબમાં ભારતીય ટીમે જોરદાર બેટિંગ કરીને ૨૦.૩ ઓવરમાં જ ચેમ્પિયનની જેમ બેટિંગ કરતા એક વિકેટે ૧૧૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. શિખર ધવન ૫૬ બોલમાં નવ ચોગ્ગા સાથે ૫૧ રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે વિરાટ કોહલી ૫૦ બોલમાં ૪૬ રન બનાવીને અણનમ રહ્યો હતો. પ્રથમ વિકેટ ભારતે ૨૬ રને ગુમાવી દીધી બાદ બીજી કોઇ વિકેટ પડી ન હતી. મેન ઓફ દ મેચ તરીકે યુજવેન્દ્ર ચહેલની પસંદગી કરવામાં આવી હતી. ચહેલે તરખાટ મચાવીને ૨૨ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. આવતીકાલે રમાનારી મેચનું સાંજે ૪.૩૦ વાગ્યાથી જીવંત પ્રસારણ કરાશે.

Related posts

વિજય માલ્યાને ફટકોઃ સ્વિસ એકાઉન્ટો સીલ

aapnugujarat

सिडनी टेस्ट : मयंक की जगह रोहित की हुई वापसी, नवदीप सैनी करेंगे टेस्ट डेब्यू

editor

અમિત શાહ, ધંક્ય, જયપુર (રાજસ્થાન) દિનદયાળ સ્મારક પ્રકાશિત કરે છે…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1