Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ત્રિપલ તલાક બિલ મુસ્લિમો સામે વિશ્વાસઘાત સમાન છે : ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આજે ત્રિપલ તલાક બિલને મોટા વિશ્વાસઘાત તરીકે ગણાવીને એનડીએ સરકારની જોરદાર ઝાટકણી કાઢી હતી. તમામ પ્રકારના વાંધાઓ હોવા છતાં ત્રિપલ તલાક બિલને પસાર કરવા માટે એનડીએ સરકાર તમામ પ્રયાસ કરી રહી હોવાનો આક્ષેપ મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કર્યો છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા મૌલાના ખલીલ ઉર રહેમાને આજે કહ્યું હતું કે, ત્રિપલ તલાક બિલ એક વિશ્વાસઘાત તરીકે છે. તેમણે કહ્યું હતું કે, આ બિલને લઇને વ્યાપક વિરોધ કરવામાં આવી ચુક્યો છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ત્રિપલ તલાક બિલનો વિરોધ કરે છે. સાથે સાથે આમા રહેલી જોગવાઈઓને પણ ફગાવે છે. આમા મુસ્લિમ પુરુષો અને મહિલાઓના મૂળભૂત અધિકારો સાથે ચેડા કરવામાં આવ્યા છે. આ બિલ એક વિશ્વાસઘાત તરીકે છે. તેમણે દાવો કર્યો હતો કે, ખુબ ખોટી રીતે કાયદો બનાવવાના પ્રયાસ કરવામાં આવી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, અન્ય દેશોમાં પણ કાયદા રહેલા છે. બોર્ડે તમામ સંબંધિત વિરોધ પક્ષોને વર્તમાન સ્વરુપમાં આ બિલ પસાર કરી શકાય છે કે કેમ તે અંગે ધ્યાન આપવું જોઇએ અને સ્પષ્ટ રજૂઆત કરવી જોઇએ. ત્રિપલ તલાક બિલ લોકસભામાં પસાર કરવામાં આવી ચુક્યું છે પરંતુ રાજ્યસભાની મંજુરી મળ શકી નથી. કારણ કે, રાજ્યસભામાં ભાજપના નેતૃત્વમાં એનડીએ બહુમતિમાં નથી. બીજી બાજુ મુસ્લિમ મહિલાઓ દ્વારા પણ આને લઇને પોતાની રજૂઆત કરવામાં આવી ચુકી છે. આરોપી મુસ્લિમ પુરુષ માટે આ બિલમાં ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું છે કે, વર્તમાન સ્વરુપમાં આ બિલ તપાસની પ્રથા ઉપર પ્રતિબંધ લાવી દેશે. મૌલાના ખલીલે એમ પણ કહ્યું છે કે, આ બિલ ત્રિપલ તલાકને રોકી દેશે પરંતુ વાસ્તવિકતા એ છે કે, આ બિલ તલાકની પ્રથા પર પ્રતિબંધ લાવશે.

Related posts

ટ્રાફિક પોલીસને ફોનમાં ડિજિલૉકર દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ કે આરસી બતાવી શકાશે

aapnugujarat

ફ્રીજ, એસી, વોશિંગ મશીનોની કિંમત ૩-૪ ટકા સુધી વધી શકે

aapnugujarat

ભાડુઆત પોતાને મકાન માલિક ન સમજે : સુપ્રિમ કોર્ટ

editor

Leave a Comment

UA-96247877-1