Aapnu Gujarat
રાષ્ટ્રીય

ટ્રાફિક પોલીસને ફોનમાં ડિજિલૉકર દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ કે આરસી બતાવી શકાશે

હવે ડ્રાઈવિંગ દરમિયાન લાયસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સાથે રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. વાહનના આ બંને પુરાવાઓ સાથે રાખીને ફરવાની જરૂર નથી. તમે તમારા ફોનમાં ડિજિલૉકર દ્વારા જ ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી કે ગાડીના અન્ય ડૉક્યૂમેન્ટ્‌સ બતાવી શકો છો.
ટ્રાન્સપોર્ટ મંત્રાલયે તમામ રાજ્યોને જણાવ્યું છે કે તેઓ ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ તરીકે ડિજિલૉકર કે પરિવહન પ્લેટફોર્મ દ્વારા રજૂ કરેલ ડ્રાઈવિંગ લાયસન્સ, આરસી કે અન્ય ડૉક્યુમેન્ટ સ્વીકાર કરે. જેને કાયદેસર ગણવામાં આવશે. એટલે કે હવે તમારે કાગળના દસ્તાવેજો બતાવવાની જરૂર નહીં પડે.
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, રાજ્યોમાં ડ્રાઈવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ કે બીજા અન્ય વાહનના ડૉક્યૂમેન્ટ ઈલેક્ટ્રોનિક તરીકે ડિજિલૉકર કે પરિવહન પ્લેટફોર્મ દ્વારા રજૂ કરવા પર તેને માન્ય ગણાશે. આ મોટર વ્હિકલ એક્ટ ૧૯૮૮ અંતર્ગત કાયદેસર ગણાશે. તેને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા જારી કરેલા સર્ટિફિકેટ્‌સ તરીકે માનવામાં આવશે. તે સિવાય રાજ્યોને કહેવામાં આવ્યું કે જપ્ત દસ્તાવેજ ઈ-ચલણ સિસ્ટમ દ્વારા ઇલેક્ટ્રોનિક તરીકે પણ દર્શાવા જોઈએ.
ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના ડિજિલોકર પ્લેટફોર્મ અને એમપરિવહન મોબાઈલ એપમાં કોઈ પણ નાગરિકનું ડ્રાઇવિંગ લાયસન્સ કે આરસી ના સર્ટિફિકેટ કાઢવાની સુવિધા છે. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અધિનિયમ ૨૦૦૦ પ્રમાણે ડિજિલોકર કે એમપરિવહનમાં રાખેલા ઇલેક્ટ્રોનિક રેકૉર્ડને મૂળ દસ્તાવેજો સમાન માનવા આવશે.

Related posts

I.N.D.I.Aની આગામી બેઠક ભોપાલમાં યોજાશે

aapnugujarat

ચોકીદાર સિંહ છે,ભાજપ આ વખતે ૨૦૧૪ કરતા પણ વધુ બેઠકો જીતશે યોગી આદિત્યનાથ

aapnugujarat

GST will unify the country’s economy: PM Narendra Modi

aapnugujarat

Leave a Comment

UA-96247877-1