Aapnu Gujarat
બ્લોગ

કાશ્મીર મામલે કડક નીતિ અનિવાર્ય

કાશ્મીરની સ્થિતીને હંમેશાં બેરોજગારી સાથે જોડવામાં આવી છે. ૧૯૯૦ના દશકામાં જ્યારે કાશ્મીરીઓએ બંદૂક ઉઠાવી તો રાજનીતિજ્ઞો કહેવા લાગ્યા બેરોજગારીથી ત્રસ્ત યુવાનો મજબુરીમાં બંદૂક ઉઠાવી રહ્યાં છે. જ્યારે કાશ્મીરના યુવાનો અને સ્કૂલના બાળકો પથ્થર ઉઠાવવા લાગ્યા તો કહેવાવા લાગ્યુ કે આ તો રાહ ભટકેલા બાળકો છે. પણ ધીમે ધીમે પાકિસ્તાન, પાકિસ્તાની સેના અને તેની ખુફિયા એજન્સી આઈ.એસ.આઈના કારણે સ્થિતી એવી વકરી કે યુવાનોએ હાથમાં પથ્થરથી માંડીને બંદુકો ઉઠાવી લીધી. સુરક્ષાબળના જવાનોના ધાડા ઉતારવા પડ્યા. કોણ નથી જાણતું કે કાશ્મીરી યુવાનોના હાથમાં પથ્થરો કોણે થમાવ્યા? હુર્રિયત સાથે જોડાયેલા અલગાવવાદીઓએ પાકિસ્તાની પૈસાના બળે કુમળા બાળકોને પથ્થર ફેંકનારા દાડીયા મજૂરો બનાવી દીધા.અલગાવવાદીઓનો એકસૂત્રીય એજન્ડા માનવાધિકારોનું હનન જ બની રહ્યો. આવી અનેક સમસ્યાઓમાંથી કાશ્મીરની મુકિત માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય શાંતિની પહેલ જ હોઈ શકે. એટલે જ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની અટારીએથી વડાપ્રધાને કહ્યું હતું કે, “કશ્મીર ઘાટી કી સમસ્યા કા હલ ગાલી ઔર ગોલી સે નહીં, બલ્કિ કશ્મીરિયોં કો ગલે લગાને સે હોગા. તે બાદ જમ્મુ – કાશ્મીર મુદ્દે અત્યંત સકારાત્મક પગલું ભરતાં ભારત સરકારે, ઈન્ટેલિજન્સ બ્યૂરોના ભૂતપૂર્વ ડિરેકટર દિનેશ્વર શર્માને સરકારના પ્રતિનિધિ તરીકે નિયુકત કરીને, એ પુરવાર કરી દીધું કે ભારત સરકાર કાશ્મીર સમસ્યાના સ્થાયી સમાધાન માટે પ્રતિબધ્ધ છે.નિઃસંદેહ શ્રી શર્મા સામે અનેક મોટા પડકારો છે. જમ્મુ – કાશ્મીર રાજ્ય અનેક સમસ્યાઓથી ગ્રસ્ત છે. આતંકવાદ, હુર્રિયત જેવા પાકિસ્તાન પરસ્ત સંગઠનો, જમીન અધિગ્રહણ સમસ્યા, પાકિસ્તાની ઘુસણખોરી, ભારતીય સેનાનો વિરોધ, સોશિયલ મિડિયાને કારણે ઈસ્લામી કટ્ટરપંથીઓનો ત્યાંના યુવાનો પર સીધો પ્રભાવ વગેરે મુખ્ય છે. તેથી જ તેમનું ધ્યાન યુવાનો પર કેન્દ્રિત છે.જમ્મુ-કાશ્મીરની સૌથી મોટી સમસ્યા કલમ ૩૭૦ અને કલમ ૩૫-એની છે. ભારતીય સંવિધાનની કલમ ૩૭૦ મુજબ જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ સ્વાયતતા પ્રદાન કરવામાં આવી છે. એ જ રીતે કલમ ૩૫-એ જમ્મુ-કાશ્મીર સરકાર અને ત્યાંની વિધાનસભાને સ્થાયી નિવાસની પરિભાષા નક્કી કરવાનો અધિકાર આપે છે. હકિકતમાં કલમ ૩૫-એ કલમ ૩૭૦નો જ હિસ્સો છે. તેના કારણે કોઈ પણ બીજા રાજ્યનો નાગરિક જમ્મુ-કાશ્મીરમાં ન તો સંપતિ ખરીદી શકે છે, ન તો ત્યાંનો નાગરિક બની શકે છે. એટલું જ નહીં જમ્મુ – કાશ્મીરની કોઈ યુવતી કોઈ બહારના યુવક સાથે લગ્ન કરે તો આવી યુવતી તેનો આ રાજ્યનો અધિકાર ગુમાવે છે.કલમ ૩૫-અ અમલમાં આવી ત્યારે પંડિત નહેરુ પ્રધાનમંત્રી હતા. આ કલમ મહદઅંશે કોમવાદને ઉત્તેજન આપે છે, કાશ્મીરના મૂળ નિવાસી એવા કેટલાંક સમૂહો-સમાજોને અન્ય સમાજને મળતા હોય તેવા લાભોથી વંચિત રાખે છે. જમ્મુ-કાશ્મીર રાજ્ય બહારના કોઈપણ ભારતીયને તે રાજ્યમાં સરકારી નોકરી મેળવવાથી, ઘર કે અન્ય જંગમ સંપત્તિ ખરીદવા – મેળવવાથી, રાજ્યમાં કાયમી ધોરણે વસવાટ કરવાથી, સરકારી શિષ્યવૃત્તિ કે અન્ય લાભો મેળવવાથી પણ વંચિત રાખે છે. હવે એ કહેવાની જરુર ખરી કે એ સમાજ કયો છે? આ બંને કલમોને કારણે જમ્મુ – કાશ્મીરમાં અલગાવવાદ અને હિંસાની સમસ્યા વકરી છે. પરંતું ગાળ અને ગોળી વિનાનો સ્થાયી ઉકેલ જોઈએ છે એટલે પ્રતિનિધિ અત્યારે ત્યાં કાર્ય કરી રહ્યાં છે. નિયુકિત બાદ તેઓ રાજકીય, સમાજિક, વ્યાપારિક, વિદ્યાર્થી, બુદ્ધિજીવી જેવા ચાલીસેક સંગઠનો સાથે મુલાકાત કરી ચુકયા છે અને આ બધી સમસ્યાઓના હલ માટે વાર્તાલાપ કરી ચૂક્યા છે. કાશ્મીરના તમામ રાજકીય પક્ષો, જે મુખ્યધારાથી લઈને સ્થાનિક ખેમાઓ સુધી વિભાજિત થયેલાં છે તેઓ પણ કેન્દ્રના આ પગલાંથી અત્યંત આશાવાદી બન્યા છે. હુર્રિયત કોન્ફરન્સ અને અન્ય અલગવવાદી સંગઠનો કૂતરાંની પૂંછડી વાંકી અને મિંયાની ટંગડી ઉંચી જેવી કહેવતો સાર્થક કરીને મળ્યા નથી એ પણ વિચારણીય બાબત છે.શાંતિની પહેલ માટે કેન્દ્ર સરકારે એ યુવાનો પર લાગેલાં કેસો પાછા ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે, જેઓ બહેકાવામાં આવીને પહેલીવાર પથ્થરબાજી કરતાં હતાં. યુવાનોનાં વિકાસ માટે અનેક પ્રકારની નેશનલ ટુર્નામેન્ટ્‌સનું આયોજન થાય છે. કાશ્મીરના કેટલાક સંગઠનોએ પથ્થરબાજો વિરુદ્ધ લાગ્‌ોલા કેસોને પાછા લેવાની માંગ કરી હતી. કોઈ પણ સરકાર ન જ ઈચ્છે કે સ્કૂલના બાળકોથી માંડીને યુવાનોને જેલોમાં કે સુધારગૃહોમાં રાખવા પડે. તેમને મુખ્યધારામાં સામેલ થવાનો અવસર આપવો જ જોઈએ. એ અવસર ઉભો કરવા માટે આ નવનિયુકત પ્રતિનિધિ વિશેષ પ્રયત્નો કરી રહ્યાં છે. તેમની પાસે સ્થાનિક કાશ્મીરીઓથી માંડીને સમગ્ર દેશને ખૂબ મોટી આશા છે. ખાસ કરીને કલમ ૩૭૦ અને ૩૫-છ જમ્મુ – કાશ્મીરમાં ગંભીર સમસ્યાઓ ઊભી કરી રહી છે. તેથી તેને સંપૂર્ણપણે નાબૂદ કરવી જ રહી. અત્યાર સુધી પાંચ હજાર જેટલાં પથ્થરબાજો પરના કેસ પાછા ખેંચાયા છે અને હજુ વધુ પાછા ખેંચાવા જોઈએ. જમીન, ઘર ખરીદ-વેચાણના નિયમો હળવા થાય, આતંક છોડીને પરત ફરેલા યુવાનોના પુનર્વસનની વ્યવસ્થા અને સેના દ્વારા તેમની સાથે નરમ વલણ. જો કે યુવાનોને ગુમરાહ કરીને કાશ્મીરને નર્ક બનાવતા ખુંખાર આતંકવાદીઓના સફાયા માટેનું સુરક્ષાબળનું ‘ઓપરેશન ઓલ આઉટ’ પણ ચાલુ રહે એ જરુરી છે.
આશા રાખીએ કે પ્રતિનિધિ જે કંઈ પ્રયત્નો કરી રહ્યાં છે અને આગળ કરશે તે આ સંવેદનશીલ રાજ્ય માટે ફળદાયી નીવડે. તેમનું ‘મિશન કાશ્મીર’ કાશ્મીરને ફરી સ્વર્ગ બનાવશે..!ભારત માટે કાશ્મીર એક જમીનનો ટુકડો નથી. ભારત માટે કાશ્મીર દેશની ઓળખ સાથે જોડાયેલો અભિન્ન હિસ્સો છે. કાશ્મીર મજહબી રાહે જોનારા પાડોશી દેશ માટે તે એક જમીનનો ટુકડો છે કે જે તેમણે ૧૯૪૭માં પાકિસ્તાન તરીકે મેળવ્યો છે. પાકિસ્તાની આતંકવાદ અને હિંસાવાદથી ત્રસ્ત કાશ્મીર ભારત માટે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ વ્યૂહાત્મક રીતે પણ ખૂબ જ નિર્ણાયક છે.જમ્મુ-કાશ્મીરનો મજહબી આતંકવાદ ભારત કોઈપણ હિસાબે ચલાવી શકે નહીં. જેવી રીતે ભારતે દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતને ૧૯૪૭માં નામંજૂર કર્યો હતો, તેવી જ રીતે ભારતે પાકિસ્તાનના મજહબી આતંકવાદનો પણ અસ્વીકાર કરવો જરૂરી છે. તેના માટે કાશ્મીરના ભાગલાવાદીઓ અને પથ્થરબાજોને પાકિસ્તાનના મજહબી આતંકવાદની જમીન તૈયાર કરવા માટેની પરિસ્થિતિ પેદા કરવાની મંજૂરી આપી શકાય નહીં. તેના માટે આવા તત્વો સામે ભારતીય સેના અને સુરક્ષાકર્મીઓએ નિશ્ચિતપણે કડક હાથે કામ લેવું પડશે.માનવાધિકારની વાતો રાષ્ટ્રના ભોગે બોલવી, સાંભળવી કે વ્યવહારમાં ઉતારવી અયોગ્ય પણ છે અને દેશના લોકોની સાથે આવું વર્તન અન્યાય પણ છે. રાષ્ટ્રહિત છે કાશ્મીરમાંથી આતંકવાદનો ખાત્મો અને દેશના ખૂણેખૂણામાંથી મજહબી કટ્ટરવાદની સમાપ્તિ. વિકસિત બનવા તરફ આગળ વધી રહેલા ભારતના વિકાસને ટકાવવા માટે રાષ્ટ્રીય સુરક્ષા બેહદ જરૂરી છે. સુરક્ષા વગરના વિકાસનો પણ કોઈ અર્થ રહેશે નહીં. દેશની રાષ્ટ્રીય સુરક્ષા મામલે કોઈપણ પ્રકારની બાંધછોડ થઈ શકે નહીં. આવી નીતિ સૌના સાથ અને સૌના વિકાસમાં અડચણરૂપ છે.ભારતમાં પરિવર્તનની ૭૦ વર્ષથી લગાવાયેલી આશા હજીપણ પરિપૂર્ણ થવાની બાકી છે તેવું ચોક્કસપણે દરેક રાષ્ટ્રવાદી વ્યક્તિને લાગે છે. જ્યારે સેના-અર્ધલશ્કરી દળોને નિશાન બનાવનારી ભીડની સામે આત્મરક્ષામાં કાર્યવાહી કરવામાં આવે છે, તો તેને અત્યાંતિક બળપ્રયોગના નામે સેક્યુલર અને ઉદારવાદી દેખાવા માટે હંમેશા તૈયાર રહેતી એક ભીડ આતંકવાદીને નેતા અને સરકાર-સુરક્ષાદળોને કાર્યવાહી રોકવા માટે કકળાટ કરતી જોવા મળે છે. આવા સેક્યુલર કાગડાઓ અને વિપક્ષની તુષ્ટિકરણની રાજનીતિના દબાણમાં જ્યારે સુરક્ષાદળોને જરૂરી બળપ્રયોગની વાત કરીને સ્થિતિ કાબુમાં લેવા માટેની કાર્યવાહીમાં નિયંત્રણો લગાવવાની કોશિશો થાય છે, ત્યારે પણ સવાલ ચોક્કસ થાય છે કે હાથ બાંધીને જંગમાં ઉતારાયેલા ભારતના સપૂતો કંઈ શહીદ થવા માટે જ તો નથી અને તેમની આત્મરક્ષાનો અધિકાર ગિરવે મૂકવાનો અધિકાર દેશની જનતાએ કોઈને આપ્યો છે શું? આતંકથી ડરી જવું આતંકવાદીઓની જીત છે. આતંકનો મુકાબલો બહાદૂરીથી જ શક્ય છે. બહાદૂરી દરેક જીવંત વ્યક્તિમાં હોય છે. બસ તેને બહાર લાવવા માટે તેની સામે રહેલા જોખમની યોગ્ય વિગતો તેની સામે લાવવી જરૂરી હોય છે. આતંક અચાનક મોત બનીને સામે આવતું હોય છે. આવા ખતરા સામેની યોગ્ય જાણકારી બચાવ વખતે બહાદૂરીને બહાર લાવવાનું કારણ બની શકે છે. ૨૦૦૮ના મુંબઈ પરના પાકિસ્તાની આતંકવાદી હુમલા બાદ તત્કાલિન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે ખૂબ મહત્વપૂર્ણ વાત જણાવી હતી કે જ્યારે ખરાબ લોકો ખરાબ હરકતો કરે છે, તો સારા લોકોએ સંગઠિત બનીને આવા લોકોનો સામનો કરવો જરૂરી બને છે.
આઈએસઆઈએસના આતંકવાદીઓ શરિયતના નિજામના નામે જંગાલિયતની તમામ હદો વટાવતા દેખાઈ રહ્યા છે. વહાબી અથવા સલાફી ઈસ્લામના નામે ચાલી રહેલા આતંકવાદના વૈશ્વિક હિંસાચારને ખતમ કરવા માટે આવા લોકો દ્વારા ઈસ્તંબુલ, બગદાદ, ફ્લોરિડા, ઢાકામાં રમઝાન માસમાં થયેલા હત્યાકાંડોની વિગતોની અવગણના કરી શકાય નહીં.
કાશ્મીરની સમસ્યાને આપણાં રાજકારણે વધારે વકરાવી નાંખી છે એક તો મતોનું રાજકારણ કોઇપણ રાજકીય પક્ષને સરખી કામગિરી કરતા રોકે છે જે ભાજપ વિરોધપક્ષમાં રહીને કોંગ્રેસની નીતિઓને ભાંડતું હતું એ જ ભાજપ કાશ્મીરમાં સત્તામાં ભાગીદાર છે અને કેન્દ્રમાં પણ સત્તામાં છે છતાં કાશ્મીરની નીતિ યથાવત રહેવા પામી છે.

Related posts

MORNING TWEET

aapnugujarat

ભારતને ઘેરવા ચીનનો ખતરનાક વ્યૂહ

editor

અમેરિકામાં ‘શટડાઉન’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1