Aapnu Gujarat
બ્લોગ

અમેરિકામાં ‘શટડાઉન’

અમેરિકામાં ફંડિંગ બિલ રોકાયા બાદ શટડાઉનની સ્થિતિ પેદા થઈ ગયાનું કહેવામાં આવે છે. હકીકતમાં સવાલ ચોક્કસ થતો હશે કે આ શટડાઉન હોય છે શું. મહત્વપૂર્ણ છે કે, અમેરિકામાં ૧૯૯૫ બાદ ત્રીજી વખત શટડાઉનની સ્થિતિ ઉભી થઈ છે.અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળના એક વર્ષના પૂર્ણ થવા વખતે દુનિયાના સૌથી શક્તિશાળી દેશમાં શટડાઉનની સ્થિતિ પેદા થઈ છે.
અમેરિકાની સેનેટમાં ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા રજૂ થયેલું ફંડિંગ બિલ અટવાયું છે. અમેરિકાની સેનેટમાં ડેમોક્રેટ સેનેટર રાજકીય ખતરાનો ઉલ્લેખ કરતા સ્ટોપગેપ સ્પેન્ડિંગ પર રોક લગાવી ચુક્યા છે. ત્યાર બાદ શનિવાર સવારથી અમેરિકાના ફેડરલ એજન્સીના કાર્યાલયો સત્તાવાર રીતે બંધ રહ્યા છે.આખરે સવાલ થતો હશે કે આ શટડાઉન શું હોય છે. તો હજારો બિનજરૂરી સેવાઓ સાથે સંકળાયેલા અમેરિકાના ફેડરલ કર્મચારીઓને વગર પગારે રજાઓ મોકલી દેવામાં આવે છે.
માત્ર લોકોની સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષામાં લાગેલા આવશ્યક સેવાઓના કર્મચારીઓ જ સેવારત રહે છે. ૧૯૯૫ બાદથી ત્રણ વખત અમેરિકામાં આવી સ્થિતિ આવી ચુકી છે.અમેરિકામાં એન્ટિ-ડેફિશિયન્સી એક્ટ લાગુ છે. આ એક્ટ હેઠળ અમેરિકામાં નાણાંની તંગી થવા પર ફેડરલ એજન્સીઓએ પોતાનું કામકાજ રોકવું પડે છે. આ એક્ટ હેઠળ અમેરિકામાં નાણાંની તંગીની સ્થિતિમાં ફેડરલ એજન્સીઓને પોતાના કામકાજને રોકવું પડે છે. એટલે કે ફેડરલ એજન્સીઓના કર્મચારીઓને વગર વેતને રજા પર ઉતારી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં અમેરિકાની સરકારને ફેડરલ બજેટ લાવે છે. આ ફેડરલ બજેટને પ્રતિનિધિ સભા અને સેનેટ બંનેમાં મંજૂર કરાવવાની જરૂરી હોય છે.અમેરિકાના ઈતિહાસમાં ઘણીવાર શટડાઉનની સ્થિતિ આવી ચુકી છે. ૧૯૮૧, ૧૯૮૪, ૧૯૯૦, ૧૯૯૫-૯૬ અને ૨૦૧૩ દરમિયાન અમેરિકા પાસે ખર્ચ કરાવવા માટે નાણાં બચ્યા ન હતા. ઓક્ટોબર-૨૦૧૩નો શટડાઉન લગભગ બે સપ્તાહ લાંબો ચાલ્યો હતો.
૨૦૧૩ના શટડાઉન વખતે ઓબામા સરકારના કાર્યકાળમાં આઠ લાખ કર્મચારીઓનો વગર વેતને ઘરે બેસવાનો વારો આવ્યો હતો.અમેરિકામાં શટડાઉન શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં અમેરિકાના વહીવટી તંત્રમાં રહેલા ૩૫ લાખ ફેડરલ કર્મચારીઓમાંથી લગભગ સાડા આઠ કર્મચારીઓને પહેલા જ દિવસથી ઘરે બેસવાનો વારો આવશે. જો કે ફરજ પર તેનાત સૈન્યકર્મીઓને હટાવવામાં નહીં આવે.
અમેરિકી સરકાર આર્થિક દેવાળીયાની અણી પર આવી ગયું છે. ગત પાંચ વર્ષોમાં આ પહેલીવાર બન્યુ છે કે જેનું મુખ્ય કારણ સેનેટમાં પસાર કરવામાં આવેલ ફંડિંગ બિલ ફગાવી દેવામાં આવ્યું છે. આ બિલ દ્વારા સરકારને ૧૬ ફેબ્રુઆરી સુધી ફંડિંગ સુનિશ્ચિત હતું. મહત્વપૂર્ણ છે કે અમેરિકી સરકાર હાલ સત્તાવાર રીતે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.
ધ હિલના મુજબ બિલને પસાર કરવા માટે ૬૦ વોટોની જરૂર હતી ત્યારે ૪૮ સેનેટરોએ બિલ વિરુદ્ધ વોટિંગ કર્યું છે. માત્ર ૫ ડેમોક્રેટીક સભ્યોએ બિલના પક્ષમાં મતદાન કર્યું. ડેમોક્રેટ સેનેટર રાજનીતિક સંકટનો ઉલ્લેખ કરતા સ્ટોપગેપ સ્પેન્ડિગ પર રોક લગાવી ચુક્યા છે. તેના બાદ શનિવારે સવારે કેટલાઇ સરકારી ઓફિસ સત્તાવાર રીતે બંધ રહ્યા.આ મોટા આર્થિક સંકટ બાદ અમેરિકાના કેટલાય વિભાગ બંધ કરવા પડશે અને લાખો કર્મચારીઓ વિના સેલરી ઘરે બેસવું પડશે. શટડાઉન પર વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ સારાહ સેન્ડર્સે કહ્યું કે ડેમોક્રેટ સાંસદોએ રાજનીતિને રાષ્ટ્રીય સુરક્ષા અને અમેરિકી હિતો કરતા ઉપર રાખી છે.અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે ટેક્સ કાપ અને અમેરિકાની વધતી અર્થવ્યવસ્થા વિરુદ્ધ ડેમોક્રેટ સેનેટર શટડાઉન ઇચ્છે છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાની અર્થવ્યવસ્થા કદાચ અત્યાર સુધીની સૌથી સારી સ્થિતીમાં છે અને દેશ સારુ કાર્ય કરી રહ્યો છે.
રાષ્ટ્રપ્રમુખની જવાબદારીના એક વર્ષ પૂર્ણ થવા પર ટ્રમ્પે કહ્યું કે તમે નોકરીની સંખ્યાઓને જુઓ, તમે આપણા દેશમાં પાછી આવી રહેલી કંપનીઓને જુઓ. સ્ટોકમાર્કેટ ઉંચે જઇ રહ્યો છે. તથા બેરોજગારી ગત ૧૭ વર્ષમાં સૌથી નીચલા સ્તરે પર છે. જ્યારે મહત્વપૂર્ણ કહી શકાય તે આર્થિક બિલ સંસદમાં મંજૂરી ન મળવાને કારણે સરકારે શટડાઉન કરવું પડ્યું છે.
અમેરિકાની ટ્રમ્પ સરકાર મોટી મુસિબતનો સામનો કરી રહી છે. અમેરિકન સેનેટમાં નવું બજેટ પાસ નહીં થતા સરકારી સેવાઓ બંધ થવાનો પ્રારંભ થઈ ગયો છે. જ્યાં સુધી બજેટ પાસ નહીં ત્યાં સુધી અમેરિકામાં સરકારી સેવાઓ બંધ રહેશે.અમેરિકન સેનેટમાં નવા બજેટ માટે મતદાન હતુ. જ્યાં રિપબ્લિકન અને ડેમોક્રેટ વચ્ચે ખેંચતાણ બાદ બજેટ પાસ કરવા જરૂરી ૬૦ મતો મેળવવામાં સરકાર નિષ્ફળ ગઈ હતી. ચાર રિપબ્લિકન્સે બિલની વિરોધમાં તો પાંચ ડેમોક્રેટ્‌સે બિલની તરફેણમાં મતદાન કર્યું હતુ. આ નિર્ણય બાદ ઘણી સરકારી ઓફિસો બંધ થઈ જશે. સાથે જ નેશનલ પાર્ક અને મોન્યુમેન્ટ્‌સ પણ બંધ કરી દેવાશે.જો કે જરૂરી સેવાઓ ચાલતી રહેશે.
નેશનલ સિક્યુરિટી, પોસ્ટલ સર્વિસ, એર ટ્રાફીક કંટ્રોલ, ઈનપેશન્ટ મેડિકલ સર્વિસ, ઈમરજન્સી આઉટપેશન્ટ સર્વિસ, ડિઝાસ્ટર આસીસ્ટન્સ, જેલ, ટેક્સેશન અને ઈલેક્ટ્રીસીટી જનરેશન વિભાગ પર શટડાઉનની અસર નહીં પડે. આ શટડાઉનના ગણતરીના કલાકો પહેલા જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્‌વીટ કરી લખ્યું હતુ કે મિલીટ્રી અને સુરક્ષાની દ્રષ્ટિએ આ યોગ્ય નથી.દક્ષિણ સરહદની સુરક્ષા માટે જોખમી સાબિત થશે. અમેરિકાના ઇતિહાસમાં એવું પહેલીવાર બની રહ્યું છે કે વ્હાઈટ હાઉસ અને ચેમ્બર્સ ઓફસ કોંગ્રેસમાં જ એક જ પાર્ટીનું પ્રભુત્વ હોવા છતા શટડાઉનની નોબત આવી છે. આ પહેલા અમેરિકામાં વર્ષ ૨૦૧૩ માં ૧૬ દિવસ સુધી શટડાઉન કરવામાં આવ્યું હતુ. આ દરમ્યાન ઘણા ફેડરલ કર્મચારીઓને રજા પર ઉતારી દેવાયા હતા.અમેરિકન સેનેટમાં ફંડિંગ બિલના અટવાયા બાદ ફરી એકવાર શટડાઉનનું સંકટ પેદા થયું છે. અમેરિકામાં એન્ટિ ડેફિશિયન્સી એક્ટ લાગુ છે. તેવામાં ફંડની તંગી થવા પર અમેરિકાની ફેડરલ એજન્સીઓને પોતાનું કામકાજ રોકવું પડે છે. તેવામાં અમેરિકાના લાખો કર્મચારીઓને વગર પગારે ઘરે બેસવાનો વારો આવશે. શટડાઉનને કારણે અમેરિકામાં ઘણી સેવાઓ બાધિત થશે.અમેરિકાના ૪૫મા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તાવાર કાર્યાલય અને નિવાસસ્થાન વ્હાઈટ હાઉસમાં ૧૭૧૫ કર્મચારીઓ છે. શટડાઉનને કારણે વ્હાઈટ હાઉસમાં કર્મચારીઓની સંખ્યા એક હજાર જેટલી રહી જશે.
જો કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અલગથી મદદનીશ આપવામાં આવશે. જેથી તેઓ પોતાના બંધારણીય ફરજો સંબંધિત કામકાજને યોગ્ય રીતે કરી શકશે. ટ્રમ્પ ૨૩ જાન્યુઆરીએ સ્વિટ્‌ઝરલેન્ડના દાવોસમાં શરૂ થઈ રહેલી વર્લ્ડ ઈકોનોમિક સમિટમાં ભાગ લેવાના છે. તેના માટે તેમને વધારાનો સ્ટાફ ઉપલબ્ધ કરાવાય તેવી શક્યતા છે.શટડાઉન બાદ પણ ટ્રમ્પ વહીવટી તંત્ર અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકોને પાછા બોલાવવાના મૂડમાં નથી. અફઘાનિસ્તાનમાં અમેરિકાના સૈનિકો ગત ૧૬ વર્ષોથી તાલિબાની આતંકવાદીઓ અને હક્કાની આતંકી નેટવર્ક વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યું છે. અમેરિકાના સંરક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે શટડાઉનની અસર અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા અમેરિકાના લશ્કરી અભિયાનો પર પડશે નહીં. જો કે અફઘાનિસ્તાનમાં હવે કેટલાક હજાર અમેરિકન સૈનિકો જ તેનાત છે.આર્થિક સંકટ બાદ અમેરિકાના ન્યાય વિભાગમાં કર્મચારીઓ ઘટાડવામાં આવે તેવી શક્યતા છે. હાલ અમેરિકાના ન્યાયવિભાગમાં એક લાખ પંદર હજાર કર્મચારીઓ છે. શટડાઉન બાદ લગભગ ૯૫ હજાર કર્મચારીઓથી કામ ચલાવવામાં આવે તેવી શક્યતા છે. ઘણાં જજો અને વકીલોને રજા પર મોકલાઈ રહ્યા છે.શટડાઉન બાદ પણ નેશનલ પાર્ક, લાઈબ્રેરી, લિંકન મેમોરિયલ અને સ્મિથસનિયન મ્યુઝિયમ ખુલ્લા રહેશે. ૨૦૧૩માં થયેલા શટડાઉનમાં અમેરિકાની સરકારે તેમને હંગામી ધોરણે બંધ રાખ્યા હતા. તેવામાં સરકારને ઘણું નુકસાન થયું હતું. મહત્વપૂર્ણ છે કે નેશનલ પાર્કમાં દરરોજ ૭૫ હજાર લોકો આવે છે.માર્કેટ પોલિસિંગ સિક્યુરિટીઝ અને એક્સચેન્જ કમિશનના સ્ટાફના એક ભાગને વગર પગારે રજા પર મોકલવામાં આવશે. કમોડિટી ફીચર્સ ટ્રેડિંગ કમિશને આર્થિક સંકટ પર તાત્કાલિક અસરથી ૯૫ ટકા સ્ટાફને રજા પર મોકલી દીધો છે.૨૦૧૩માં આવેલા આર્થિક સંકટ દરમિયાન મેડિકેર હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રોગ્રામ પર કોઈ ખાસ અસર પડશે નહીં. જો કે યુએસ સેન્ટર તરફથી ચલાવાઈ રહેલા ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રેવેન્શન એટલે કે સીડીસી પ્રોગ્રામને અસર પહોંચશે. ટ્રમ્પ વહીવટી તંત્ર પ્રમાણે, આ વખતે પણ આ ક્ષેત્રને અસર પહોંચે નહીં તેની કોશિશ કરવામાં આવશે. તેમ છતાં સ્ટાફને આગામી સ્થિતિ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.અમેરિકામાં શટડાઉનને કારણે વ્યક્તિની રોજબરોજની ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ અને સુવિધાઓ પર પણ અસર પડશે. આવી ચીજવસ્તુઓમાં પેટ્રોલ અને ગ્રોસરીનો પણ સમાવેશ થશે.અમેરિકામાં એન્ટિડેફિશિયન્સી એક્ટ લાગુ છે. આ એક્ટ હેઠળ અમેરિકામાં નાણાંની તંગી થવા પર ફેડરલ એજન્સીઓને પોતાનું કામકાજ રોકવું પડે છે. એટલે કે કર્મચારીઓને વગર પગારે રજા પર મોકલી દેવામાં આવે છે. અમેરિકાની સરકારની કામકાજની ભાષામાં તેને શટડાઉન કહેવામાં આવે છે. અમેરિકાના ઈતિહાસમાં ભૂતકાળમાં ૧૯૮૧, ૧૯૮૪, ૧૯૯૦, ૧૯૯૫-૯૬ અને ૨૦૧૩ દરમિયાન શટડાઉનની સ્થિતિ પેદા થઈ હતી.

Related posts

भ्रष्टाचार खत्म ऐसे होगा

aapnugujarat

હવે પત્રકારોની નહી પડે જરૂર, ગુગલ લખશે ન્યૂઝ કોપી

aapnugujarat

૧૫ વર્ષીય વ્રજ બાળકોને મફત સ્લીપરનું વિતરણ કરી રહ્યો છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1