Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉત્તર ભારતમાં કોલ્ડવેવથી જનજીવન ખોરવાયું

જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં પારો શૂન્યથી પણ નીચે પહોંચી ગયો છે. કોલ્ડવેવની અસર ઉત્તર ભારતમાં જોવા મળી રહી છે. જનજીવન પણ ખોરવાઈ ગયું છે. ધુમ્મસની ચાદર ફેલાયેલી છે. જમ્મુ કાશ્મીરના કારગિલમાં પારો રેકોર્ડ ૧૯.૬ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો છે. ખીણ અને લડાખના અન્ય પ્રદેશો પણ કાતિલ ઠંડીના સકંજામાં આવી ગયા છે. રાજ્યના ઉનાળા પાટનગર શ્રીનગરમાં માઇનસ ૪.૩ ડિગ્રી તાપમાન રહ્યું છે. સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં પણ પારો માઇનસમાં છે. દક્ષિણ કાશ્મીરમાં કાજીગુંદમાં માઇનસ ચાર અને કોકરનાગમાં માઇનસ ૨.૨ ડિગ્રી તાપમાન રહ્યું છે. લેહમાં માઈનસ ૧૩.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જમ્મુ કાશ્મીરમાં હાલ ૪૦ દિવસના સૌથી તીવ્ર ઠંડીના ગાળા ચિલાઈકાલનનો દોર ચાલી રહ્યો છે. જમ્મુ કાશ્મીરની જેમ જ હિમાચલમાં પણ માઇનસ ૧૮થી માઇનસ ૧૨ સુધી તાપમાન રહ્યું છે. લાહોલ અને સ્પીતી જિલ્લામાં માઈનસ ૭.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. બીજી બાજુ દેશના મેદાની ભાગોમાં પણ કાતિક ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. પંજાબ અને હરિયાણામાં તીવ્ર ઠંડી જોવા મળી રહી છે. આદમપુરમાં ૨.૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હરિયાણામાં નારનોલ, રોહતક, ભિવાનીમાં પાંચથી ૭ ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે. પંજાબના પવિત્ર અમૃતસર શહેરમાં ૪.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર પ્રદેશમાં પણ હાલત કફોડી બનેલી છે. રાજસ્થાનમાં પણ તીવ્ર ઠંડીથી લોકોને કોઇ રાહત મળી નથી. બંને રાજ્યોમાં જનજીવન ખોરાયું છે. ધુમ્મસની ચાદર ચારેબાજુ જોવા મળી રહી છે. રાજસ્થાનના હિલસ્ટેશન ગણાતા માઉન્ટ આબુમાં સૌથી વધારે ઠંડી નોંધાઈ છે. અહીં પારો ૩.૪ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો છે. ચુરુમાં ૩.૮ પારો રહ્યો છે. જયપુરમાં પણ લોકો ઠંડીથી પરેશાન થયેલા છે. જયપુરમાં હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે, પિલાણી, શિકર, ભીલવાડા અને જેસલમેરમાં ક્રમશઃ ૫.૬, ૬, ૬.૫ અને ૭.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં ઠંડીથી રાહત મળવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. કેટલીક જગ્યાએ હળવા વરસાદી ઝાપટાની આગાહી પણ કરાઈ છે. લખનૌમાં હવામાન વિભાગે કહ્યું છે કે, પૂર્વીય ઉત્તર પ્રદેશમાં આવતીકાલે સોમવારના દિવસે કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આનો મતલબ એ થયો કે, વધુ ઠંડીનો ચમકારો લખનૌ અને તેના આસપાસના વિસ્તારોમાં જોવા મળી શકે છે. હિમાચલના ઉંચાણવાળા વિસ્તારોમાં મંગળવારના દિવસે હિમવર્ષાની પણ આગાહી કરવામાં આવી છે.

Related posts

सोशल मीडिया पर भी कांग्रेस ज्यादा सक्रिय हुई

aapnugujarat

मानव संशाधन विकास मंत्रालय ने पेश किया 100 दिन का लेखा-जोखा, 16 नए केंद्रीय विद्यालय का उद्घाटन

aapnugujarat

જાકિર નાઇક સામે ટૂંકમાં ચાર્જશીટ દાખલ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1