Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં જુદા જુદા પરિબળો વચ્ચે તેજી રહેવાના એંધાણ

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા અને એફએન્ડઓ પુર્ણાહુતિ સહિત આઠથી વધુ પરિબળોની અસર જોવા મળી શકે છે. આ તમામ પરિબળો બજારની દિશા નક્કી કરી શકે છે. સ્થાનિક પરિબળો અને અન્ય કેટલાક હકારાત્મક પરિબળોની અસર બજારમાં જોવા મળી શકે છે. શેરબજારમાં હાલમાં તેજી રહે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. શુક્રવારના દિવસે બીએસઇ સેંસેક્સ ૨૫૧ પોઇન્ટ ઉછળીને ૩૫૫૧૧ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટીમાં ૧૦૮૯૪ની સપાટી જોવા મળી હતી. એક વખતે નિફ્ટી ૧૦૯૦૦ની ઉંચી સપાટી પર પહોંચી ગયો હતો. સાપ્તાહિક આધાર પર ૧૫મી જાન્યુઆરીથી લઇને ૧૯મી જાન્યુઆરી વચ્ચેના ગાળામાં ૩૦ શેર સેંસેક્સમાં ૬૬૮ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. અથવા તો તેમાં આશરે બે ટકાનો સુધારો રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી ૧૫૩ પોઇન્ટ અથવા તો ૧.૪૨ ટકા ઉછળીને બંધ રહ્યો હતો. ત્રિમાસિક ગાળાના પરિણામને લઇને બજારમાં આશા દેખાઇ રહી છે. એશિયન પેઇન્ટસ અને એક્સીસ બેંક દ્વારા આવતીકાલે સોમવારના દિવસે તેના પરિણામ જાહેર કરનાર છે. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાયનાન્સ દ્વારા મંગળવારના દિવસે તેના પરિણામ જાહેર કરનાર છે. આવી જ રીતે ડોક્ટર રેડ્ડી અને મારૂતિ ગુરૂવારના દિવસે એટલે કે ૨૫મી જાન્યુઆરીના દિવસે તેના પરિણામ જાહેર કરનાર છે. બજેટને લઇને નર્વસનેસ દેખાઇ રહી છે. સંસદનુ બજેટ સત્ર ૨૯મી જાન્યુઆરીથી શરૂ થઇ રહ્યુ છે. વર્ષ ૨૦૧૮-૧૯ માટેનુ બજેટ પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ ૨૯મી જાન્યુઆરીના દિવસે બન્ને ગૃહના સંયુક્ત સત્રને સંબોધન કરનાર છે. આર્થિક સર્વે પણ એજ દિવસે જારી કરવામાં આવનાર છે. ન્યુજેન સોફ્ટવેર અને અમ્બેર એન્ટરપ્રાઇઝ આગામી સપ્તાહમાં શેરબજારમાં લિસ્ટેટ થનાર છે. બન્ને કંપનીઓએ તેમના આઇપીઓ ગયા સપ્તાહમાં જ પૂર્ણ કરી લીધા હતા. ન્યુજેનો ઇસ્યુ ૮.૨૫ ગણો છલકાયો હતો. અમ્બેરનો ઇસ્યુ ૧૬૫.૪૨ ગણો છલકાયો હતો. એકમોટા ઘટનાક્રમમાં ઓઇલ એન્ડ ગેસે હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં સરકારની ૫૧.૧૧ ટકા હિસ્સેદારીને મેળવી લેવાની તૈયારી દર્શાવી છે. ૩૭૦૦૦ કરોડ રૂપિયામાં આ સોદાબાજી રોકડમાં થનાર છે જેના પરિણામ સ્વરુપે આવતીકાલે કારોબાર શરૂ થશે ત્યારે તેમાં જોરદાર તેજી જોવા મળી શકે છે.
ફ્યુચર એન્ડ ઓપ્શન સેગ્મેન્ટમાં રહેલી સ્થિતિને લઇને કારોબારીઓ સાવચેતીપૂર્વકનું વલણ રાખી શકે છે. જાન્યુઆરી ૨૦૧૮ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટનો ગાળો ૨૫મી જાન્યુઆરીએ પૂર્ણ થશે. ભારત સહિત વિશ્વના દેશો અમેરિકામાં શટડાઉનના પરિણામ સ્વરુપે હચમચી ઉઠ્યા છે. આના કારણે બજારમાં આવતીકાલે નવા સત્ર દરમિયાન ઉથલપાથલ રહી શકે છે. બેંક ઓફ જાપાનની બેઠક મંગળવારના દિવસે મળશે જેમાં મોનીટરી પોલિસીના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવશે. જાણકાર લોકોનું કહેવું છે કે, બેંક ઓફ જાપાન તેના વ્યાજદરને યથાવત રાખી શકે છે.

Related posts

આ વખતે ભાજપનો હિસાબ જનતા કરશે : અખિલેશ યાદવ

aapnugujarat

आंध्रप्रदेश के सीएम की कैबिनेट में होंगे 5 अलग-अलग डिप्टी सीएम : सूत्र

aapnugujarat

૨૬/૧૧ હુમલાઓને ૯ વર્ષ પૂર્ણ થયા છતાંય સુરક્ષામાં હજુ ગાબડાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1