Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આ વખતે ભાજપનો હિસાબ જનતા કરશે : અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સપા કાર્યાલયમાં રવિવારે પત્રકાર પરિષદને સંબોધન કરી હતી. આ દરમિયાન તેમણે રવિવારે સાંજે જાહેર થનારી ચૂંટણી આચાર સંહિતાની જાહેરાત પર કહ્યું કે જનતા ચૂંટણીની તારીખોની રાહ જોઈ રહી છે. દેશમાં પરિવર્તનની હવા છે. કારણ કે જનતા ખુબ પરેશાન છે અને તે હવે આ હવાને બદલાવ માગે છે.સપા અધ્યક્ષ અખિલેશ યાદવે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં પત્રકાર પરિષદને સંબોધન કરતા વડાપ્રધાન મોદીની સાથે ભાજપ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આ મામલે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષોમાં યુવાઓને ન તો નોકરી મળી, કે ન તો ખેડૂતોની આવક વધી છે.
વર્ષ ૨૦૧૪માં કહેવાયું બોલ્યા હતા કે વિદેશથી ખુબ કાળું નાણું પાછું લાવીશું. પરંતુ નોટબંધી કરીને જે ધન જનતાએ પ્રમાણિકતાથી ભેગું કર્યું હતું તે પણ બેંકોમાં જમા કરાવી દીધુ. સપા અધ્યક્ષે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આ સરકારે સેનાને રાજકારણમાં ખેંચી લાવવામાં આવી છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ફરીથી સરકાર બનાવવાનો દાવો કરનારી ભાજપ સરકાર હવે આ વખતે આખા ભારતમાં ૭૪ બેઠકો પર સમેટાઈને રહી જશે. ચૂંટણીની તૈયારીઓ પર સપા અધ્યક્ષે કહ્યું કે હું એ વિચારી રહ્યો હતો કે પહેલા ભાજપના લોકો પ્રચાર કરીને થાકી જાય પછી અમે પ્રચાર કરીશું. અખિલેશે ભાજપના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે થયેલી જૂતા ફાઇટનો ઉલ્લેખ કરતા જણાવે છે કે આ જૂતાવાળી સરકાર છે. ભાજપના સાંસદ પોતાના વિધાયકને ૨૧ જૂતાની સલામી આપે છે.આ દરમિયાન સુલ્તાનપુરના કોલસાના વેપારીના ઘરે પોલીસકર્મીઓ દ્વારા થયેલી ડકેતી પર સપા રાષ્ટ્રીય અધ્યક્ષે આકરી પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું હતું જો પોલીસવાળા જ ચોરી કરાવે તો ડીજીપી કેવા હશે. આથી બસપા સુપ્રીમો માયાવતીની જેમ અમે પણ માગણી કરીએ છીએ કે તેમને તરત હટાવવા જોઈએ.

Related posts

जाकिर नाईक काफी समय के बाद मलेशिया में दिखे

aapnugujarat

પીએમ કિસાન પોર્ટલ પર ખેડુત નામ જોઇ શકશે

aapnugujarat

मोदी ने चर्च धमाकों में मारे गए लोगों को दी श्रद्धांजलि, पीएम ने श्रीलंका को लेकर कही बड़ी बात

aapnugujarat

Leave a Comment

UA-96247877-1