Aapnu Gujarat
ગુજરાત

અમ્યુકો કોર્ટે ૨૦ જ દિનમાં ૨૭૯ ચુકાદા ફટકારી દીધાં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટ નંબર-૮ના મેજિસ્ટ્રેટ એસ.એમ.કાનાબારે ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળના કેસોમાં માત્ર ૨૦ જ દિવસમાં ૨૭૯ ચુકાદાઓ આપી ન્યાયતંત્રમાં ફાસ્ટટ્રેક કામગીરીની ઐતિહાસિક સિધ્ધિ નોંધાવી છે. મેટ્રોપોલીટન મેજિસ્ટ્ર્‌ેટ એસ.એમ.કાનાબારે પ્રિવેન્શન ઓફ ફુડ એડલ્ટ્રેશન એકટ હેઠળ કસૂરવાર વેપારીઓ, ગુટખા કંપનીઓ, ઉત્પાદકોને રૂ.૪૦ હજારથી લઇ બબ્બે લાખ રૂપિયા સુધીનો આકરો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં પેપ્સીકો ઇન્ડિયા હોલ્ડીંગ્સ પ્રા.લિ સહિતની કેટલીક કંપનીઓ સહિતના કિસ્સામાં આરોપીપક્ષ તરફથી કોઇ કોર્ટ કાર્યવાહીમાં હાજર નહી રહેતાં કોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને આવી કંપનીઓના જવાબદાર આરોપીઓને પોલીસ પણ અદાલત સમક્ષ હાજર કરાવી શકવામાં નિષ્ફળ નીવડતાં કોર્ટે પોલીસની પણ આકરી ટીકા કરી હતી. કોર્ટે આરોપીઓ દંડની રકમ ના ભરે તો, રેવન્યુ રાહે તેમની મિલ્કતોની જપ્તી કરી વસૂલાત કરવા પણ હુકમ કર્યો હતો. એટલું જ નહી, જો આરોપીઓ દંડની રકમ ના ભરે તો કેટલાકને તો છ-છ મહિનાની સજાનો હુકમ પણ કર્યો છે. તો સાથે સાથે આરોપીઓના પાસપોર્ટ જપ્ત કરવા સહિતની કાર્યવાહી કરવા પણ આકરો હુકમ કર્યો હતો. અમ્યુકો કોર્ટના આ ઐતિહાસિક ચુકાદાઓને પગલે શહેરમાં ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરતા તત્વો કંપનીઓ, વેપારીઓ અને ઉત્પાદકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. અમ્યુકો કોર્ટે ભેળસેળના કેસોમાં તા.૧૧-૧-૨૦૧૮ના રોજ ૧૦૦ ચુકાદા, તા.૨૨-૧-૨૦૧૮ના રોજ ૮૨ ચુકાદા અને તા.૩૦-૧-૨૦૧૮ના રોજ ૯૭ મળી માત્ર વીસ જ દિવસમાં ૨૭૯ ચુકાદાઓ આપવાની ઐતિહાસિક સિધ્ધિ નોંધાવી છે. ભેળસેળના કેસોમાં મોટાભાગના કેસોમાં આરોપીઓ અખબારોમાં જાહેરનોટિસો આપવા છતાં કોર્ટ સમક્ષ હાજર રહ્યા ન હતા, જેના કારણે અમ્યુકોના એડવોકેટ મનોજ ખંધારે સીઆરપીસી-૨૯૯ હેઠળ આરોપીઓની ગેરહાજરીમાં ભેળસેળના કેસો ચલાવવાની અરજી આપી હતી, જે કોર્ટે મંજૂર રાખી હતી. અમ્યુકો તરફથી એડવોકેટ મનોજ ખંધારે જણાવ્યું હતું કે, ભારતીય બંધારણમાં દરેક નાગરિકને જીવન જીવવાનો અને આરોગ્યપ્રદ આહારનો અધિકાર બક્ષવામાં આવ્યો છે, ખુદ સુપ્રીમકોર્ટે તેના ચુકાદાઓમાં આ બાબતની સ્પષ્ટતા કરી છે, તેમછતાં આરોપીઓ દ્વારા સમાજમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી ગંભીર ભેળસેળ આચરી તેમના જીવન સાથે ખતરનાક ખેલ ખેલાઇ રહ્યા છે, કોર્ટે આરોપીઓના આવા ગંભીર ગુનાઓને સહેજપણ હળવાશથી લેવા જોઇએ નહી. કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી હતી અને ઉપરમુજબ ૨૭૯ ચુકાદાઓ આપી કસૂરવાર આરોપીઓને રૂ.૪૦ હજારથી લઇ રૂ.બે લાખ સુધીના આકરો દંડ ફટકાર્યો હત્અમ્યુકો કોર્ટ દ્વારા જે ચુકાદાઓ અપાયા તેમાં પ્રિવેન્શન ઓફ ફુડ એડલ્ટ્રેશન એકટ હેઠળના વર્ષ ૧૯૯૭થી લઇ ૨૦૧૧ સુધીના કેસો હતા. જેમાં દૂધ, દહીં, ઘી, હળદર, મરચું, કાળા મરી, સીંગતેલ, કપાસિયા તેલ, ગુટખા, કેરીનો રસ, મીઠાઇ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળના કેસો હતા.
પેપ્સીકો ઇન્ડિયા હોલ્ડીંગ્સ પ્રા.લિને ત્રણ કેસમાં રૂ.૨-૨ લાખનો દંડ ફટકારાયો હતો, તો, પાન-ગુટખામાં ભેળસેળના કેસોમાં કોઠારી બ્રધર્સ કંપનીને રૂ.બે લાખ, પાનકીંગને રૂ.બે લાખ, કુબેર ગુટખાને રૂ.બે લાખ, ગોવા ૧૦૦૦ ગુટખાને રૂ.બે લાખનો આકરો દંડ ફટકારાયો હતો. કોર્ટે જો આરોપીઓ ના મળી આવે તો તેમની મિલકતો સરકારી રાહે ખાલસા કરી રેવન્યુ રાહે તેની વસૂલાત કરી દંડની રકમ કોર્ટમાં જમા કરાવવા પણ તંત્રને સ્પષ્ટ તાકીદ કરી હતી. કોર્ટના ચુકાદાની ચારેબાજુ ચર્ચા જોવા મળી રહી છે.

Related posts

કતલખાને લઈ જવાતા મુંગા પશુઓને બચાવાયા

editor

અમદાવાદમાં રખડતા ઢોરને પકડવાનાં મામલે પોલીસ સ્ટાફ ઉપર ૨૦થી વધુ હુમલાના બનાવો બન્યાં

aapnugujarat

ધનોલ ખાતે ફ્રોઝન સિમેન સેન્ટરનું લોકાર્પણ

editor

Leave a Comment

UA-96247877-1