Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં રખડતા ઢોરને પકડવાનાં મામલે પોલીસ સ્ટાફ ઉપર ૨૦થી વધુ હુમલાના બનાવો બન્યાં

અમદાવાદ શહેરના વિવિધ રસ્તાઓ ઉપરથી રખડતા ઢોર પકડવા નામદાર હાઈકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક આદેશ આપવામાં આવ્યા બાદ શહેરના કોટવિસ્તારમાં ખાડિયા,પશ્ચિમ વિસ્તારમાં નવરંગપુરા સહિતના અનેક વિસ્તારોમાં હજુ આજે પણ રખડતા ઢોર જાહેર રસ્તા ઉપર બેઠેલા જોવા મળી રહ્યા છે આ સાથે જ સત્તાવાળાઓ તરફથી જે ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે એની શહેરીજનો દ્વારા ઉગ્ર ટીકા કરવામાં આવી રહી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરને સ્માર્ટસીટી બનાવવાની ગુલબાંગોની વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા દિનપ્રતિદિન સતત વકરી રહી છે.અમદાવાદ શહેરના કોટવિસ્તારમાં આવેલા ખાડિયા સાંઈબાબાના મંદિર પાસે રોજ ૧૫ થી ૨૦ રખડતી ગાયોના ઝુંડ જોવા મળી રહ્યા છે.આ ઉપરાંત શહેરના શાહપુર દરવાજા વિસ્તારમાં દિલ્હી દરવાજા તરફ જતા રોડ ઉપર તેમજ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ નવરંગપુરા વિસ્તારમાં રખડતી ગાયો જાહેર રોડ ઉપર જોવા મળી રહી છે.નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે ગાયો સહિતના ઢોર પકડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક કામગીરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.આમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગ અમદાવાદ શહેરને રખડતા ઢોરની સમસ્યામાંથી સો ટકા મુકત કરાવવામાં નિષ્ફળ નિવડયુ છે.આ મામલે તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પણ ઉગ્ર ટીકા કરવામાં આવી રહી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ તરફથી છેલ્લા એક માસમાં માત્ર ૮૨૩ જેટલા ઢોરને પકડવામાં આવ્યા છે.આ વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રખડતા ઢોર પકડવા ગયેલી ટીમની સાથેની પોલીસ સ્ટાફ ઉપર ૨૦ જેટલા હુમલા કરવામાં આવ્યા છે.શહેરના નવા નરોડા ખાતે ગત વર્ષે પોલીસ ટીમ ઉપર કરવામાં આવેલા હુમલામાં ૯ જેટલા પોલીસકર્મીઓને ઈજા થવા પામી હતી.આ સાથે જ ૮ નવેમ્બરના રોજ ચાંદખેડામાં એક પીએસઆઈ ઘાયલ થવા પામ્યા હતા.નરોડા,સરદારનગર, ખાડિયા,સારંગપુર,ગોતા સહિતના વિસ્તારોમાં પશુપાલકોના હુમલાના બનાવો પણ વધી રહ્યા છે.

Related posts

એસબીઆઈ દ્વારા પહેલ : શહીદ જવાનોનાં પરિવારને વીમા રકમ ઝડપથી અપાશે

aapnugujarat

ગુજરાત બજેટ : કૃષિ-ખેડૂત કલ્યાણ સહકાર માટે ૬૭૫૫ કરોડ અપાયા

aapnugujarat

कांग्रेस में सरमुखत्यारशाही नहीं हैः भरतसिंह की साफ बात

aapnugujarat

Leave a Comment

UA-96247877-1