Aapnu Gujarat
ગુજરાત

બોગસ રેશનકાર્ડથી પુરવઠો ઉપાડવા માટે કરોડોનું કૌભાંડ

રાજયમાં બોગસ રેશનકાર્ડ મારફતે ખાદ્યચીજ અને કેરોસીનનો પુરવઠો ઉપાડવાનું હજારો કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ સુરતના આરટીઆઇ એકટીવીસ્ટ અજય જાંગીડે કર્યો છે. આરટીઆઇ કાર્યકર્તા અજય જાંગીડે રાજયનું આ સૌથી મોટું સહકારી કૌભાંડ હોવાનો આરોપ લગાવતાં દાવો કર્યો હતો કે, બોગસ રેશનકાર્ડ મારફતે ચાલતુ આ કૌભાંડ અંદાજે રૂ.સાતથી આઠ હજાર કરોડ રૂપિયાનું છે. તેમણે એવો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો કે, રાજયના ૬.૧૬ લાખ નોંધાયેલા રેશનકાર્ડધારકો પૈકી ૧.૨૭ કરોડ રેશનકાર્ડ ધારકોના ફીંગરપ્રિન્ટ ચોરાઇ ગયા છે અને તેમના નામે બીજુ જ કોઇ પુરવઠો લઇ જાય છે. તેમાં નાના માણસોથી માંડી વિપક્ષના નેતા પરેશ ધાનાણી, સુરતના સાંસદ દર્શના ફિરદોશ, દિલીપ સાંઘાણી, ઝંખના પટેલ, નારણ કાછડિયા જેવા અનેક મોટા માથાઓના નામોનો સમાવેશ થાય છે કે જેમના નામે બીજુ જ કોઇ પુરવઠો લઇ જાય છે. આરટીઆઇ હેઠળ મેળવાયેલી માહિતીના આધાર-દસ્તાવેજોને રજૂ કરી જાણીતા આરટીઆઇ કાર્યકર્તા અજય અટલબિહારી જાંગીડે રાજય સરકાર પર ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, સરકારી તંત્ર અને તેના ઉચ્ચ અધિકારીઓની મિલીભગત તેમ જ સાંઠગાંઠ વિના આટલુ મોટુ હજારો કરોડનું કૌભાંડ શકય જ નથી. આ કૌભાંડને પગલે સરકારના બાયોમેટ્રિક ફુલપ્રુફ સીસ્ટ્‌મની ધજ્જિયા ઉડી ગઇ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજયના ૬.૧૬ લાખ નોંધાયેલા રેશનકાર્ડધારકો પૈકી ૧.૨૭ કરોડ રેશનકાર્ડ ધારકોના ફીંગરપ્રિન્ટ ચોરાઇ ગયા છે અને તેમના નામે બીજુ જ કોઇ પુરવઠો લઇ જાય છે. કેટલાક રેશનકાર્ડધારકો તો મૃત્યુ પામ્યા છે, તેઓના નામે પણ અનાજ-કેરોસીનનો જથ્થો સગેવગે થઇ રહ્યો છે. એટલું જ નહી, નકલી પુરાવાઓ અને દસ્તાવેજો સાથે ચેડા કરીને ૬૦થી ૭૦ ટકા રેશનકાર્ડ તો બિલકુલ બોગસ બોલે છે કે જેના આધારે ગરીબો અને જરૂરિયાતમંદ નાગરિકોના હક્કનો અનાજ-કેરોસીનનો પુરવઠો બીજુ કોઇ જ ઉપાડી જાય છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી, સુરતના સાંસદ દર્શના ફિરદોશ, દિલીપ સાંઘાણી, ઝંખના પટેલ, નારનામોનો સમાવેશ થાય છે કે જેમના નામે બીજુ જ કોઇ પુરવઠો લઇ જાય છે. તેમણે આવા મોટા માથાઓના નામ રેશનકાર્ડધારકોના લીસ્ટમાં હોઇ જ ના શકે તેવો ગંભીર સવાલ પણ ઉઠાવ્યો હતો. આરટીઆઇ એકટીવીસ્ટ જાંગીડે વધુમાં જણાવ્યું હતું કે, રાજયના કરોડો રેશનકાર્ડ ધારકો પૈકી માત્ર ૯૪ હજારના મોબાઇલ અપડેટ થયા છે તેના કારણે તેમના નામે બીજુ કોઇ જથ્થો ઉપાડી જતુ હોવાછતાં તેમને મોબાઇલ પર મેસેજ પહોંચતો નહી હોવાના કારણે તેઓ આ વાતથી અજાણ છે. સુરતમાં આ કૌભાંડ મામલે આઠ એફઆઇઆર થઇ છે અને હજુ સુધી માત્ર બે નાના વેપારીઓની ધરપકડ થઇ છે પરંતુ આ કૌભાંડ સુરત કે અમરેલી સુધી સીમિત નથી, તે રાજયના મોટાભાગના જિલ્લાઓ અને વિસ્તારો સુધી પ્રસરેલું છે. તેમણે આ સમગ્ર રાજયવ્યાપી હજારો કરોડના સહકારી કૌભાંડમાં ન્યાયિક તપાસની માંગ કરી છે અને કસૂરવાર સરકારી અધિકારીઓથી માંડી સંડોવાયેલા તમામ લોકો સામે સખત નશ્યત કરવા સરકાર પાસે ઉગ્ર માંગણી કરી છે.આ પ્રકારના અહેવાલના કારણે હાલમાં ખળભળાટ મચી ગયો છે.

Related posts

અમ્યુકો અધિકારીઓ તેમજ કોન્ટ્રાકટોની મિલીભગત

aapnugujarat

६ से १२ दिसम्बर से मोदी फिर से गुजरात के दौरे पर

aapnugujarat

ભાજપ ‘કોંગ્રેસ મુક્ત બુથ’ અભિયાન ચલાવશે : વાઘાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1