Aapnu Gujarat
ગુજરાત

કતલખાને લઈ જવાતા મુંગા પશુઓને બચાવાયા

વિજયસિંહ સોલંકી , પંચમહાલ

પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા જિલ્લામાં ગૌવંશની કતલ અને ગૌવંશની ગેરકાયદે હેરાફેરી સહિતની પ્રવૃત્તિ નાબૂદ કરવા તેમજ આવી પ્રવૃતિમાં સામેલ ઇસમો સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી.જેના આધારે
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકના પી.આઇ એચ એન પટેલ બાતમી મળેલ કે ગોધરાથી વડોદરા તરફ જનાર છે. જેની બાતમીના આધારે પીએસઆઈ એ.એન રાઠોડ તેમજ સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવી હતી.જેમા એક ટ્રક આવતા તપાસ કરતા પોલીસટીમ પણ ચોકી ઉઠી હતી,જેમા ખીચોખીચ પશુઓ બાધેલા ભર્યા હતા.પોલીસે નંગ-5 -પાડા, નંગ-9 ભેસો,નંગ -4 પાડી સહિત ૧૮ મુંગા પશુઓ પકડી પાડ્યા હતા.પોલીસે પશુઓની સાથે મોબાઈલ ,ટ્રક સહિતનો ૧૧,૨૨,૫૦૦ લાખ રૂપિયાનો મૂદામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે, આ હેરાફેરીમાં સામેલ આરોપીઓ સામે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે,મુંગાપશુઓને પરવડી પાજરાપોળ ખાતે ખસેડી દેવામા આવ્યા હતા.

Related posts

अहमदाबाद : ११ दिन में उल्टी-दस्त के १६९ केस

aapnugujarat

કેન્દ્રિય દળોના વેશમાં સંઘના કાર્યકરો પહોંચ્યાં છે : મમતા

aapnugujarat

Hardik Patel approaches Gujarat HC for relaxation in his bail condition by permitting him to enter Mehsana

aapnugujarat

Leave a Comment

UA-96247877-1