Aapnu Gujarat
રાષ્ટ્રીય

પૂણે – મુંબઈ રાજમાર્ગ પર ગોઝારો અકસ્માત : એસયુવી-ટેમ્પો ધડાકા સાથે ટકરાતા પાંચનાં મોત

જુના પુણે-મુંબઈ રાજમાર્ગ ઉપર ખંડાલા અને લોનાવાલા વચ્ચે એસયુવી અને ટેમ્પો વચ્ચે ટક્કર થતાં ચાર મહિલા સહિત પાંચ લોકોના કરુણ મોત થયા છે. અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. લોનાવાલા પોલીસે માહિતી આપતા કહ્યું છે કે, આ દુર્ઘટના મોડી રાત્રે થઇ હતી તે વખતે ખંડાલા તરફથી જઇ રહેલી એસયુવી ગાડી ટેમ્પો સાથે અથડાઈ ગઈ હતી જેમાં ચાર મહિલા સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું હતું કે, ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખળ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં તપાસ કરવામાં આવી રહી છે. ૨૭મી જાન્યુઆરીના દિવસે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક મોટી દુર્ઘટના થઇ હતી. શ્રદ્ધાળુઓને લઇને જઇ રહેલી ૧૭ લોકોની બસ નદીમાં પડી જતાં ૧૩ લોકોના મોત થયા હતા. બીજી બાજુ ઘટનાસ્થળે પહોંચેલી ટીમ બચાવ અને રાહત કામગીરીમાં લાગી ગઈ છે. ઘટના સ્થળ પર સ્થાનિક લોકો પણ પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શિવાજી પુલ બન્યો હતો. એમ કહેવામાં આવી રહ્યું છે કે, બસમાં મુસાફરી કરી રહેલા તમામ શ્રદ્ધાળુ ભગવાન ગણેશની પૂજા કરીને પરત ફરી રહ્યા હતા. ૧૫મી જાન્યુઆરીના દિવસે પણ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક માર્ગ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા. નવેસરની ઘટના શુક્રવારે મોડી રાત્રે બન્યા બાદ અફડાતફડી મચી ગઈ હતી. એસયુવી ગાડી ટેમ્પો સાથે ટકરાઈ ગઈ હતી. મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. પરિવારના સભ્યોને પણ આ સંદર્ભમાં જાણ કરવામાં આવી છે. મુંબઈ-પુણે હાઈવે ઉપર વારંવાર અકસ્માતો થતાં રહે છે. આના માટે ચાલકની સાથે સાથે તંત્રની બેદરકારી પણ સ્પષ્ટપણે સપાટી ઉપર આવી ચુકી છે.

Related posts

મકાન માલિકને હેરાન કરતા ભાડુઆતો માટે કાયદાનો દુરુપયોગ માટે સુપ્રિમનો ક્લાસિક ફેંસલો

editor

મોદીના ચહેરા સાથે ફરી ભાજપ આક્રમક પ્રચારમાં

aapnugujarat

છત્તીસગઢમાં નક્સલવાદીના હુમલામાં બે જવાનો શહીદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1