Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીના ચહેરા સાથે ફરી ભાજપ આક્રમક પ્રચારમાં

લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર નરેન્દ્ર મોદીના મેજિક પર આધારિત રહેશે. મોદીની લહેર વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં જોરદાર સપાટો બોલાવ્યો હતો અને પ્રચંડ બહુમતિ હાંસલ કરી હતી. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી મોદીના ચહેરા સાથે મેદાનમાં ઉતરી રહી છે.
પાંચ વર્ષના શાસનકાળ બાદ પણ મોદી દેશના લોકોમાં સૌથી લોકપ્રિય ચહેરા તરીકે રહ્યા છે. તેમના નામ પર ભારતીય જનતા પાર્ટી પ્રચાર કરી રહી છે. સાંસદના દેખાવની વાત કરવામાં આવે તો સ્થાનિક મતદારો વધારે પ્રભાવિત નથી પરંતુ જ્યારે વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રની આવે છે ત્યારે તમામ લોકો એક સાથે ઉભેલા દેખાય છે. દેશના જુદા જુદા રાજ્યોમાં મોદી લહેર જગાવવા માટેના પ્રયાસ જારી છે. પુલવામા ત્રાસવાદી હુમલા અને ત્યારબાદ ભારતની પાકિસ્તાનમાં કાર્યવાહી બાદ રાષ્ટ્ર લહેર પણ દેખાઇ રહી છે, જે ભાજપને ફાયદો કરાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મી લોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. દિલ્હીમાં છઠ્ઠા તબક્કામાં ૧૨મી મેના દિવસે મતદાન થશે. સૌથી વધારે ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળમાં સાતમાં રાઉન્ડમાં મતદાન થશે અને તમામ તબક્કામાં અહીં મતદાન થનાર છે.
૨૨ રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થશે. તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્રમાં મજબુત નેતાની છાપ મોદી ધરાવે છે. સાથે સાથે છેલ્લા પાંચ વર્ષના ગાળામાં વૈશ્વિક મંચ પર ભારતનો ડંકો વાગી રહ્યો છે. ત્રાસવાદ સહિતના મુદ્દા પર વિશ્વના દેશો એક સાથે આવી રહ્યા છે. આવી સ્થિતીમાં મોદીની લોકપ્રિયતા અકબંધ રહી છે. લોકો માને છ કે વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા પહેલા કરતા ખુબ મજબુત થઇ રહી છે. ભારતીય જનતા પાર્ટી અન્ય પક્ષોની સરખામણીમાં લોકસભા ચૂંટણીમાં તૈયારીમાં અન્યો કરતા ખુબ આગળ નજરે પડે છે.

Related posts

किसान संगठनों की आज दोपहर दो बजे बैठक

editor

નાશિકમાં શસ્ત્રોનો મોટો જથ્થો કબજે કરાયો, મામલો ત્રાસવાદનો નથી : પોલીસ

aapnugujarat

રિઝર્વ બેંકે વિદેશમાં નાણાં મોકલવાના નિયમો કડક બનાવ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1