Aapnu Gujarat
બિઝનેસ

પેટીએમના ૨૦૦ કર્મચારીઓ થઈ ગયા રાતોરાત કરોડપતિ

ઑનલાઇન પેમેન્ટ એપ પેટીએમ દરરોજ નવી ઉંચાઈઓને અડી રહ્યું છે. સોમવારે કંપનીએ જાહેરાત કરી હતી કે તેમનું બજાર મૂલ્ય ૬૩,૫૩૭ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. પેટીએમના પૂર્વ અને અત્યારના ૨૦૦ કર્મચારીઓએ પોતાના શેર ઇશોપને વેચી છે. જેની કિંમત અંદાજે ૩૦૦ કરોડ રૂપિયા સુધીની છે. જેને કારણે કંપનીના બજાર મૂલ્યમાં ઘણો ઉછાળો આવ્યો છે.પેટીએમના નિવેદન મુજબ, કંપનીનું બજાર મૂલ્ય ૧૦ બિલિયન યુએસ ડૉલર સુધી પહોંચી ગયું છે. ગયા વર્ષે મે મહિનામાં આ વેલ્યુ ૭ બિલિયન ડૉલર સુધી પહોંચી હતી. હાલમાં જાપાન સોફ્ટ બેંક કંપનીએ પેટીએમમાં ૧.૪ બિલિયન ડૉલરની નજીક રોકાણ કર્યુ છે. બાદમાં પેટીએમ ફ્લિપકાર્ટ બાદ દેશની સૌથી મહત્તમ મૂલ્યવાળી કંપની બની ગઇ હતી.ઇશોપ કોઇ પણ કંપનીના કર્મચારીને મળી રહેલા પગારથી અલગ હોય છે. ૨૦૦ કર્મચારીઓએ આ શેર વેચ્યા હતાં. જેને કારણે કંપનીના ખાતામાં ૩૦૦ કરોડ આવ્યા છે.અહીં જણાવવાનું કે, આ અગાઉ ગયા વર્ષે પેટીએમના ફાઉન્ડર વિજય શંકર શર્માએ પોતાના ૧ ટકા શેરને વેંચ્યો હતો. જેનાથી કંપનીએ સરેરાશ ૩૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, પેટીએમની સીમા સતત વધતી જાય છે. હાલમાં પેટીએમને બેંકનું લાયસન્સ પણ મળ્યું છે. પેટીએમ અત્યારે પેટીએમ પેમેન્ટ બેંક, પેટીએમ મોલ, પેટીએમ મની સહિત કેટલાંક અન્ય પ્રોડક્ટને ચલાવી રહ્યું છે.

Related posts

સૌથી અમીર શહેરોમાં મુંબઈ વિશ્વમાં ૧૨માં સ્થાન પર રહ્યું

aapnugujarat

ગોલ્ડ ઇન્ડસ્ટ્રીમાં દર વર્ષે ૨૫ લાખ નોકરીની તક ઉભી કરાશે

aapnugujarat

Sensex slips by 184.08 points and Nifty closes at 12021.65

aapnugujarat

Leave a Comment

UA-96247877-1