Aapnu Gujarat
ગુજરાત

દેશની કોઈ નગરપાલિકાએ નથી કર્યુ તે ડીસાની પાલિકાએ કરી બતાવ્યું..!

બનાસકાંઠાના ડિસામાં નગરપાલિકાની જનરલ બોર્ડની સભા મળી હતી. જેમાં સુરક્ષા જવાનો અને વિધવા મહિલાના ઘર વેરા માફ માટેની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં શાસક અને વિપક્ષે સર્વાનુમતે દરખાસ્તને મંજૂરી આપી હતી.  પાલિકાના પ્રમુખે ગુજરાતની તમામ પાલિકાએ વિધવા અને જવાનોના વેરા માફ કરવા જોઈએ. તેવી અપીલ કરી હતી.સમગ્ર રાજ્યમાં હાલ કોઇ નગર પાલિકામાં આવી વ્યવસ્થા નથી.  આ૫ણા રક્ષણ માટે પોતાના જીવની બાજી લગાવી દેનાર તેમજ તમામ સુખ-સુવિધા છોડીને સરહદે દૂર્ગમ વિસ્તારમાં ચોકી ૫હેરો ભરતા સેનાના જવાનો પ્રત્યે ઋણ અદા કરવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું ડીસા પાલિકાના સભ્યોએ જણાવ્યું હતું. બીજી કોઇ સહાય ન થાય તો ૫ણ રાજ્યની દરેક પાલિકા આવો નિર્ણય કરે તો ગુજરાત સમગ્ર દેશમાં ૫હેલ કરનારૂ સૌપ્રથમ રાજ્ય બની રહેશે.

Related posts

નવી જંત્રી અમલી બનશે તો નાગરિકોને માથે પ્રોપર્ટી ટેક્સ વધશે

aapnugujarat

વસ્તી ગણતરીમાં બૌદ્ધ લખાવો અભિયાન

aapnugujarat

નવરાત્રી ઉત્સવની પરંપરાગતરીતે ભવ્ય શરૂઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1