Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં તેજી રહેવાના સ્પષ્ટ સંકેતો : બજેટ ઉપર નજર કેન્દ્રિત

શેરબજારમાં શરૂ થતાં નવા કારોબારી સત્રમાં પણ જુદા જુદા પરિબળોની સીધી અસર રહેનાર છે. સતત છ સેશનમાં જોરદાર તેજી રહ્યા બાદ શેરબજારમાં ગુરુવારના દિવસે પસંદગીની બ્લુચિપ કંપનીઓમાં વેચવાલીનું મોજુ ફરી વળ્યું હતું. એસબીઆઈ, ઇન્ફોસીસ, ટીસીએસ, મારુતિ અને હિરો મોટોમાં વેચવાલી જામી હતી. બેંક રિકેપની વિગતો સપાટી ઉપર આવ્યા બાદ બેંકિંગ શેરોમાં જોરદાર તેજી જામી હતી. ફિન્ચના કહેવા મુજબ સરકાર મુશ્કેલ તબક્કાનો સામનો કરી રહેલી જાહેર ક્ષેત્રની બેંકોમાં ૮૮૧૪૦ કરોડ રૂપિયા ઠાલવશે. જોખમી પરિબળો હોવા છતાં સરકાર બેંકિંગ ક્ષેત્રમાં નવા પ્રાણ ફૂંકવા માટે તૈયાર છે. બેડ સંપત્તિને લઇને સરકાર પણ ચિંતાતુર છે. ગુરુવારના દિવસે સેંસેક્સ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૩૬૦૫૦ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૬ પોઇન્ટ ઘટીને ૧૧૦૬૯ની સપાટીએ રહ્યો હતો. દલાલ સ્ટ્રીટમાં હવે તમામની નજર કેન્દ્રિત બજેટ ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે જે ગુરુવારના દિવસે રજૂ કરવામાં આવનાર છે. માર્કેટમાં સૌથી મોટા ડ્રાઇવર તરીકે બજેટ પુરવાર થશે. ઇન્ડસ્ટ્રી બોડી દ્વારા કોર્પોરેટ ટેક્સમાં કાપની અપેક્ષા રાખવામાં આવી રહી છે જ્યારે પગારદાર વર્ગ ઇન્કમટેક્સ ઓછા રાખવાની તરફેણમાં છે. એલટીસીજી ટેક્સ પણ શેરબજારમાં રોકાણકારો માટે આકર્ષક બની શકે છે. બ્રોકરેજ કોટક સિક્યુરિટીએ કહ્યું છે કે, મોદી સરકાર મૂડી લાભ ઉપર ક્લેઇમ મુક્તિને લઇને રોકાણકારોને મુશ્કેલીમાં મુકી શકે છે. એચડીએફસી, આઈડીએફસી, ટેક મહિન્દ્રા કંપનીઓના પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવનાર છે જ્યારે ઇન્ડિયન ઓઇલના પરિણામ મંગળવારના દિવસે જાહેર કરાશે. આઈસીઆઈસીઆઈ બેંક, એલએન્ડટી, એનટીપીસી, વેદાંતા દ્વારા ૩૧મી જાન્યુઆરી એટલે કે બુધવારે પરિણામ જાહેર કરાશે. આવી જ રીતે બજાજ ઓટો, હિન્ડાલ્કો જેવી મહાકાય કંપનીઓ બીજી ફેબ્રુઆરીના દિવસે પરિણામ જાહેર કરશે. ગુરુવારના દિવસે નેશનલ સ્ટોક એક્સચેંજના નિફ્ટી ઇન્ડેક્સે અલગ સ્થિતિ રચી હતી. અમેરિકામાં ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બેઠક પણ મંગળવારે બે દિવસની બેઠક થઇ શરૂ થઇ રહી છે. આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે. અમેરિકામાં ફેડરલ રિઝર્વના વડા તરીકે જેનેટ યલેનની ફેડરલ રિઝર્વના વડા તરીકે આ અંતિમ બેઠક રહેશે. ફેડરલ રિઝર્વ દ્વારા કોઇ નવા પગલા લેવામાં આવે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. જેનેટ યલેન બાદ હવે જેરોમ પોવેલ ફેડરલ રિઝર્વના વડા બનશે. વ્યાજદરમાં કોઇ વધારો થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. બીજી બાજુ જાન્યુઆરી ૨૦૧૮ માટેના મેન્યુફેક્ચરિંગ સેક્ટરના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. ગુરુવારના દિવસે ક્રૂડની કિંમત ૨૦૧૪ બાદથી પ્રથમ વખત ૭૧ ડોલરના આંકડા સુધી પહોંચી ગઈ છે.

Related posts

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ નહીં થાય : અસદુદ્દીન ઓવૈસી

aapnugujarat

તમારું પણ પૂરું થશે કરોડપતિ બનવાનું સપનું, બસ કરો આટલું કામ…

aapnugujarat

ગુજરાતમાં આજે ૧૬૪થી વધુ રથયાત્રા નીકળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1