Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સાઇબર ક્રાઇમ સંકલન સેન્ટર રચવાની તૈયારી

નાણાંકીય છેતરપિંડી, કોમવાદી હિંસા અને પોર્નોગ્રાફીક સામગ્રી મુકી દેવા જેવા સાઇબર ક્રાઈમના ગુનાઓને રોકવા માટે કેન્દ્ર સરકારે હવે એક સર્વોચ્ચ સાઈબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર બનાવવાની તૈયારી કરી લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આની રચના કરવામાં આવશે. રાજ્યોને પણ દરેક જિલ્લામાં આવી જ એક વ્યવસ્થા ઉભી કરવા સૂચના આપવામાં આવી છે. સરકારે કહ્યું છે કે, દરેક રાજ્યમાં પોલીસ અધિકારીઓ માટે સાઇબર ફોરેન્સિક ટ્રેનિંગ લેબોરેટરી કમ ટ્રેનિંગ સેન્ટરની રચના કરવા માટે ૮૩ કરોડ રૂપિયા જારી કરવામાં આવી ચુક્યા છે. આ ફંડ મહિલાઓ અને બાળકોની સામે વધી રહેલા સાઈબર ગુનાને રોકવા માટે ખર્ચ કરવામાં આવશે. સર્વોચ્ચ સેન્ટર ઇન્ડિયન સાઇબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટરની રચના દિલ્હીમાં કરવામાં આવશે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પણ પોતાની રીતે આગળ વધશે.

Related posts

શેરબજાર ફ્લેટ : પીએસયુ બેંકિંગ શેરોમાં તેજી

aapnugujarat

૭ વર્ષમાં મોદી સરકારને પેટ્રોલ – ડીઝલથી ૧૬.૭ લાખ કરોડની આવક થઇ

editor

ભાજપ બિહાર ચૂંટણીમાં વીઆઇપી પાર્ટીને ૧૧ બેઠકો આપશે

editor

Leave a Comment

UA-96247877-1