Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા પેટ્રોલ અને ડીઝલ એક્સાઇઝ ડ્યુટીમાં કાપની માંગણી કરાઈ

બજેટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે જુદા જુદા ક્ષેત્રો તરફથી પોતપોતાની રજૂઆત કરવામાં આવી રહી છે. પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા પણ પોતાની ઇચ્છા નાણામંત્રાલય સમક્ષ રજૂ કરી દેવામાં આવી છે જેના ભાગરુપે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મુકવા માટેની રજૂઆત કરવામાં આવી છે. વધતા જતા ક્રૂડ ઓઇલના ભાવની અસરને ઘટાડવાના હેતુસર વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મુકવા માટેની રજૂઆત કરવામાં આવી છે. પેટ્રોલિયમ મંત્રાલયના બે અધિકારીઓ દ્વારા આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. આ વર્ષે મોડેથી ચાવીરુપ રાજ્યોમાં ચૂંટણીનો સામનો કરનાર અને ૨૦૧૯માં સામાન્ય ચૂંટણીનો સામનો કરવા જઇ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પેટ્રોલ અને ડીઝલના છુટક ભાવ રેકોર્ડ ઉંચી સપાટી ઉપર પહોંચી ગયા બાદ ભારે દબાણ આવી ગયું છે. દક્ષિણ એશિયન દેશોમાં પેટ્રોલ અને ડીઝલના છુટક ભાવ ભારતમાં સૌથી વધારે છે. પેટ્રોલની કિંમત લીટરદીઠ ૭૦થી પણ ઉપર પહોંચી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલના વપરાશના મામલામાં ભારત સૌથી આગળ છે. પેટ્રોલિયમ મંત્રાલયના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, અમે માત્ર અપીલ કરી રહ્યા છીએ. નાણા મંત્રાલય દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે. બજેટમાં પેટ્રોલ અને ડિઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં કાપ પહેલી ફેબ્રુઆરીના દિવસે મુકવામાં આવી શકે છે. વર્ષ ૨૦૧૬-૧૭માં પેટ્રોલિયમ સેકટરે કુલ રેવેન્યુ પૈકી ૫.૨ ટ્રિલિયન રૂપિયાનું યોગદાન આપ્યું હતું. ભારતે નવેમ્બર ૨૦૧૪ અને જાન્યુઆરી ૨૦૧૬ વચ્ચના ગાળામાં નવ વખત એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો હતો. વૈશ્વિક તેલ કિંમતોમાં ઘટાડો થયા બાદ આ સ્થિતિ સર્જાઈ હતી. જો કે, ત્યારબાદ લીટરદીઠ બે રૂપિયા સુધી છેલ્લા ઓક્ટોબર મહિનામાં ટેક્સમાં ઘટાડો કર્યો હતો. સુત્રોએ કહ્યું છે કે, મંત્રાલય દ્વારા પેટ્રોલ, ડીઝલ, જેટલ ફ્યુઅલ, નેચરલ ગેસ સહિત જુદા જુદા ક્ષેત્રોમાં રાહત આપવાની માંગ કરવામાં આવી છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમના વડા રામાસ્વામીએ કહ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલ ખુબ જ સંવેદનશીલ છે. આવી સ્થિતિમાં બજેટમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મુકવામાં આવે તે જરૂરી છે. પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, જીએસટીમાં રિફાઈન્ડ પ્રોડક્ટના ઉમેરાથી રિટેલ કિંમતોમાં ઘટાડો થશે. ઇન્ડિયન ઓઇલે હાલના વર્ષોમાં સરકાર પાસેથી કેટલાક મામલે સહાયતની માંગ કરી છે.

Related posts

આસામમાં પુરની સ્થિતી : ૭૨ હજાર લોકો ફરીવાર સંકજામાં

aapnugujarat

દુનિયા માટે સૌથી મોટુ સંકટ છે આતંકવાદ અને કટ્ટરપંથ : રાજનાથ સિંહ

editor

દેશ છોડતાં પહેલાં હું જેટલીને મળ્યો હતો : માલ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1