Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જનધન યોજનામાં વધુ ધન આપવા સરકારની તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પ્રધાનમંત્રી જનધન યોજનાને વધુ વિસ્તૃત બનાવવાની યોજના ધરાવે છે. આના ભાગરુપે આ સ્કીમ હેઠળ ઓવરડ્રાફ્ટ રકમને બે ગણી કરવાની ઇચ્છા ધરાવે છે. ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવાની દિશામાં પહેલ થઇ શકે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, બજેટમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી શકે છે. નાણામંત્રી અરુણ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરનાર બજેટમાં આ અંગેની જાહેરાત કરી શકે છે. સરકાર આ સ્કીમને વધુ મજબૂતરીતે આગળ વધારવા ઇચ્છુક છે. આ સ્કીમમાં હાલ ૫૦૦૦ રૂપિયાના ઓવરડ્રાફ્ટ આપવામાં આવી રહ્યા છે. જનધન યોજના સ્કીમ ઓગસ્ટ મહિનામાં પુરી થઇ હતી. ૭૩૨૫૮ કરોડના ડિપોઝિટ સાથે ૩૧૦ મિલિયન લોકોને લાભ મળ્યા છે. સરકાર પ્રધાનમત્રી જનધન યોજના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધવા ઇચ્છુક છે.

Related posts

लोकसभा में बोले ओवेसी – सरकार बच्चों पर जुल्म कर रही है

aapnugujarat

पेट्रोल-डीजल गाड़ियों पर नहीं लगेगा बैन : गडकरी

aapnugujarat

૧૨૫ કરોડ દેશવાસી મળશે તો સ્વચ્છતાનું સ્વપ્ન પૂર્ણ થશે : સ્વચ્છ ભારત મિશન પ્રસંગે મોદીનું સંબોધન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1