Aapnu Gujarat
રમતગમત

ન્યુઝીલેન્ડ-ઇંગ્લેન્ડ સામે ટી-૨૦ સીરિઝમાં વોર્નર કેપ્ટન

ડેવિડ વોર્નર ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ સામે આગામી મહિને રમાનાર ટી-૨૦ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કરશે. નિયમિત કેપ્ટન સ્ટિવ સ્મિથને દક્ષિણ આફ્રિકાના મહત્વપૂર્ણ પ્રવાસ પહેલા આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્ય પસંદગીકાર ટ્રેવર હોન્સે આજે કહ્યું હતું કે, દક્ષિણ આફ્રિકા શ્રેણી તેમના માટે ખુબ મહત્વપૂર્ણ છે જેથી ખેલાડીઓની તૈયારી સૌથી સર્વશ્રેષ્ઠ રહે તેની ખાતરી કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચથી પહેલા અભ્યાસ મેચ પણ રમાશે. સ્ટિવ સ્મિથને આરામ આપવાના સંદર્ભમાં પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, સ્ટિવ સ્મિથ માટે આગામી સમય ખુબ જ વ્યસ્ત રહેનાર છે. દક્ષિણ આફ્રિકા જવાથી પહેલા આ ટુંકા બ્રેકથી તેને માનસિક અને શારીરિકરીતે ફાયદો થશે. ઇંગ્લેન્ડની સામે વનડે શ્રેણીથી નજરઅંદાજ કરવામાં આવેલા ગ્લેન મેક્સવેલને ટી-૨૦ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સિડની સિક્સર્સના ઝડપી બોલર ડોઆરીશ, એડિલેડ સ્ટ્રાઇકરના વિકેટકિપર એલેક્ષ કેરી અને હોબાર્ટના ડાર્સી સોર્ટનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રિકોણીય શ્રેણી ત્રીજીથી ૨૧મી ફેબ્રુઆરી વચ્ચે રમાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડની સામે વનડે શ્રેણી રમી રહ્યું છે. બીજી બાજુ આગામી મહિને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ૧૫ સભ્યોની ટેસ્ટ ટીમ પણ જાહેર કર દેવામાં આવી છે. આ ટીમમાં વિકટોરિયાના સ્પીનર હોલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ૨૦૧૬માં ઓસ્ટ્રેલિયા તરફથી શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. જો કે, વર્તમાન શ્રેણીમાં તેને તક મળી ન હતી. વર્તમાન એસીઝ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ ઉપર ૪-૦થી જીત મેળવી હતી. દુનિયાની બીજા નંબરની ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમશે જેમાં ૨૧ વર્ષના રિચર્ડસનનો ઝડપી બોલર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. એસીઝ શ્રેણીમાં ૨૫ રનની સરેરાશ સાથે રન બનાવ્યા હોવા છતાં બેટ્‌સમેન કેમરુન બેનક્રાફ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નિવેદનમાં કહ્યું છે કે, ટેસ્ટ ટીમના તમામ સભ્યો ૧૫મી ફેબ્રુઆરીના દિવસે દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. આમા ડેવિડ વોર્નર સામેલ થશે નહીં. કારણ કે, તે ઓસ્ટ્રેલિયાની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરશે.

Related posts

બ્રાયન લારાથી પણ કેપ્ટન વિરાટ કોહલી હવે આગળ

aapnugujarat

કોલકાતાના સુકાની તરીકે શ્રેયસ ઐયર, ઉપસુકાની તરીકે નીતિશ રાણાની વરણી

aapnugujarat

उत्तर प्रदेश के कप्तान बने प्रीयम गर्ग

editor

Leave a Comment

UA-96247877-1