Aapnu Gujarat
રમતગમત

ન્યુઝીલેન્ડની પાકિસ્તાન ઉપર સરળ જીત

વેલિગ્ટન ખાતે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પાંચમી અને અંતિમ વનડે મેચમાં પણ યજમાન ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ૧૫ રને જીત મેળવી હતી. આની સાથે જ ન્યુઝીલેન્ડે વન ડે શ્રેણી ૫-૦થી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ૫૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ૨૭૧ રન કર્યા હતા. જેમાં ઓપનિંગ બેટ્‌સમેન ગુપ્ટિલે સૌથી વધારે ૧૦૦ રન કર્યા હતા. ગુપ્ટિલ ૧૨૬ બોલમાં ૧૦ ચોગ્ગાની મદદથી આ રન બનાવવામાં સફળ રહ્યો હતો. ટેલરે અડધી સદી કરી હતી. જીતવા માટેના ૨૭૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ ૨૫૬ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. હરીશ સોહિલે સૌથી વધારે ૬૩ રન કર્યા હતા. આ મેચ અને સમગ્ર વનડે શ્રેણીમાં શાનદાર દેખાવ કરનાર ગુપ્ટિલની મેન ઓફ ધ મેચ અને સિરીઝ તરીકે પસંદગી કરવામાં આવી હતી. અગાઉ ૧૬મી જાન્યુઆરીના દિવસે રમાયેલી ચોથી વનડે મેચમાં પણ ન્યુઝીલેન્ડે પાકિસ્તાન ઉપર ડેનાઇટ મેચમાં પાંચ વિકેટે જીત મેળવી હતી. ૨૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે ન્યુઝીલેન્ડે જીત મેળવી લીધી હતી.તે પહેલવા ડ્યુનેડિન ખાતે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ૧૮૩ રને જીત મેળવી હતી. નેલ્સન ખાતે નવમી જાન્યુઆરીના દિવસે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની બીજી વનડે મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધાર પર આઠ વિકેટે જીત મેળવી હતી. વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે ટાર્ગેટને ઘટાડી દેવાની ફરજ પડી હતી. ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે સતત બીજી મેચમાં નિર્ણય લેવાની ફરજ પડી હતી. છઠ્ઠી જાન્યુઆરીના દિવસે વેલિંગ્ટન ખાતે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે પાકિસ્તાન પર ૬૧ રને જીત મેળવી હતી. પાંચ વનડે મેચોની શ્રેણી બાદ ત્રણ ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ ટ્‌વેન્ટી મેચ ૨૨મી જાન્યુઆરીથી રમાશે. પાકિસ્તાનની ટીમના તમામ બેટ્‌સમેનો હાલમાં ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે. ટીમમાં ધરખમ ફેરફારો કરવાની જરૂરીયાત દેખાઇ રહી છે. ગુપ્ટિલ હાલમાં જોરદાર ફોર્મમાં છે.

Related posts

मोदी ने कोहली से पूछा – यो यो टेस्ट क्या कप्तान को भी देना पड़ता है

editor

અફઘાનિસ્તાન પર ટીમ ઈન્ડિયાની શાનદાર જીત

aapnugujarat

બ્રાવો-ગેલ સિવાય કોઈનેય ટેસ્ટ ક્રિકેટમાં રસ નથી : જેસન હોલ્ડર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1