Aapnu Gujarat
રમતગમત

ઓસ્ટ્રેલિયા પર ઇંગ્લેન્ડનો ચાર વિકેટે વિજય

બ્રિસ્બેન ખાતે રમાયેલી બીજી ડેનાઇટ વનડેમાં ઓસ્ટ્રેલિયા ઉપર ઇંગ્લેન્ડે ચાર વિકેટે જીત મેળવી હતી. આની સાથે જ શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી હતી. ૩૪ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે ઇંગ્લેન્ડે આ મેચ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત ૫૦ ઓવરમાં નવ વિકેટે ૨૭૦ રન કર્યા હતા જેમાં ફિન્ચે સતત બીજી સદી ફટકારી હતી. ફિન્ચ ૧૦૬ રન કરીને આઉટ થયો હતો જેમાં નવ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જવાબમાં ઇંગ્લેન્ડ તરફથી ટોપ ઓર્ડરના બેટ્‌સમેનો ફરી છવાયેલા રહ્યા હતા. બેરશો ૬૦, હેલ્સ ૫૭ અને રુટ ૪૬ રન કરીને પોતાની ટીમને જીત અપાવવામાં ચાવીરુપ ભૂમિકા અદા કરવામાં સફળ રહ્યા હતા. ૧૪મી જાન્યુઆરીએ મેલબોર્ન ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા ઉપર ઇંગ્લેન્ડે પાંચ વિકેટે જીત મેળવીને તમામ ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. હાલમાં જ એસિઝ શ્રેણી ૪-૦થી ગુમાવી લીધા બાદ ઇંગ્લેન્ડની ટીમ જોરદાર દેખાવ સાથે વાપસી કરવામાં સફળ રહી હતી. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટે ૩૦૪ રન કર્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડે ૪૮.૫ ઓવરમાં ૩૦૮ રન માત્ર પાંચ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ઇંગ્લેન્ડે તરફથી રોયે યાદગાર ઇનિંગ્સ રમતા ૧૫૧ બોલમાં ૧૬ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે ૧૮૦ રન ફટકાર્યા હતા જ્યારે રુટે ૯૧ રન બનાવ્યા હતા. મેન ઓફ દ મેચ તરીકે રોયની પસંદગી કરાઈ હતી. હાલમાં ઘરઆંગણે એસિઝ શ્રેણીમાં ૪-૦થી જીત મેળવી લીધા બાદ ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણીમાં છવાશે તેમ માનવામાં આવી રહ્યું છે પરંતુ પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે તેને કારમીરીતે હાર આપી છે. હાલમાં પાંચમી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઇનિંગ્સ અને ૧૨૩ રને જીત મેળવીને એસીઝ શ્રેણી ૪-૦થી જીતી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે પેટ કમિન્સની પસંદગી કરાઈ હતી જ્યારે મેન ઓફ દ સિરીઝ તરીકે સ્ટિવ સ્મિથની પસંદગી કરવામાં આવી હતી.

Related posts

सचिन का वर्ल्ड रिकॉर्ड तोड़ने से सिर्फ 8 शतक दूर हैं विराट

aapnugujarat

આ 15 વર્ષીય યુવતીએ ક્રિકેટર સચિન તેંડુલકરનો 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો

aapnugujarat

પર્થ ટેસ્ટમાં ત્રીજા દિવસે સ્ટિવ સ્મિથ તેમજ માર્શ છવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1