Aapnu Gujarat
રમતગમત

પર્થ ટેસ્ટમાં ત્રીજા દિવસે સ્ટિવ સ્મિથ તેમજ માર્શ છવાયા

પર્થના મેદાન ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ આજે ચાર વિકેટે ૫૪૯ રન કર્યા હતા અને સ્થિતિ મજબૂત બનાવી હતી. પર્થના મેદાન ખાતે રમાઈ રહેલી એસીઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચના ગઇકાલે બીજા દિવસે ઇંગ્લેન્ડના પ્રથમ દાવમાં ૪૦૩ રન ઓલઆઉટના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રણ વિકેટે ૨૦૩ રન કર્યા હતા. આજે આગળ રમતા કેપ્ટન સ્ટિવ સ્મિથ અને એમઆર માર્શની જોડી જામી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ચોથી વિકેટ ૨૪૮ રને ગુમાવી દીધા બાદ હજુ સુધી કોઇ વિકેટ પડી નથી. આજે દિવસ દરમિયાન ઓસ્ટ્રેલિયા તરફથી આજે એકમાત્ર વિકેટ શોન માર્શની પડી હતી. ઓસ્ટ્રેલિયાએ આજે દિવસ દરમિયાન શાનદાર બેટિંગ કરીને ૩૪૬ રન બનાવ્યા હતા અને માત્ર એક વિકેટ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટિવ સ્મિથે અણનમ ૨૨૯ રન કર્યા હતા જેમાં ૨૮ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે એમઆર માર્શે અણનમ ૧૮૧ રન બનાવ્યા હતા જેમાં ૨૯ ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ ટેસ્ટ મેચમાં હવે ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ્સમાં ૧૪૬ રનની લીડ ધરાવે છે અને તેની છ વિકેટ હાથમાં છે. અગાઉ ઇંગ્લેન્ડ તરફથી માલને સૌથી વધુ ૧૪૦ રન કર્યા હતા. ગઇકાલે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ત્રણ વિકેટ ૨૦૩ રન કર્યા હતા. સ્મિથ ૯૨ રન સાથે રમતમાં હતો. આજે સ્મિથે રેકોર્ડ સર્જીને બેવડી સદી ફટકારી હતી. પર્થના મેદાન ખાતે શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં મજબૂત દેખાવ કરીને ચાર વિકેટે ૩૦૫ રન બનાવ્યા હતા. ત્યારબાદ ઇંગ્લેન્ડની ટીમ ૪૦૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડ તરફથી માલને સૌથી વધુ ૧૪૦ રન કર્યા હતા જ્યારે બેરશોએ ૧૧૯ રન કર્યા હતા. જો કે, અન્ય બેટ્‌સમેનો નિષ્ફળ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે ૯૧ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી જ્યારે હેઝલવુડે ત્રણ વિકેટ ઝડપી હતી. અગાઉ ઇંગ્લેન્ડના કેપ્ટન રુટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે સફળ સાબિત થયો હતો. અત્રે નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ ૨-૦ની લીડ ધરાવે છે. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૧૨૦ રને જીત મેળવ હતી જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ ૧૦ વિકેટે જીતી હતી. અત્રે નોંધનીય છે કે, બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે રમાયેલી એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ધારણા પ્રમાણે જ આ ટેસ્ટ મેચ ૧૦ વિકેટે જીતી લીધી હતી. આની સાથે જ એસીઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડ ઉપર ૧-૦ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૧૭૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના આ રન બનાવી લીધા હતા અને જીત મેળવી હતી જ્યારે બીજી ટેસ્ટ મેચમાં ૧૨૦ રને શાનદાર જીત મેળવી હતી. સ્ટિવ સ્મિથના નેતૃત્વમાં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાની ટીમ જોરદાર દેખાવ કરી રહી છે.

Related posts

ब्राजील स्ट्राइकर गेब्रिएल जीसस पर दो महीने का लगा अंतरराष्ट्रीय बैन

aapnugujarat

કુશીનગર એરપોર્ટનુ વડાપ્રધાનએ ઉદ્ધાટન કર્યું

editor

टोरंटो नैशनल टी-20 लीग में खेलते नजर आएंगे युवराज सिंह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1