Aapnu Gujarat
ગુજરાત

મતદાનમાં ઐતિહાસિક સિધ્ધિ સાથે જિલ્લાને ગૌરવ બક્ષવા બદલ જાગૃત મતદારો-જિલ્લાવાસીઓને વધામણાં સાથે અભિનંદન પાઠવતાં નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર નિનામા

ગત તા. ૯ મી ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં ૭૯.૧૫ ટકાના સરેરાશ મતદાન સાથે મોખરે રહેલો બહુધા આદિવાસી વસ્તી ધરાવતો નર્મદા જિલ્લો રાજ્યમાં તા. ૧૪ મી ડિસેમ્બરે યોજાયેલા બીજા તબક્કાનાં મતદાનનાં અંતે પણ ૭૯.૧૫ ની ટકાવારી સાથે રાજ્યભરમાં ટકાવારીની ટોચ પ્રથમસ્થાને અડીખમ રહેવા પામ્યો છે. મતદાનની યશસ્વી સિધ્ધિ સાથે મોખરે રહેલા આ જિલ્લામાં ૮૩.૬૩ ના મતદાનની ટકાવારી સાથે મોખરે રહેલી દેડીયાપાડા બેઠક બીજા તબક્કાના હવે દ્વિતિય સ્થાને રહેવા પામી છે. ગત વિધાનસભા ૨૦૧૨ માં ૮૮.૮૧ ટકા સાથે મોખરે રહેલો દેડીયાપાડા વિધાનસભા મતક્ષેત્ર લોકસભા-૨૦૧૪ માં પણ ૮૫.૮૮ ટકા સાથે મોખરે રહેવા ઉપરાંત ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ સરેરાશ ૮૨.૨૧ ટકા મતદાન સાથે મોખરે રહેલો નર્મદા જિલ્લો નર્મદા જિલ્લો આ વખતે પણ ૭૯.૧૫ ટકા મતદાન સાથે રાજ્યભરમાં પુનઃ મોખરે રહેવાની હેટ્રીક નોંધાવી છે.

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની યોજાયેલી સામાન્ય ચૂંટણીઓના મતદાનમાં નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ (અ.જ.જા.) અને ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા.) વિધાનસભા મત વિસ્તારની ચૂંટણીમાં થયેલા મતદાનમાં ૧,૬૮,૬૮૧ પુરૂષ અને ૧,૫૮,૭૧૫ મહિલા મતદારો સહિત કુલ- ૩,૨૭,૩૯૬ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરીને વિક્રમજનક મતદાન કરતાં જિલ્લામાં ૮૦.૧૧ ટકા પુરૂષ અને ૭૮.૧૬ ટકા મહિલા મતદાનની ટકાવારી સાથે નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં ૭૯.૧૫ ટકા મતદાન સાથે મોખરે રહ્યોં હતો. ગત તા. ૧૪ મી ડિસેમ્બર, ૨૦૧૭ નાં રોજ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની યોજાયેલી ચૂંટણીમાં નોંધાયેલા મતદાનની વિગતો જોતા અને પ્રાપ્ય અહેવાલો મુજબ નર્મદા જિલ્લાએ રાજ્યમાં બીજા તબક્કામાં થયેલા મતદાનને અંતે પણ તેની ૭૯.૧૫ ટકાની ટકાવારી સાથે મોખરાનું સ્થાન જાળવી રાખીને રાજ્યના ૩૩ જિલ્લાઓની મતદાનની ટકાવારીમાં પ્રથમ સ્થાને રહેવા પામ્યો છે. આમ, નર્મદા જિલ્લા ચૂંટણીતંત્રનું નેતૃત્વ કરનાર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાનાં માર્ગદર્શન અને રાહબરી હેઠળ કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃત્તિ માટે ઘનિષ્ઠ અભિયાન અને બહુધા આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાવાસી જાગૃત્ત મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાનમાં તેમની ભાગીદારી નોંધાવતા નર્મદા જિલ્લો તેની આ અભૂતપૂર્વ અને ઐતિહાસિક યશસ્વી સિધ્ધિ સાથે રાજ્યભરમાં મતદાન ટકાવારીની ટોચ પર રહેવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે, તે બદલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા આર.એસ. નિનામાએ જાગૃત મતદારો અને જિલ્લાવાસીઓને વધામણાં સાથે અભિનંદન પાઠવી રાજ્યકક્ષાએ જિલ્લાને ગૌરવ બક્ષવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લાની ઉક્ત બન્ને બેઠકો માટે હાલની ચૂંટણી માટે ૨,૧૦,૫૬૧ પુરૂષ અને ૨,૦૩,૦૫૯ મહિલા તેમજ અન્ય જાતિનાં ૫ (પાંચ) મતદારો સહિત કુલ- ૪,૧૩,૬૨૫ મતદારો નોંધાયા હતાં.

ગત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ- ૨૦૧૨ માં ઉક્ત બન્ને બેઠકો માટે ૧,૫૮,૪૮૦ પુરૂષ અને ૧,૪૮,૬૨૨ મહિલા સહિત કુલ- ૩,૦૭,૧૦૨ મતદારોનાં નોંધાયેલા મતદાનમાં ૮૨.૮૭ ટકા પુરૂષ અને ૮૧.૫૨ ટકા મહિલા મતદાન સહિત સરેરાશ કુલ- ૮૨.૮૧ ટકા જેટલી મતદાનની ટકાવારી નોંધાવા સાથે નર્મદા જિલ્લો ગત વિધાનસભા ૨૦૧૨ ની ચૂંટણીમાં પણ રાજ્યભરમાં મોખરે – પ્રથમ સ્થાને રહ્યોં હતો.

Related posts

અમ્યુકો કચેરીમાં બાઉન્સરો તૈનાત કરાતાં જોરદાર વિવાદ

aapnugujarat

કાકરાપાર -ગોરધા-વડને જોડતી ઉદ્દવહન સિંચાઈ યોજનાને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે : ગણપતસિંહ વસાવા

aapnugujarat

શહેરમાં ત્રણ અકસ્માતમાં બે બાળક સહિત ત્રણનાં મોત થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1