Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસમાં સામેલ થયા બીજેપીના પૂર્વ સાંસદ નાનાભાઉ પટોલે, રાહુલ ગાંધીએ કર્યું સ્વાગત

વડાપ્રધાન મોદીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવનારા નાનાભાઉ પટોલે આજે કોંગ્રેસ જોઇન કરી છે. વડાપ્રધાન મોદી પર સવાલ ઉઠાવનાર નાનાભાઉ પટોલે સંસદમાંથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસમાં સામેલ થયા.
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખુદ નાનાભાઉ પટોલેને કોંગ્રેસ પાર્ટીમાં સામેલ કર્યા હતા. ગુરુવારે કોંગ્રેસ પાર્ટીએ નાનાભાઉ પટોલે અને રાહુલ ગાંધીની તસવીર ટિ્‌વટર પર શૅર કરી હતી. તેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્સાહથી તેમનું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે.ભાજપમાંથી રાજીનામુ આપતા પહેલા નાનાભાઉ પટોલે જીએસટી, નોટબંધીથી લઇને સરકાર પર નિશાન સાધ્યું હતું. નાનાભાઉ પટોલે મહારાષ્ટ્રના ભંડારા ગોંદિયાથી સાંસદ હતા. પટોલે ઘણા સમયથી બીજેપીથી નારાજ દેખાઇ રહ્યા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણના મતદાન પહેલા એક દિવસ પહેલા તેમણે બીજેપીને મોટો ઝટકો આપ્યો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા નાનાભાઉ પટોલે લોકસભા અને પાર્ટીના સભ્યપદથી રાજીનામુ આપી દીધુ હતું.
ગુરુવારે પૂર્વ સાંસદ નાનાભાઉ પટોલેએ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને પાર્ટીનું સભ્યપદ મેળવ્યું હતું.૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં નાનાભાઉ પટોલે એનસીપીના દિગ્ગજ નેતા પ્રફુલ્લ પટેલને કારમી હાર આપી સાસંદ બન્યા હતા. પટોલે ગત કેટલાક સમયથી બીજેપી નેતૃત્વ અને વડાપ્રધાન મોદીથી નારાજ હતા.નાનાભાઉ પટોલેનો આરોપ હતો કે વડાપ્રધાન મોદીના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર તેમણે ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેને વડાપ્રધાન મોદીએ ધ્યાને લીધો નહોતો. જે બાદ તેમણે આ વાત મીડિયા સામે કહી હતી. માનવામાં આવી રહ્યું છે કે પટોલે ત્યારથી નારાજ હતા.

Related posts

વસંત પંચમીના દિવસે કરોડો શ્રધ્ધાળુઓએ ડુબકી લગાવી

aapnugujarat

सीएम ठाकरे के मातोश्री निवास को उड़ाने की मिली धमकी

editor

कश्मीर घाटी में शांतिपूर्ण तरीके से संपन्न हुआ स्वतंत्रता दिवस का उत्सव : मुख्य सचिव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1