Aapnu Gujarat
શિક્ષણ

યુપીએસસીની પરીક્ષામાં ગુજરાતનાં ૩૫ વિદ્યાર્થીઓ પાસ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ગત નવેમ્બરમાં લેવાયેલ સિવિલ સર્વિસિસ એક્ઝામ મેઇન્સનું પરિણામ ગઇ કાલે જાહેર કરવામાં આવ્યું હતું. આઇએએસ, આઇપીએસ, આઇએફએસ અને આઇઆરએસ કેડરની કુલ ૯૮૦ બેઠક માટે લેવાયેલ મેઇન્સ પરીક્ષામાં દેશભરમાંથી ૧૧ હજાર જેટલા ઉમેદવારોએ મેઇન્સ પરીક્ષા આપી હતી. ઉલ્લેખનીય છે કે, યુપીએસસી દ્વારા ગઇકાલે દેશનું જનરલ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં આ પરિણામમાં ગુજરાતના કેટલાંક વિદ્યાર્થીઓએ કાઠું કાઢ્યું છે તેનું પરિણામ આજે જાહેર થઇ ગયું છે.
યુપીએસસીની પરિક્ષામાં ગુજરાતનાં કુલ ૩૫ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સાથે જ સ્પીપાનાં ૨૫ વિદ્યાર્થીઓ પાસ થયા છે.આઇએએસ, આઇપીએસ, આઇએફએસ અને આઇઆરએસ કેડર માટે યુપીએસસી દ્વારા સીએસઇ લેવામાં આવે છે. આ પરીક્ષામાં કુલ ત્રણ સ્ટેજ હોય છે એક પ્રિલિમિનરી, મેઇન્સ અને લાસ્ટ સ્ટેજ ઈન્ટરવ્યૂ આ ત્રણેય સ્ટેજમાં યોગ્ય મેરિટ ધરાવતાં ઉમેદવારો નક્કી કરેલ બેઠકમાં નિમણૂક પામે છે. યુપીએસસી દ્વારા ગત ૨૭મી ઓક્ટોબરથી ૪ નવેમ્બર દરમિયાન દેશભરમાં ૧૭૫૦ માર્કસની મેઇન્સ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ગુજરાતના ૧૮૮ જેટલા ઉમેદવારોએ મેઇન્સ આપી હતી જે પૈકીના ૩૫ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે લેવાયેલ મેઇન્સ પરીક્ષામાં ગુજરાતના ૧૪૪ ઉમેદવારો નોંધાયા હતા જે પૈકી ૩૧ જેટલા ઉમેદવારો સફળ થયા હતા.

Related posts

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળની ધો.૧ની પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત

editor

कक्षा-९ से १२ की पहली परीक्षा की तिथि में बदलाव

aapnugujarat

नीट की पेटर्न पर इंजीनियरिंग के लिए कोमन एडमिशन टेस्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1