Aapnu Gujarat
શિક્ષણ

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળની ધો.૧ની પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળની ધો.૧ની પ્રવેશ પ્રક્રિયાની આજે સરકારે જાહેરાત કરી દીધી છે. જે મુજબ ૨૫મીથી ફોર્મ રજિસ્ટ્રેશન સાથે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. ૧૫ જુલાઈએ પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી થશે. રાજ્યની ખાનગી સ્કૂલોમાં ધો.૧માં ૨૫ ટકા બેઠકો પર આરટી હેઠળ ગરીબ અને અનામત કેટેગરીના તેમજ નક્કી કરાયેલી કેટેગરીમાં આવતા બાળકોને મફત પ્રવેશ આપવામા આવે છે.કોરોનાને લીધે આ પ્રવેશ પ્રક્રિયા બે મહિના મોડી ચાલુ થઈ છે અને જે ૨૫મીથી શરૂ થનાર છે. આજે જાહેર કરવામાં આવેલ પ્રવેશ કાર્યક્રમ મુજબ વાલીઓને ૨૧મીથી ૨૪મી સુધી જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવાનો સમય અપાયો છે અને ૨૫મીથી આરટીઈ પ્રવેશ પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ ભરાશે. જે ૫ જુલાઈ સુધી ચાલશે.વાલીએ ફોર્મ ભરીને સેન્ટર પર કે ક્યાંય જમા કરવાનું નથી. કોરોનાને લીધે આ વર્ષે પણ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન થશે અને વાલીએ આવકના દાખલા-જાતિ પ્રમાણપત્ર સહિતના તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
ત્યારબાદ ડીઈઓ-ડીપીઓએ ૬થી ૧૦ જુલાઈ સુધી ફોર્મની ચકાસણી કરી રીજેક્ટ કે માન્ય કરવાના રહેશે. ત્યારબાદ ૧૫મી જુલાઈએ ઓનલાઈન પ્રવેશ ફાળવણી પ્રથમ રાઉન્ડ કરવામાં આવશે. આ વર્ષે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તમામ ડીઈઓ-ડીપીઓને પરિપત્ર કરીને આરટીઈના પ્રવેશ નિયમો અંતર્ગત ખાસ આદેશ કરવામા આવ્યો છે કે જે પણ વાલીનું ફોર્મ રિજેક્ટ થાય તે માટે ચોક્કસ કારણ આપવાનું રહેશે.રીજેક્ટ ફોર્મ સામે અન્ય કારણોસર તેવું લખી શકાશે નહી. ઉપરાંત દરેક ડીઈઓ-ડીપીઓને તાલુકા કક્ષાએ હેલ્પ ડેસ્ક રાખવા તેમજ જીલ્લા કક્ષાએ હેલ્પ સેન્ટર કે હેલ્પલાઈન નંબર શરૂ કરવા પણ આદેશ કરવામા આવ્યો છે.રાજ્યની ૧૦ હજારથી વધુ ખાનગી સ્કૂલોમાં એખ લાખથી વધુ બેઠકો માટે આરટીઈ પ્રવેશ પ્રક્રિયા થશે.સરકારે નક્કી કરેલી ૧૩ કેટેગરીમાં શહેરી વિસ્તાર માટે વાલીની ૧.૫ લાખ આવક અને ગ્રામ્ય વિસ્તાર માટે વાલીની ૧.૨૦ લાખ આવક મર્યાદામાં પસંદ કરાયેલી પાંચમાંથી કોઈ પણ એક સ્કૂલ કે જે ઘરથી ૩થી૬ કિ.મીના એરિયામાં આવતી હશે તેમાં નિયમો મુજબ અપાશે. ગત વર્ષે પણ બે રાઉન્ડ બાદ હજારો બેઠકો ખાલી રહી હતી ત્યારે આ વર્ષે પણ ધો.૧માં શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયાના ૧૫ દિવસ બાદ પ્રક્રિયા શરૂ થતા બેઠકો ખાલી રહે તેવી શક્યતા છે.

Related posts

હિંમતનગરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

aapnugujarat

આરટીઈ એક્ટની યોજનામાં ગુજરાતે મોટી સિદ્ધિ મેળવી : અમરેલીમાં ૯૭ ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ

aapnugujarat

વિવિધ શિક્ષણમાં ૬૬૬ કરોડના કામોની ભેટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1