Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વડાપ્રધાને ન આપ્યો મળવાનો સમય, હવે જાહેરમાં થશે વાતચીત : યશવંત સિન્હા

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાએ બળવો પોકારતા દાવો કર્યો કે આજની ભાજપ એ ભાજપ નથી રહી જે અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણીના જમાનામાં હતી.યશવંત સિન્હાએ કહ્યું કે આજે જે ભાજપ છે તે અટલજી અને અડવાણીની ભાજપ નથી. યશવંત સિન્હાએ આગળ કહ્યું કે અટલજી અને અડવાણીજીની કામ કરવાની જે રીત હતી, જે શૈલી હતી. તે બિલકુલ ભિન્ન હતી.સિન્હાએ કહ્યું કે એક સાધારણ કાર્યકર્તા જબલપુરથી જઇને ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અડવાણીને પહેલા સમય માંગ્યા વિના મળી શકતો હતો. પરંતુ આજે તે વ્યવસ્થા બદલી ગઇ છે.યશવંત સિન્હાએ જણાવ્યું કે મેં ૧૩ મહિના પહેલા વડાપ્રધાન મોદીને મળવા માટે સમય માંગ્યો હતો. જે મને આજ સુધી મળ્યો નથી. તેમણે કહ્યું કે જોકે સમય ન મળ્યો તો મે નક્કી કર્યું કે હવે હું સરકારમાં બેઠેલી કોઇપણ વ્યક્તિ સાથે વાત નહીં કરું. વાત થશે તો સાર્વજનિક રીતે થશે પરંતુ બંધ રૂમમાં નહીં થાય.યશવંત સિન્હાએ આરોપ લગાવ્યો છે કે વિપક્ષમાં રહેતા ભાજપે જે મુદ્દા પર વિરોધ દર્શાવ્યો હતો. સરકાર બન્યા બાદ તે મુદ્દાઓનો સ્વીકાર કરી રહી છે.યશવંત સિન્હાએ જણાવ્યું કે દેશમાં ખેડૂતોને કોઇ પૂછી રહ્યું નથી. મધ્યપ્રદેશમાં પણ ખેડૂતોની સ્થિતી સારી નથી. ખેડૂતોને વાજબી ભાવ મળે તે માટે મધ્યપ્રદેશ સરકાર દ્વારા હાલમાં જ શરૂ કરવામા આવેલી ભાવાંતર યોજના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાક વિમા યોજનાને યશવંત સિન્હાએ પોકળ ગણાવી.મહત્વપૂર્ણ છે કે પૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન યશવંત સિન્હાએ કેટલાક દિવસો પહેલા પટનામાં નોટબંધી અને જીએસટીને નિષ્ફળ ગણાવી કહ્યું હતું કે નાણાપ્રધાન અરૂણ જેટલીએ જીએસટી લાગૂ કરવામાં પોતાના મગજનો ઉપયોગ કર્યો નથી.યશવંત સિન્હાએ કહ્યું કે નોટબંધી બાદ ૨૦ લાખ લોકોની નોકરીમાં ઘટાડો થયો. હવે સરકાર નોટબંધીને સફળ બતાવવા માટે અસત્યનો સહારા લઇ રહી છે. પટનામાં એક કાર્યક્રમમાં ભાગ લેતા યશવંત સિન્હાએ કહ્યું હતું કે નોટબંધીનો ઉદ્દેશ્ય પૂર્ણ નથી થયો. અને કોઇ કાળુનાણું પાછું નથી આવ્યું પરંતુ ૯૯ ટકા કરંસી પાછી આવી ગઇ છે.

Related posts

तासीर की भारतीय नागरिकता रद्द

aapnugujarat

15 રાજ્યોના 81 કરોડ રાશનકાર્ડધારકોને ફાયદો

editor

दिल्ली में गंभीर श्रेणी में प्रदूषण स्तर

editor

Leave a Comment

UA-96247877-1