Aapnu Gujarat
ગુજરાત

નારણપુરાનાં વરદાન ટાવરમાં આગ : ચારના થયેલા મોત

શહેરના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવરમાં નીચે આવેલી એક કરિયાણાની દુકાનમાં આજે વહેલી સવારે લાગેલી આગમાં એક જ પરિવારના ચાર વ્યકિતઓના મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ કરૂણ દુર્ઘટનામાં ચૌધરી દંપતિ, તેમના બે વર્ષના પુત્ર સહિત ચાર વ્યકતિઓના કરૂણ મોત નીપજયા હતા. આ પરિવારની સાત વર્ષની પુત્રી તેના ફોઇના ઘેર રહેતી હોવાથી તેનો બચાવ થઇ ગયો હતો. એક જ પરિવારના ચાર સભ્યોના મોતની ઘટનાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવી ગયું હતું અને આ ટાવરમાં ગેરકાયદે દિવાલ સહિતના બાંધકામને દૂર કરવાની કામગીરી તાબડતોબ હાથ ધરી હતી. કારણ કે, આ દિવાલના કારણે જ ફાયરસેફ્ટીની સુવિધા હોવાછતાં તેનો સમયસર ઉપયોગ શકય બન્યો ન હતો. ચકચારભર્યા આ બનાવની વિગત એવી છે કે, નારણપુરા વિસ્તારમાં આવેલા વરદાન ટાવરમાં નીચેની સાઇડ કેટલીક દુકાનો આવેલી છે, જેમાં ક્ષેમકરી પ્રોવિઝન સ્ટોર્સ નામની કરિયાણાની દુકાન આવેલી છે, દુકાનમાં જ એક રૂમ બનાવી ચૌધરી પરિવાર તેમાં રહેતો હતો. આ સમગ્ર દુકાનમાં એક માત્ર શટરવાળી સાઇડ જ ખુલ્લી હતી, બાકી આખી દુકાનમાં કયાંય વેન્ટીલેશન કે બારી સુધ્ધાં ન હતી. દરમ્યાન આજે વહેલી સવારે કોઇક કારણસર વિકરાળ આગ લાગતાં આ પરિવાર દુકાનની અંદર જ ફસાઇ ગયો હતો. દુકાનમાં મોટાપાયે આગનો ધુમાડો અને જવાળાઓની લપટો પ્રસરી જતાં ચૌધરી પરિવાર તેમાં ફસાઇ ગયો હતો અને ગૂંગળાઇ મર્યો હતો. આગની જવાળાઓ એટલી ભંયકર હતી કે, પરિવારમાંથી કોઇ શટર ખોલવા સુધી પણ પહોંચી શકયું ન હતું. બીજીબાજ, ઘટનાની જાણ ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સને કરાતાં તેઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં લઇ ભોગ બનેલા પરિવારને હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ ડોકટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં લીલાબહેન ચૌધરી(ઉ.વ.૩૦), સુનીલ ચૌધરી(ઉ.વ.૩૫), મોહન ચૌધરી(ઉ.વ.૩૦) અને અર્જુન ચૌધરી(ઉ.વ.૨)નો સમાવેશ થાય છે. આ ઘટનામાં પોતાની ફોઇના ઘેર રહેતી હોવાથી ચૌધરી પરિવારની સાત વર્ષની પુત્રી પૂજા બચી ગઇ હતી પરંતુ તેનો પરિવાર મોતના ખપ્પરમાં હોમાઇ ગયો હતો. આ ગંભીર બનાવને પગલે મેયર ગૌતમ શાહ અને નારણપુરાના ધારાસભ્ય કૌશિક પટેલ પણ ત્યાં દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચના આપી હતી. દરમ્યાન આ અંગે એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, દુકાનમાં ગેસ લિકેજ અથવા તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઇ શકે પરંતુ હાલ તો એફએસએલના અધિકારીઓ સાયન્ટિફિક રીતે તપાસ કરી રહ્યા છે ત્યારબાદ જ આગનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઇ શકશે. બીજીબાજુ, સ્થાનિક રહીશોએ ઘટનાને લઇ રોષ ઠાલવ્યો હતો કે, વરદાન ટાવર રહેણાંક સ્કીમ હોવાછતાં તેની નીચેના ભાગમાં કેટલીક દુકાનો અને ગેરકાયદે બાંધકામો અનઅધિકૃત રીતે બાંધી દેવાયા હતા. જેના પરિણામે આજે સમયસર ફાયરસેફ્ટી સુવિધા હોવાછતાં તેનો સમયસર ઉપયોગ શકય બન્યો ન હતો. સ્થાનિકોના આક્રોશને પગલે અમ્યુકો તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.

Related posts

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકને ફાળવવમાં આવેલ ઉપકરણોથી ૪ જિલ્લાના સાઇબર ક્રાઇમની તપાસ થશે

editor

२१ को योगशिबिर में सवा दो लाख से अधिक हिस्सा लेंगे

aapnugujarat

રાજ્યમાં ૨-૩ દિવસ કર્ફ્યું લાગી શકે

editor

Leave a Comment

UA-96247877-1