Aapnu Gujarat
ગુજરાત

શહેરમાં દુકાનોની અંદર જ રહેતા પરિવારનો સર્વે કરાશે

શહેરના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવરમાં નીચે કરિયાણાની દુકાનમાં લાગેલી આગમાં એક જ પરિવારના મોતની ઘટનાએ ભલભલાના કાળજા કંપાવી દીધા હતા. ઘટનાની જાણ થતાં ખુદ મેયર ગૌતમ શાહ ત્યાં દોડી આવ્યા હતા, તેમણે કરૂણાંતિકાની ગંભીરતા ધ્યાને લઇ અમદાવાદ શહેરમાં આ પ્રકારે દુકાનોની અંદર જ રહેતા કે વસવાટ કરતાં પરિવારોનો સર્વે કરાવવાની જાહેરાત કરી હતી. બીજીબાજુ, સમગ્ર ઘટનાના પ્રત્યાઘાત જોતાં આ કરૂણાંતિકાની તપાસ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહને સોંપવામાં આવી હતી. જેઓ આ સમગ્ર બનાવમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી અમ્યુકો સત્તાવાળાઓને તેનો વિગતવાર અહેવાલ આપશે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં મેયર ગૌતમ શાહ અને સ્થાનિક ધારાસભ્ય કૌશિક પટેલ ત્યાં દોડી આવ્યા હતા. મેયરે જણાવ્યું હતું કે, વરદાન ટાવરના રહીશોએ અગાઉ ટાવરની નીચેના ભાગમાં ગેરકાયદે દુકાનો અને બાંધકામને લઇ ફરિયાદ કરી હતી પરંતુ કોઇ પગલાં લેવાયા નથી, તેથી તેની પણ તપાસ કરવામાં આવશે. આ પ્રકારની ઘટનાઓ ફરીથી ના બને તે માટે અગમચેતીના ભાગરૂપે શહેરમાં વિવિધ વિસ્તારોમાં દુકાન કે કોમર્શીયલ મિલકતમાં જ રહેતા આવા પરિવારોનો સર્વે કરાવવામાં આવશે, તંત્ર જરૂરી કાર્યવાહી કરશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, આ સમગ્ર ઘટનામાં ટાવરના ચેરમેન, સેક્રેટરી સહિત જે કોઇ જવાબદાર ઠરે છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે અને જો જવાબદારી ઠરતી હશે તો તેઓની વિરૂધ્ધ પણ કાર્યવાહી થશે. આ દુઃખદ કરૂણાંતિકાની ગંભીરતાં જોતાં સમગ્ર મામલાની તપાસ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહને સોંપવામાં આવી છે, તેઓ આ પ્રકરણમાં ઝીણવટભરી તપાસ હાથ ધરશે. એફએસએલ અને ફાયરબ્રિગેડની ટીમ પણ તપાસમાં સહાયભૂત થશે.

Related posts

राहुल गांधी ने गुजरात के बाढ़ग्रस्त इलाके में पीड़ितों से मुलाकात की

aapnugujarat

BRTSના કોરિડોરના ૪૦૦ ચાર રસ્તા અને સર્કલ જોખમી

aapnugujarat

ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલમાં વેકસીનેસન માટે લાંબી કતાર

editor

Leave a Comment

UA-96247877-1