Aapnu Gujarat
મનોરંજન

ચર્ચાસ્પદ પદ્માવત ફિલ્મમાં ૩૦૦ કટ લાગશે

સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવતીને નામ બદલીને હવે પદ્માવત સાથે રજૂ કરવામાં આવનાર છે. જો કે ચોંકાવનારી બાબત એ છે કે ફિલ્મમાં ફેરફાર કરવા માટે ૩૦૦ કટ લગાવવામાં આવનાર છે. સેન્સર બોર્ડ તરફથી કહેવામાં આવ્યુ છે કે ફિલ્મમાં પાંચ ફેરફાર કરવામાં આવનાર છે. જો કે આ પાંચ ફેરફાર કરવા માટે કુલ ૩૦૦ કટ લગાવવા પડશે. એટલુ જ નહી ફિલ્મમાં જ્યાં મેવાડ, દિલ્હી અને ચિત્તોડગઢનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે તમામ બાબતોને સંપૂર્ણપણે દુર કરી દેવામાં આવનાર છે. ફિલ્મ ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મના સ્વરૂપને સંપૂર્ણપણે બદલી દેવામાં આવનાર છે. આને એક કાલ્પનિક વાર્તા તરીકે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મ છેલ્લા એક વર્ષથી ચર્ચામાં રહી છે. ફિલ્મમાં દિપિકા રાની પદ્માવતિના રોલમાં નજરે પડનાર છે. શાહિદ કપુર મરારાણા રતનસિંહ અને રણવીરસિંહ અલાઉદ્દીન ખિલજીના રોલમાં નજરે પડનાર છે. નિર્દેશકને હવે ડિસ્ક્લેમર આપવાની ફરજ પડશે જેમાં દર્શાવવામાં આવશે કે ફિલ્મની પટકથા કાલ્પનિક છે. ફિલ્મમાં મેવાડ, દિલ્હી અને ચિત્તોડગઢનો જ્યાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે તમામ ઉલ્લેખને પણ દુર કરવામાં આવનાર છે. એટલે કે ફિલ્મના મોટા પરદા પર જ્યારે ચાહકો ફિલ્મ નિહાળશે ત્યારે તેમને એવી ખાતરી કરવી મુશ્કેલ રહેશે કે વીરતા અને સાહસની વાર્તા આખરે ક્યાં થઇ હતી. એકબાજુ ફિલ્મને બીજી વખત એડિટ કરવા માટે એડિટર્સ દિન રાત એક થયેલા છે.
બીજી બાજુ ફિલ્મમાં જે લોકેશન્સને કાલ્પનિક બનાવવામાં આવી રહ્યા છે તે ચાહકોને ખરા અર્થમાં કાલ્પનિક જ લાગશે. પદ્માવત ફિલ્મ પહેલા પહેલી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર હતી. જો કે હોબાળો અને વિવાદ થયા બાદ ફિલ્મને ટાળી દેવામાં આવી હતી. ફિલ્મની રજૂઆત ૨૦૧૭ના અંતે થનાર હતી પરંતુ હિમાચલ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને ફિલ્મની રજૂઆતને ટાળી દેવામાં આવી હતી. બંને રાજ્યોમાં રાજપૂત સમુદાયના લોકો મોટી સંખ્યામાં હોવાના લીધે આ ફિલ્મને ટાળી દેવામાં આવી હતી. મોટાભાગના રાજકીય પક્ષોએ પણ ફિલ્મની રજૂઆતને ટાળવાની તરફેણ કરી હતી. હવે ચૂંટણી પૂર્ણ થઇ ચુકી છે ત્યારે ફિલ્મની રજૂઆતની આશા જાગી છે. ફિલ્મમાં ૩૦૦ કટ લાગનાર છે.

Related posts

अराध्या को सामान्य बचपन देने की कोशिश कर रही हूं : ऐश्वर्या राय बच्चन

aapnugujarat

સુશાંત સિંહની બહેન શ્વેતાનો ભાઇ માટે ઇમોશનલ વીડિયો, જુઓ વીડિયો

editor

‘મર્દાની ટુ’માં એક્શન શોટ્‌સ માટે ડબલ્સ નહીં વાપરું : રાની મુખર્જી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1