Aapnu Gujarat
Uncategorized

ભારતીય વહીવટ સેવા (આઈ. એ. એસ.)નાં ૧૮ પ્રોબેશનલ આઇ.એ.એસ. અધિકારીઓ ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે

લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસનિક અકાદમી મસુરી ખાતે તાલીમ લઇ રહેલ ભારતીય વહીવટી સેવાનાં ૧૮ પ્રોબેશનલ આઇ.એ.એસ. અધિકારીઓએ આજે ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી. વેરાવળ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર અજયપ્રકાશ અને વેરાવળ ખાતે પ્રોબેશનલ આઇ.એ.એસ. ઓમપ્રકાશ સાથે બેઠક કરી જિલ્લાની સાંસ્કૃતિક, વહીવટી અને ભૌગોલિક સ્થિતિની વિગતો મેળવી હતી.
ભારત દર્શન કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની મુલાકાત આવેલ આ અધિકારીઓએ ભગવાન સોમનાથનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગ્રુપ લીડર આકાશ ચીંકારી અને આયુષી સહિત ૧૮ અધિકારીઓ સોમનાથ દર્શન બાદ સાસણ ખાતે વન્ય પ્રાણી અભ્યારણની મુલાકાત લઇ સિંહ દર્શનનો પણ લાભ મેળવ્યો હતો.
દેશનાં વિવિધ રાજ્યોમાંથી અથાક મહેનત બાદ આઇ.એ.એસ. થયેલા આ તરવરીયા યુવાન યુવતીઓને ભારત દર્શન અંતર્ગત દેશનાં ખુણે-ખુણાની સાંસ્કૃતિક, વહીવટી અને સમગ્ર પરિસ્થિતિથી વાકેફગાર કરવા સાથે તમામ સ્થિતિને પહોંચી વળવા તાલીમબધ્ધ કરવામાં આવે છે.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

મહા સુદ તેરસ વિશ્વકર્મા જયંતીની ઉજવણી ધાંગધ્રા ગુજૅર સુથાર સમાજ દ્વારા કરવામાં આવી

editor

વેરાવળ સ્વામીનારાયણ મંદિર ખાતે શાકોત્સવ અને સત્સંગ સભાનું આયોજન કરાયું

aapnugujarat

પડધરી તાલુકામાં વિકાસના વિવિધ કામો મંજુર કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1