Aapnu Gujarat
Uncategorized

વેરાવળ સ્વામીનારાયણ મંદિર ખાતે શાકોત્સવ અને સત્સંગ સભાનું આયોજન કરાયું

વેરાવળ સ્વામીનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ અને સત્સંગ સભાનાં ઘર્મોત્સ્વ ઉજવાયા હતાં જેમાં હજારો હરીભકતો સત્સંગનાં ભક્તિરસ સાથે શાકોક્તનો સ્વાદ માણી ઘન્ય બન્યાં હતાં. શ્રીજી મહારાજની સ્મૃતિમાં પ્રતિવર્ષને આ વર્ષે પણ વેરાવળ સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય પરમ પૂજય નાનાલાલજી મહારાવની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક મહત્વ ધરાતાં આ ભવ્ય શાકોત્સવ દિવ્ય સત્સંગ સભા યોજાઇ હતી જેમાં સંપ્રદાદનાં સંત પૂર્ણસ્વરૂપદાસજી સ્વામીએ દિવ્ય વાણીથી સત્સંગની અમૃતવાણીનો હજારો હરિભક્તોએ લ્હાવો લીઘો હતો.
શાકોત્સવનો મર્મ સમજાવતા સત્સંગ સભાનાં વક્તા પ.પૂ. સ્વામી શ્રી પૂર્ણસ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે, વર્ષો પૂર્વે શ્રીજી મહારાજે લોયા ગામમાં ૬૦ મણ રીંગણાં અને ૧૨ મણ ઘીનાં વઘાર સાથે શાકોત્સવ યોજેલ જેની સ્મૃતિમાં દરેક ગામડે ગામડે શાકોત્સ્વ યોજાય છે
શાકોત્સવના માઘ્યમથી સત્સંગ કથા વાર્તા યોજાય અને જીવઆત્માને જીવન જીવવાનો રાહ મળે તેવા ઉદ્દેશ્યથી શાકોત્સવો યોજાય છે. વેરાવળ સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા આયોજીત આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં અનેક સંત મહંતો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં તો મોટી માત્રામાં રીંગણ સહિત લીલા શાકભાહનાં શાકનો વઘાર સાથેનાં સ્વાદિષ્ટ શાક અને રોટલાનો પ્રસાદ હરીભકતોએ આરોગ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

ટિકિટ ન મળી એટલે કોંગ્રેસી થયા, એ કેવી નીતિઃ સૌરભ પટેલ

editor

જસદણ ચૂંટણી : ૭૫ ટકા મતદાન, ૨૩મીએ પરિણામ

aapnugujarat

चिदम्बरम आज राजकोट में व्यापारियों से बातचीत करेंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1