Aapnu Gujarat
મનોરંજન

એમી જેક્શનની પાસે હાલ અનેક પ્રોજેક્ટો હાથમાં

સેક્સી સ્ટાર તરીકેની છાપ ધરાવનાર અભિનેત્રી અને મોડલ એમી જેક્સન પાસે હાલમાં કેટલાક પ્રોજેક્ટ રહેલા છે. જેમાં ટુ અને વિલનનો સમાવેશ થાય છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે એમી જેક્સને પોતાની કેરિયરની શરૂઆત ંમોડલિંગ મારફતે કરી હતી. મોડલિંગમાં ઉલ્લેખનીય સફળતા મેળવી લીધા બાદ તે બોલિવુડમાં પ્રવેશી ગઇ હતી. બોલિવુડમાં તે કેટલીક મોટી ફિલ્મમાં કામ કરીચુકી છે. હાલમાં ભારતના સૌથી મોટા સ્ટાર પૈકી એક રજનિકાંત સાથે તે ટુ ફિલ્મમાં કામ કરી રહી છે.જે રોબોટ ફિલ્મની સિક્વલ ફિલ્મ છે. જેમાં તેની સાથે અક્ષય કુમાર પણ રહેશે. રજનિકાંત સાથે ફિલ્મ મળી ગયા બાદ તે ખુબ ખુશ દેખાઇ રહી છે. તેની કેરિયર આ ફિલ્મના કારણે ઝડપથી આગળ વધી શકે છે. એમી જેક્સન ભારે આશાવાદી બનેલી છે. આ મોટા બજેટવાળી ફિલ્મ ૧૪મી એપ્રિલ ૨૦૧૮ના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મના કારણે તેની બોલબાલા અનેક ગણી વધી જશે. તે અન્ય ભાષાની ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ એમી ધ વિલન નામની ફિલ્મમાં પણ કામ કરી રહી છે આ ફિલ્મ ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવનાર છે. એમી જેક્શન અમેરિકી ટીવી શોમાં પણ કામ કરવા જઇ રહી છે. જો કે આ સંબંધમાં હજુ સુધી વધારે માહિતી મળી શકી નથી. એમી જેક્શન સુપરગર્લ તરીકેના રોલમાં કામ કરી રહી છે. પ્રિયંકા ચોપડા, અને દિપિકા બાદ એમી જેક્શન પણ ભારતની બહાર લોકપ્રિયતા મેળવી લેવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. તેને દક્ષિણ ભારતની ફિલ્મોની પણ સતત ઓફર આવી રહી હોવાના હેવાલ મળ્યા છે.

Related posts

એશે સલમાન સાથે ફિલ્મ કરવાનો ઇન્કાર કરી દીધો

aapnugujarat

મૌની રોય રણબીર સાથેની ફિલ્મને લઇ ઉત્સાહિત

aapnugujarat

ટાઇગર જિન્દા હેને વહેલી તકે પૂર્ણ કરવા તૈયારી જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1