Aapnu Gujarat
મનોરંજન

એશે સલમાન સાથે ફિલ્મ કરવાનો ઇન્કાર કરી દીધો

એશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાનની જોડી સંજય લીલા ભણશાળીની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ ફિલ્મમાં સાથે ચમકી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. આ ઉપરાંત હમ તુમ્હારે હે સનમ ફિલ્મમાં તે નાનકડા રોલમાં નજરે પડી હતી. જેમાં શાહરૂખ ખાન અને માધુરી દિક્ષિતની મુખ્ય ભૂમિકા હતી. જો કે આ બે ફિલ્મ ઉપરાંત બન્નેની જોડી વધુ એક ફિલ્મમાં સાથે જોવા મળનાર હતી. પરંતુ એશે ફિલ્મ કરવાનો ઇન્કાર કર્યો હતો. એશે પોતાની બોલિવુડ કેરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. સાથે સાથે કેટલીક સુપરહિટ ફિલ્મોની ઓફર પહેલા તેને કરવામાં આવી હતી અને એશે ફગાવી દીધી હતી. એશે જે ફિલ્મોની ઓફરને ફગાવી દીધી હતી તેમાં દિલ તો પાગલ હૈ, કુછ કુછ હોતા હૈ અને મનનો સમાવેશ થાય છે. જો કે તેને સલમાન ખાનની ફિલ્મ હમ સાથ સાથ હે ફિલ્મ માટેની ઓફર પણ કરવામાં આવી હતી. જેમાં તેની મુખ્ય ભૂમિકા હતી. રિપોર્ટ મુજબ સુરજ બડજાતિયા ફિલ્મમાં એશને મુખ્ય અભિનેત્રી તરીકે લેવામાં આવી હતી. તે સલમાનની સાથે ચમકનાર હતી કે પછી અન્ય કોઇ સ્ટાર સાથે ચમકનાર હતી તે અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. જો કે ડેટ્‌સ ન હોવાના કારણે તે આ ફિલ્મમાં કામ કરી શકી ન હતી. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં એશે કહ્યુ હતુ કે તેના માટે આ ફિલ્મમાં કામ કરવાની બાબત શક્ય ન હતી. તેનુ કહેવુ છે કે વર્ષમાં ગણતરીના દિવસો અને કલાકો હોય છે. સુરજ બડજાતિયા દ્વારા તેમને આ ફિલ્મની ઓફર કરી ન હતી તેને લઇને કેટલીક અભિનેત્રી પરેશાન હતી. જો કે સુરજે તેની તકલીફને સમજી હતી. સાથે સાથે તેના પ્રોફેશનલ વલણની પ્રશંસા પણ કરી હતી. ત્યારબાદ સલમાન ખાન અને એશની લાઇફની માહિતી બહાર આવવા લાગી ગઇ હતી. તેમના પ્રેમ સંબંધોના હેવાલ મિડિયામાં સતત આવી રહ્યા હતા. તેમની વચ્ચે વિખવાદના હેવાલો પણ મિડિયામાં આવ્યા હતા. ત્યારબાદથી આ સુપરહિટ જોડી ક્યારેય એક સાથે દેખાઇ ન હતી. એશ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા બાદ હવે બોલિવુડની ખુબ ઓછી ફિલ્મો કરી રહી છે. અલબત્ત તે બીજી ઇનિગ્સમાં કેટલીક ફિલ્મો કરી ચુકી છે. જેમાં કોઇ ફિલ્મ મોટી હિટ સાબિત થઇ નથી. તે કરણ જોહરની ફિલ્મ યે દિલ હે મુશ્કેલમાં દેખાઇ હતી. આ ફિલ્મમાં તે રણબીર કપુરની સાથે હતી. ફિલ્મ નોંધપાત્ર સફળતા મેળવી ગઇ હતી. આ ફિલ્મમાં એશની ખુબસુરતીની ચારેબાજુ ભારે પ્રશંસા પણ થઇ હતી. એશ હાલમાં ફન્ને ખા નામની કોમેડી ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં તેની સાથે અનિલ કપુર અને રાજકુમાર રાવની મુખ્ય ભૂમિકા છે.
એશ અનિલ કપુર સાથે વિતેલા વર્ષમાં પણ કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. એશ હાલમાં પરિવારને વધારે પ્રાથમિકતા આપી રહી છે. જો કે બોલિવુડની ફિલ્મોમાં પણ સારી પટકથાવાળી ફિલ્મો કરી રહી છે.

Related posts

દોસ્તાનાની સિક્વલ ફિલ્મમાં આલિયા ભટ્ટ દેખાશે

aapnugujarat

वित्त मंत्रालय ने GST राजस्व भरपाई को 6,000 करोड़ रुपए की नौवीं किस्त जारी की

editor

અનુષ્કા શેટ્ટી કરોડોની સંપત્તિની માલિક છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1