Aapnu Gujarat
મનોરંજન

અનુષ્કા શેટ્ટી કરોડોની સંપત્તિની માલિક છે

બાહુબલી ફેમ અનુષ્કા શેટ્ટી દક્ષિણ ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. આ અભિનેત્રી માત્ર તેના અભિનયથી જ ધમાલ મચાવતી નથી, પરંતુ તેની સુંદરતાથી પણ લાખો લોકો દિવાના છે. અનુષ્કા શેટ્ટીએ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. આ જ કારણ છે કે તેને ઈન્ડસ્ટ્રીની ક્વીન પણ કહેવામાં આવે છે. અનુષ્કા છેલ્લા ઘણા સમયથી એક્ટિંગમાં પોતાનો સિક્કો જમાવી રહી છે. આજે અભિનેત્રી કરોડોની સંપત્તિની માલિક છે અને વૈભવી જીવન જીવે છે. અનુષ્કા વાસ્તવિક જીવનમાં ખૂબ જ સરળ વ્યક્તિ છે. અભિનેત્રીએ એકવાર તેના ડ્રાઈવરને ૧૨ લાખની કાર ગિફ્ટ કરી હતી. ઘણા મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, વર્ષ ૨૦૨૨ સુધીમાં અનુષ્કા શેટ્ટીની નેટવર્થ ૧૧૦ થી ૧૨૦ કરોડની વચ્ચે હતી. એક્ટિંગ સિવાય અનુષ્કા શેટ્ટીને લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે. અભિનેત્રી પાસે મ્સ્ઉ, છેઙ્ઘૈ ઊ૫ જેવી અનેક લક્ઝરી કાર છે જેની કિંમત કરોડોમાં છે. બીજી તરફ અનુષ્કાની ફીની વાત કરીએ તો દરેક ફિલ્મમાં પોતાના શ્રેષ્ઠ અભિનયથી ધૂમ મચાવનાર અનુષ્કા ૪ થી ૫ કરોડ રૂપિયાની તગડી ફી લે છે.

Related posts

ટાઇગર જિન્દા હેને વહેલી તકે પૂર્ણ કરવા તૈયારી જારી

aapnugujarat

‘पति पत्नी और वो’ मैं अलग हूं : भूमि

aapnugujarat

एक्ट्रेस खुशबू सुंदर का हुआ भयानक एक्सिडेंट

editor
UA-96247877-1