Aapnu Gujarat
મનોરંજન

જાણીતા ઉર્દુ શાયર અનવર જલાલપુરીનું ૭૧ વર્ષની વયે નિધન

જાણીતા શાયર અનવર જલાલપુરીનું આજે ૭૧ વર્ષની વયે નિધન થઇ ગયું છે. જલાલપુરીના પુત્ર શાકહારે જણાવ્યું કે તેમના પિતાએ આજે સવારે લખનઉની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં હતાં. તેમણે વધુમાં જણાવ્યું કે જલાલપુરીને ગત ૨૮ ડિસેમ્બરે સેરેબ્રલ ટ્રોમાના કારણે કિંગ જ્યાર્જ મેડિકલ યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધાં હતાં. જલાલપુરીને આવતી કાલે જોહરની નમાઝ બાદ આંબેડકર નગર સ્થિત તેમના પૈતૃક સ્થળ જલાલપુરમાં સુપર્દે ખાક કરવામાં આવશે.મુશાયરાઓ માટે જાણીતા જલાલપુરીએ ‘રાહરૌ રહનુમા તક’,’ઉર્દુ શાયરીમાં ગીતાંજલી’ તથા ભગવદ્‌ ગીતાનો ઉર્દુમાં અનુવાદ ‘ઉર્દુ શાયરીમાં ગીતા’ જેવા પુસ્તકો પણ લખ્યાં છે, જે ખુબ જ લોકપ્રિય પણ છે. તેંમણે ‘અકબર-ધ ગ્રેટ’ ધારાવાહિકના સંવાદ પણ લખ્યાં હતાં.

Related posts

મલાઈકાએ અર્જુન કપૂરને I LOVE YOU કહ્યું

editor

दंगल गर्ल जायरा वसीम का ऐक्टिंग छोड़ने का ऐलान

aapnugujarat

દિપિકા પદ્માવતિને લઇને ભારે મહેનત કરી રહી છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1