Aapnu Gujarat
મનોરંજન

તાપસી પન્નૂની પોસ્ટ પર ભડક્યા સોશિયલ મીડિયા યુઝર્સ, થઇ રહી છે ટ્રોલ

બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીરના કારણે ટ્રોલ કરવામાં આવી રહી છે. હકીકતમાં તાપસીએ પોતાના ઓફિશિયલ ટિ્‌વટર હેન્ડલ પર નવા વર્ષેની શુભકામના પાઠવતી ટ્‌વીટ કરી હતી.  આ ટ્‌વીટમાં તાપસીએ એક સેલ્ફી પણ પોસ્ટ કરી હતી. આ સેલ્ફીના કારણે જ તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.આ તસવીરમાં તાપસી સાથે તેની એક ફ્રેન્ડ જોવા મળી રહી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે, અમે તે સુનિશ્વત કરીશું કે વર્ષ ૨૦૧૮ની દરેક પળ આ તસવીરની જેમ ચમકદાર હોય. નવા વર્ષનું સ્વાગત છે.
આ ટ્‌વીટ પર લોકોએ તાપસીને ટ્રોલ કરતાં લખ્યું કે દિવાળીમાં તો તમને ફટાકડાઓથી સમસ્યા હતી અને હવે ફટાકડા તમને ઓક્સિજન આપી રહ્યાં છે? લોકોએ દિવાળીમાં તાપસીએ કરેલી ટ્‌વીટનો સ્ક્રીન શોટ પણ શેર કરી રહ્યાં છે અને તાપસી પર આકરાં પ્રહાર કરી રહ્યાં છે.હકીકતમાં દિવાળી સમયે સુપ્રીમ કોર્ટે કેટલાંક સ્થળોએ ફટાકડાના વેચાણ પર પ્રતિબેધ મુક્યો હતો, તે પછી તાપસીએ એક ટ્‌વીટ કરી હતી. આ ટ્‌વીટમાં તેણીએ લખ્યું હતું કે સૌને દિવાળીની શુભકામનાઓ, આ વખતે વ્યંજનો સાથે દિવાળી પર ધડાકાઓ કરો, ફટાકડાથી નહી.

Related posts

‘तानाजी’ की तैयारी करते वक्त मराठा इतिहास के बारे में जाना: अजय

aapnugujarat

રાજકુમાર રાવની ગર્લફ્રેન્ડ પત્રલેખા બોલ્ડ સ્ટાર બની

aapnugujarat

ब्रेकअप पर बोलीं इलियाना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1