Aapnu Gujarat
મનોરંજન

મલાઈકાએ અર્જુન કપૂરને I LOVE YOU કહ્યું

બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે. તસવીરોના કારણે ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. પરંતુ આ વખતે એક રિયાલિટી શોમાં તેણે કરેલા કેટલાક ખુલાસાને લઈને ખબરમાં છે. શોના હોસ્ટ મિલિંદ સોમણે મલાઈકાને પૂછ્યું હતું કે, ‘એવી ત્રણ બાબતો જણાવ જેનાથી તું પુરુષ તરફ આકર્ષિત થાય છે. મલાઈકા અરોરાએ મિલિંદ સોમણના સવાલના જવાબમાં કહ્યું હતું કે ‘મને હકીકતમાં તેવા પુરુષ ગમે છે જે થોડા રફ હોય, મને તેવા પસંદ છે. ક્વીન શેવ કરેલા પુરુષ નથી ગમતા. તેને ભયાનક રીતે ફ્લર્ટ કરતા આવડતું હોય. મને તેવા પુરુષ ગમે જે સારી રીતે કિસ કરી શકતા હોય. આટલું જ નહીં, મલાઈકાએ તેવું પણ જણાવ્યું હતું કે સૌથી વધારે કોણ ગોસિપ કરે છે. તેને અર્જુન કપૂરને છેલ્લે કરેલા મેસેજમાં શું લખ્યું હતું તેમ પૂછવામાં આવ્યું હતું, જેના જવાબમાં મલાઈકાએ શરમાતા ‘આઈ લવ યુ ૨’નો મેસેજ કર્યો હોવાનું જણાવ્યું હતું. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઘણા સમયથી રિલેશનશિપમાં હોવાની ચર્ચા છે. જાે કે, બંનેમાંથી કોઈએ આ વાતની સ્પષ્ટતા કરી નથી. જાે કે, તેઓ અવારનવાર સાથે લંચ કે ડિનર ડેટ પર જતા અથવા રોમેન્ટિક વેકેશન માણતા જાેવા મળે છે. આટલું જ નહીં એકબીજાના ફેમિલીના ગેટ-ટુ-ગેધરમાં પણ સામેલ થાય છે અને કપલ ગોલ્સ આપતા રહે છે. મલાઈકા અરોરાના પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો, તે ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે અને ટૂંક સમયમાં ડાન્સ રિયાલિટી શો ‘ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સર’ જજ કરતી જાેવા મળશે. જેમાં તેની સાથે ગીતા કપૂર અને ટેરેન્સ લૂઈસ પણ હશે. હાલ તેનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. બીજી તરફ અર્જુન કપૂરની ફિલ્મ ‘ભૂત પોલીસ’ થોડા દિવસ પહેલા રિલીઝ થઈ છે અને તેની પાસે અન્ય પણ ઘણી ફિલ્મ છે.

Related posts

આલિયા અને સિદ્ધાર્થ વચ્ચે સંબંધ તંગ બન્યા હોવાનાં રિપોર્ટ

aapnugujarat

દિપિકા-રણવીર એક વર્ષ સુધી સાથે ફિલ્મ નહીં કરે

aapnugujarat

પ્રિયંકાની હોલિવૂડ ફિલ્મ વિલંબમાં પડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1