Aapnu Gujarat
મનોરંજન

હવેના ન્યૂડ સીન પર લોકો શું કહેશે : Mallika Sheravat

મર્ડર ફિલ્મથી લોકપ્રિય બનેલી એક્ટ્રેસ મલ્લિકા શેરાવત એના બોલ્ડ સ્ટેટમેન્ટ અને સીન્સ માટે ઓળખાય છે. મલ્લિકા શેરાવતને બોલીવુડમાં સફળતા એની બોલ્ડ ફિલ્મોને લીધે જ મળી છે, એમ પણ માનવામાં આવે છે. જાેકે ફિલ્મોમાં મલ્લિકા શેરાવતના બોલ્ડ સીન્સને લઇને એક્ટ્રેસે ભારે ટીકાનો પણ સામનો કરવો પડ્યો છે અને એની સામે મલ્લિકાએ લોકોને દમદાર જવાબ પણ આપ્યા છે. હવે મલ્લિકા શેરાવતે વર્તમાન સમયમાં આવી રહેલી ફિલ્મોમાં જાેવા મળતાં બોલ્ડ સીન્સને લઇને પ્રતિક્રિયા આપી છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ કહ્યું કે, બોલ્ડ સીન્સ માટે હમેશાથી એક્ટ્રેસિસને ટારગેટ કરવામાં આવે છે, જ્યારે હકીકત એ છે કે સીન્સમાં એક્ટર પણ હોય છે અને એ વિશે કોઇ ટીકા કે વાત કરતું નથી. આ વિચારધારા પુરુષપ્રધાન સમાજની છે. પુરુષ આવા સીન્સ આપે તો કોઇ વાંધો નથી પરંતુ સ્ત્રી બોલ્ડ સીન્સ આપે તો એની ટીકા કરવામાં આવે છે. જાેકે મલ્લિકા શેરાવતે એમ પણ માન્યું હતું કે હવે લોકોની વિચારધારા બદલાઇ રહી છે. ફિલ્મોમાં બોલ્ડ સીન્સના મુદ્દે મલ્લિકા શેરાવતનું કહેવુ છે કે, એક સમય એવો હતો જ્યારે એના બોલ્ડ સીન્સ પર ભારે હોબાળો કરવામાં આવતો હતો અને આજકાલ ફિલ્મોમાં હિરોઇન આરામથી ન્યૂડ સીન્સ આપી રહી છે, જેનો લોકો સ્વીકાર પણ કરી રહ્યા છે. આવા સીન્સને આર્ટિસ્ટિક માનવામાં આવે છે. બોલીવુડની આ બોલ્ડ અભિનેત્રી હાલમા વેબ સિરીઝ નકાબમાં જાેવા મળી હતી. જેમાં મલ્લિકા સાથે મુખ્ય પાત્રોમાં ઇશા ગુપ્તા અને ગૌતમ રોડો પણ છે. આ પહેલા મલ્લિકા શેરાવત હોરર કોમેડી વેબ સિરીઝ ‘બૂ સબકી ફટેગી’માં જાેવા મળી હતી.

Related posts

સંગીતકાર ઇલૈયારાજા પદ્મ વિભૂષણથી સમ્માનિત

aapnugujarat

‘અંગ્રેજી મીડિયમ ૨’માં કરીના ‘કૉપ’ની ભૂમિકા ભજવશે

aapnugujarat

करण के साथ काम करती नज़र आएंगी दीपिका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1