Aapnu Gujarat
બ્લોગ

મન અપ્રતિરથ

ફક્ત સોળ જ વર્ષ ની ઉંમરે કોઇ પણ વ્યક્તિ માટે જે સ્વપ્ન સમાન હોઇ શકે તે સફળતાના સ્વામી થવું ,
કહે છે ને સફળતા તમારા કદમ ચૂમે તેમ કોઇને પણ ઇર્ષા થાય તેવી સફળતા મેળવવી ! અને પછી લગભગ દસેક વર્ષ પછી ડીપ્રેશનના ભોગ બનવું !
લક્ષણો ચીડચીડો સ્વભાવ , અતડાપણું , કોઇને મળવાનું મન ન થવું , એકલા બેસી રહેવું , કોઇની સાથે વાત કરવાનું મન ન થવું , કારણ વગર ગુસ્સે થવું વગેરે વગેરે અને પાછી પોતાના ડીપ્રેશન અને તેના લક્ષણોની નિખાલસતા પૂર્વક નેશનલ લેવલની ટીવી ચેનલના સૌથી લોકપ્રિય કાર્યક્રમમાં કબૂલાત પણ કરવી !
ખરેખર જ્યારે ૧૩ માં કોન બનેગા કરોડપતિ સ્પેશિયલ ફ્રાઇડે, શાનદાર શુક્રવાર એપિસોડમાં બોલીવુડની સૌથી સફળમાંની એક ખ્યાતનામ અભિનેત્રી એવી દીપિકા પદુકોણે બધાની વચ્ચે જાહેરમાં ટીવી ચેનલ પર નિખાલસતા પૂર્વક પોતે ૨૦૧૨ હતાશા / ડીપ્રેશનનો ભોગ બનેલ હતી અને તેના લક્ષણો વિશે સદીના મહાનાયક સાથે વિગતવાર ચર્ચા કરી અને પોતાના લીવ-લાફ-લવ ફાઉન્ડેશન વિશે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે ડીપ્રેશન એ કેટલો સર્વવ્યાપી રોગ બની ગયો છે અને તેના વિશે કોઇ પણ જાતનો દંભ ,છોછ , શરમ કે આડંબર રાખ્યા વગર નિખાલસતાથી સ્વિકારીને ચર્ચા કરવી જરૂરી છે !
આજે કોઇ પણ વ્યક્તિ કોઇ પણ વ્યવસાય માં હોય પણ સતત સંઘર્ષ કરતો હોય છે અને એક માનસિક તાણ અનુભવે છે કારણકે આજે એકબીજા થી આગળ નીકળી જવાની હરિફાઇ જામી છે , જીંદગીને આપણે કુરુક્ષેત્રનું મેદાન બનાવી દીધી છે !સતત સ્પર્ધા , સતત સરખામણી , સતત સફળતા મેળવતા રહેવાની અને પાછી સફળતાના શીખર પર સતત સ્થાન ટકાવી રાખવા માટેની આપણી ઇચ્છા , મહેચ્છા , આંકાક્ષા, અભિલાશાના કારણે થતી માનસિક તાણે જીવનને સંઘર્ષનું મેદાન બનાવી દીધું છે !
જીંદગીમાં સફળતા મેળવવી ખૂબ અઘરી છે , એક તપશ્ચર્યા, સાધના કરવી પડે છે અને તમારા લક્ષાંકમાં વિઘ્ન રુપ બનતા કંઇક શોખ , ઇચ્છા , મહેચ્છા , આકાંક્ષા ની કૂરબાની આપવી પડે છે ! મતલબમાં એક શિષ્તબધ્ધ જીવન જીવવું પડે છે ! અને સફળતા મળ્યા પછી તેને પચાવવી તો તેથી પણ અઘરુ કામ છે , કારણકે સફળ વ્યક્તિનું જીવન એ દોરડા પર ચાલતા નટ જેવું છે જરાક પણ ધ્યાન હટ્યુ તો જમીન પર ! અને બસ ત્યાથી જ બધી ગરબડની શરુઆત થાય છે ! સફળતાનો નશો અને તેમાં રહેલી અનિશ્ચિતતા એક માનસિક તાણ ઉત્પન્ન કરે છે જે એકલતા તરફ દોરી જઇ ચીડચીડો સ્વભાવ , અતડાપણું , કારણ વગરનો ગુસ્સો , કંઇ પણ ન ગમવું અને નફરતનો ભાવ ક્યારે આપણને નકારાત્મકતા થી ભરી દે છે તેની ખબર જ નથી પડતી ! બસ આજ છે હતાશા જેને અંગ્રેજીમાં ડીપ્રેશન કહે છે !
પણ પરિસ્થિતિ બદલી શકાય તેમ છે !
વાસ્તવિકતાનો સ્વીકાર કરી ને , દુનિયામાં કશું પણ કાયમી નથી આજે તમે જ્યાં છો ત્યાં ગઇકાલે કોઇ તો હતું જ અને આવતી કાલે પણ કોઇક હશે જ !
પણ યાદ કરો કે તમને તમારા ક્યા ગુણોએ સફળતા અપાવી , જો પ્રેમ કરવો હોય તો જે ગુણોના કારણે તમે સફળ થયા તેને કરો, સફળતાના શીખરને નહીં ! કારણકે સફળતાના શીખરને આપણે કાયમ નહીં સાચવી શકીએ પરંતુ સફળતા અપાવનાર ગુણોને સાચવવા સહેલા છે !
સફળતાની સંઘર્ષ યાત્રા દરમ્યાન આપણી દરેક દિવસની શરુઆત કેવી રીતે થતી ! દરેક દિવસ એક નવો દિવસ ,નવી સવાર, નવી આશા ,નવો જોમ ,નવો ઉત્સાહ ,નવો પ્રયાસ કરતા હતા તે પણ જરાક પણ ડર્યા વગર અને તે પણ એક બાળક જેવી કૂતહૂલતાથી નિખાલસતાપૂર્વક , આપણે આપણા બાળપણને તો પાછું લાવી શકીએ તેમ નથી , પરંતુ બાળપણના આપણા ગુણોને તો અવશ્ય કેળવી શકીએ !
કોઇ પણ કારણ વગર ખૂશ રહી પ્રવૃત્તિશિલ રહી શકીએ , નાની નાની વાતોમાં આનંદ લઇ શકીએ , સરળતા થી નિખાલસતાથી
લોકોમાં ભળી જઇ શકીએ ! દુઃખ થાય તો સ્વિકાર કરી સહજતાથી રડી શકીએ , નિરંતર નાની નાની નવી વસ્તુ નિર્દોષતાપૂર્વક બીજાની દરકાર કર્યા વગર કૂતહૂલતા દાખવી શકીએ અને ખાસ અગત્યનું જરૂર પડે તો કોઇની મદદ માટે સાહજિકતાથી હાથ લંબાવી શકીએ !
સફળતાની સાથે પરિપક્વતા કેળવવી પણ જરૂરી છે , આપણી ઇચ્છિત પરિસ્થિતિ માં પરિવર્તન આવી રહ્યું હોય ત્યારે જો એ પરિસ્થિતિ બદલી ન શકીએ તો શાંતિથી સહજતાપૂર્વક સ્વિકારવામાં જ શાણપણ છે !

એક સરસ વાક્ય વાંચ્યુ હતું

બીજાની સફળતા જો તમે સ્વીકારી ના શકો તો એ “ઈર્ષ્યા” બની જાય છે..

અને જો તમે સ્વીકારી લો તો એ “પ્રેરણા” બની જાય છે..

(If you want to forward, forward it as it is)

*SPREAD POSITIVITY *
*NOT RUMOURS *
&
*STAY HEALTHY *
*STAY FIT *

   TO

DONATE BLOOD 🩸

હિરેન શાસ્ત્રી
(૯૮૨પ૨૭૧૧પ૬)
વિકાસ અધિકારી
એલઆઇસી ઓફ ઇન્ડિયા
ગાંધીનગર

Related posts

EVENING TWEET

aapnugujarat

ઇન્ટરનેટ અને સ્માર્ટફોને બાળપણનો દાટ વાળ્યો

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1